Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુ વલવાઈનો ભાજપ પર આક્ષેપ:ચૈતર વસાવાને દબાવવા કાવતરું, આદિવાસી સમાજ જવાબ આપશે

    1 day ago

    આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ ઉપપ્રમુખ રાજુ વલવાઈએ વલસાડ ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે ચૈતર વસાવાનું મનોબળ તોડવા અને તેમને દબાવવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું છે. વલવાઈએ જણાવ્યું કે ભાજપે ચૈતર વસાવાના કેસની તાત્કાલિક સુનાવણી કરાવી સજા અપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, તેમને ભાજપમાં જોડાવા માટે ઓફર પણ કરવામાં આવી હતી, પરંતુ ચૈતર વસાવાએ આ પ્રલોભનોનો સ્વીકાર કર્યો ન હતો. રાજુ વલવાઈએ ભારપૂર્વક જણાવ્યું કે ચૈતર વસાવા જનતાના પ્રશ્નો માટે લડતા નેતા છે. આમ આદમી પાર્ટી આ મામલે કાનૂની લડત લડશે અને જરૂર પડ્યે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય મેળવવા માટે જશે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે આદિવાસી સમાજ ભાજપ સામે ઝૂકવાનો નથી અને ચૈતર વસાવા તેમજ આમ આદમી પાર્ટીને દબાવવા માટે રાજકીય કાવતરું રચવામાં આવી રહ્યું છે. અગાઉ પણ ભાજપે ચૈતર વસાવાને જેલમાં મોકલવાના પ્રયાસો કર્યા હતા, ત્યારે સમગ્ર આદિવાસી સમાજ તેમના સમર્થનમાં ઉભો રહ્યો હતો. વલવાઈએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સફળતા મેળવી હોવાથી ભાજપ ચિંતિત છે. તેમણે દાવો કર્યો કે આજે આદિવાસી સમાજમાં ભાજપ પ્રત્યે અસંતોષ જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં મતદારો તેનો યોગ્ય જવાબ આપશે. વલસાડના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદ દરમિયાન, આમ આદમી પાર્ટીના આગેવાનોએ ચૈતર વસાવાને ન્યાય મળે અને આદિવાસી સમાજના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે લડત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો:જામસાહેબે પોલેન્ડના બાળકોને આપેલા આશ્રયને યાદ કર્યો, જામનગરની મેડિકલ કોલેજમાં 'નમો મૈત્રી ગોષ્ઠી', Cath Lab બનશે
    Next Article
    સફળ રેસ્ક્યૂ:વાણંદ સોસાયટીના કૂવામાં સિંહબાળ પડ્યુ,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment