Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડી પાડવાનો નિર્ણય લેવાય શકે:પિલ્લર જૂના હોવાથી હવે તેને પણ તોડી નાખવાનો કન્સલ્ટન્ટનો અભિપ્રાય, નવા બ્રિજ માટે એપ્રિલ સુધી રાહ જોવી પડશે

    2 days ago

    અમદાવાદના સૌથી ચર્ચાસ્પદ બનેલા સુભાષબ્રિજના ડિમોલીશનને લઈ આજે મહત્વનો નિર્ણય લેવાઈ શકે. સુભાષ બ્રિજ ડેમેજ થયા બાદ તેના તમામ સ્પાન તોડીને નવો બ્રિજ બનાવવાનો હતો. પરંતુ બ્રિજ ખૂબ જ જૂનો હોવાથી ગર્ડર સાથે સ્પાનમાં પણ તિરાડ જોવા મળી રહી છે અને પિલ્લર ખૂબ જ જૂના થઈ ગયા હોવાથી તેને પણ તોડીને નવા બનાવવા જોઈએ તેવો કન્સલ્ટન્ટનો અભિપ્રાય આપવામાં આવ્યો હોવાથી પિલ્લરનું પણ ડિમોલીશન કરવામાં આવી શકે છે. આજે સાંજે મ્યુનિસિપિલ કમિશનર અધિકારીઓ સાથે બેઠક કરી બ્રિજનું ડિમોલીશન કઈ રીતે કરવું તેને લઈ નિર્ણય લઈ શકે છે. નવો બ્રિજ બનતા હવે એપ્રિલ 2027 સુધી રાહ જોવી પડી શકે છે. કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજને સંપૂર્ણપણે તોડવાનો અભિપ્રાય અપાયો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યની સૌથી મોટી અને 12,000 કરોડ રૂપિયાના બજેટ ધરાવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રની ઘોર બેદરકારીનો નમુનો સામે આવ્યો છે. સુભાષ બ્રિજમાં ખામીના કારણે બ્રિજને સંપૂર્ણપણે ડિમોલેશન કરવાની જગ્યાએ માત્ર સુપર સ્ટ્રક્ચર તોડવાનો નિર્ણય અગાઉથી લઈ લેવામાં આવ્યો હતો. પરંતુ હવે બ્રિજના ડિમોલીશનની પ્રક્રિયા દરમિયાન હયાત બ્રિજમાં પણ કેટલું નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. બ્રિજના ગર્ડરમાં તિરાડો જોવા મળી છે. જે સ્થિતિમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યો છે તેના કારણે બ્રિજને વધુ નુકસાન થઈ શકે જેથી કન્સલ્ટન્ટ દ્વારા હવે સંપૂર્ણપણે બ્રિજ તોડી પાડવો જોઈએ એવો અભિપ્રાય આપવામાં આવ્યો છે વિવિધ એજન્સી દ્વારા બ્રિજના પીલ્લર તોડવાનો પણ અભિપ્રાય અપાયો બ્રિજ કન્સલ્ટન્ટ ગાંધીનગર IIT, IIT રૂડકી અને એમ ટંડન દ્વારા બ્રિજ ડિમોલેશનની પ્રક્રિયા અંગે અભિપ્રાય આપવામાં આવ્યા છે. હાલમાં જે બ્રિજના બે સ્પાન તોડી નાખવામાં આવ્યા છે તે બાદ બ્રિજમાં કેટલીક તિરાડો જોવા મળી છે. બ્રિજ 60 વર્ષથી વધુ જુનો હોવાથી હવે બ્રિજના પીલરને પણ તોડીને સંપૂર્ણપણે ડિમોલેશન કરવા માટે અભિપ્રાય આપવામાં આવ્યો છે. જેથી મ્યુનિસિપલ કમિશનર અને કન્સલ્ટન્ટ વચ્ચે સમગ્ર બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આજે સાંજે બ્રિજ અંગેનો નિર્ણય લેવામાં આવશે. બ્રિજ તોડવાને લઈને અંદાજિત ચાર થી પાંચ કરોડ રૂપિયાનો વધુ ખર્ચ થઈ શકે છે જે પ્રજાના માથે આવશે. સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ. 235 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા માટેની મંજૂરી અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા સુભાષ બ્રિજનો સ્પાન બેસી જવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજને તોડીને નવો બનાવવા તેમજ પહોળો કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ. 235 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. પહેલા આ બ્રિજ જાન્યુઆરી 2027માં શરૂ કરવાનો લક્ષ્યાંક હતો. પરંતુ, હવે જો સંપૂર્ણ તોડવાનો નિર્ણય લેવાય તો ખર્ચ અને સમયમર્યાદામાં વધારો થશે. 4 ડિસેમ્બરે સુભાષબ્રિજમાં તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી ગઈ 4 ડિસેમ્બર, 2025ના રોજ અમદાવાદના સુભાષબ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. એ બાદ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરીને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરાવવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને અમુક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓને બ્રિજની મજબૂતાઈ ચકાસવાનું તેમજ રિપેરિંગ માટેના રસ્તા સૂચવવાનું કામ સોંપ્યું હતું. આ ઉપરાંત IIT રૂડકી, IIT મુંબઈ તેમજ SVNIT જેવી સંસ્થાઓ પાસે ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સિંધુ નદીના પાણી માટે તરફડિયા મારતું પાકિસ્તાન:આર્મી ચીફ ભારત વિરુદ્ધ યુદ્ધનું કાવતરું ઘડવામાં લાગ્યા, LoC પર 35 ડ્રોન યુનિટ તૈનાત કર્યા
    Next Article
    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો:જામસાહેબે પોલેન્ડના બાળકોને આપેલા આશ્રયને યાદ કર્યો, જામનગરની મેડિકલ કોલેજમાં 'નમો મૈત્રી ગોષ્ઠી', Cath Lab બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment