Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરોડાપાટિયા બ્રિજ મુદ્દે કમિટી ચેરમેને અધિકારીઓનો ખુલાસો માગ્યો:બ્રિજની ડિઝાઇન તૈયાર ન હતી છતાં ટેન્ડર આપી દેવાયું, દોઢ વર્ષનો વિલંબ

    11 hours ago

    શહેરમાં ફ્લાયઓવર બનાવવા માટે સૌપ્રથમ તો તેનું કામ નિર્વિધ્ને પાર પડે તેવી ડિઝાઇન હોવી જોઈએ. જોકે નરોડા પાટિયા ફ્લાયઓવર બનાવવા માટે આ ડિઝાઇનમાં સતત ફેરફાર કરાતાં દોઢ વર્ષ માટે તેની કામગીરી ખોરંભાઈ છે. આ સ્થિતિમાં સંપૂર્ણપણે તપાસ કરી ડિઝાઇન કન્સ્લટન્ટની ભૂમિકાની સમીક્ષા કરી તેને કયા પ્રકારનો દંડ કરાયો તેની સ્પષ્ટતા રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જૈનિક વકીલે અધિકારીઓ પાસે માગી છે. જૈનિક વકીલે કહ્યું છે કે, નરોડા પાટિયા ફ્લાયઓવરમાં સંપૂર્ણ સાઇટ ક્લીયરન્સ, વર્કફ્રન્ટ, યુટિલિટી મેપિંગ અને સ્પષ્ટ ડ્રોઇંગ ઉપલબ્ધ ન હોય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવો નહિ તેવી સ્પષ્ટ નીતિ મ્યુનિ.ની હતી. જોકે આ કામમાં સાઇટ ક્લીયર થાય કે ફાઇનલ ડ્રોઇંગ રજૂ થાય તે પહેલા જ વર્ક ઓર્ડર આપી દેવાયો. આટલી ઉતાવળ કેમ કરી? અધિકારીઓનું કહેવું છે કે, જીએફસી ડ્રોઇંગ અને આરએન્ડબી એપ્રૂવલ મેળવવામાં ખૂબ જ વિલંબ થયો છે. ફ્લાયઓવર સતત વિવાદમાં રહ્યો રોજ દોઢ લાખ વાહનચાલકો હેરાન થાય છે આ ફ્લાયઓવર અમદાવાદથી ચિલોડા, ગાંધીનગર અને હિંમતનગર તરફના વાહનવ્યવહારને જોડશે. જોકે ફ્લાયઓવરમાં વિલંબથી રોજ દોઢ લાખ લોકો ટ્રાફિકથી હેરાન થાય છે. તે પાટિયાથી ગેલેક્સી સિનેમા, ચિલોડા-ગાંધીનગર માર્ગને સાંકળે છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:વાહનનું VLTD એપ્રૂવલ 7 દિવસમાં આપવું જરૂરી, પણ 1 મહિને મળે છે
    Next Article
    સીબીએસઈનું અભિયાન:હવે CBSE સ્કૂલની 500 મીટર ત્રિજ્યા ‘ડ્રગ્સ ફ્રી ઝોન’, કેમ્પસની બહાર યલો લાઇન દોરવી પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment