Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો:જામસાહેબે પોલેન્ડના બાળકોને આપેલા આશ્રયને યાદ કર્યો, જામનગરની મેડિકલ કોલેજમાં 'નમો મૈત્રી ગોષ્ઠી', Cath Lab બનશે

    1 day ago

    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં 'નમો મૈત્રી ગોષ્ઠી' કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને માત્ર સારા ડોક્ટર જ નહીં, પરંતુ ઉત્તમ માનવી બનવા માટે પણ પ્રેરણા આપી હતી. મંત્રીએ મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહએ પોલેન્ડના બાળકોને આશ્રય આપીને સ્થાપેલા માનવતાના ઉદાહરણને યાદ કર્યું. તેમણે યુવા ડોકટરોને કરુણા અને સેવાભાવ અપનાવવા જણાવ્યું. તબીબી વ્યવસાયને માનવસેવાનું સર્વોત્તમ સાધન ગણાવતા, તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં નૈતિકતા, શિસ્ત અને સેવા ભાવનાને કેન્દ્રસ્થાને રાખીને કાર્ય કરવા અપીલ કરી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી જામનગરમાં નિર્માણ પામી રહેલા GCTM (ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન) નો ઉલ્લેખ કર્યો. આ કેન્દ્ર ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી રહ્યું છે અને સંશોધન દ્વારા તેને આધુનિક વિજ્ઞાન સાથે જોડી રહ્યું છે. આનાથી જામનગર વિશ્વના આરોગ્ય ક્ષેત્રે આગવું સ્થાન મેળવી રહ્યું છે. મંત્રીએ જાહેરાત કરી કે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે આગામી સમયમાં કાર્ડિયાક કેથેટરાઈઝેશન લેબોરેટરી (કેથ લેબ) વિકસાવવામાં આવશે. આ સુવિધા વિદ્યાર્થીઓ માટે પણ મદદરૂપ થશે. તેમણે ગુજરાતમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં થયેલા વધારાની પણ વાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે રાજ્યમાં 6 થી 7 મેડિકલ કોલેજો હતી, જે હવે વધીને 42 થઈ છે. મંત્રીએ વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે મેડિકલ વિદ્યાર્થીઓને તણાવ અને નિરાશાથી દૂર રહેવા તથા સકારાત્મક માનસિકતા અને આશાવાદી અભિગમ અપનાવવા પ્રોત્સાહિત કર્યા.
    Click here to Read More
    Previous Article
    સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડી પાડવાનો નિર્ણય લેવાય શકે:પિલ્લર જૂના હોવાથી હવે તેને પણ તોડી નાખવાનો કન્સલ્ટન્ટનો અભિપ્રાય, નવા બ્રિજ માટે એપ્રિલ સુધી રાહ જોવી પડશે
    Next Article
    રાજુ વલવાઈનો ભાજપ પર આક્ષેપ:ચૈતર વસાવાને દબાવવા કાવતરું, આદિવાસી સમાજ જવાબ આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment