Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "CAની પદવી એ માત્ર ડિગ્રી નથી પણ વિશ્વાસનું પ્રતીક છે":ICAI અમદાવાદના દીક્ષાંત સમારોહમાં ઉમટ્યા 600થી વધુ યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

    6 hours ago

    અમદાવાદમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા 12 સપ્ટેમ્બર 2026ના રોજ નવસ્નાતક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે ભવ્ય કન્વોકેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના Club O7 ખાતે યોજાયેલા આ ગૌરવપૂર્ણ સમારોહમાં સમગ્ર ગુજરાતમાંથી 600 થી વધુ યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને તેમના ગર્વ અનુભવતા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન અવસરે નવસ્નાતક CAsને તેમની વર્ષોની સખત મહેનત અને પ્રોફેશનલ ટ્રેનિંગ પૂર્ણ કરવા બદલ ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય સચિવ રોહન ગુપ્તા મુખ્ય અતિથિ તરીકે તેમજ ICAIના પૂર્વ પ્રમુખ CA અનિકેત સુનિલ તલાટી વિશિષ્ટ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. GIFT સિટી, AI અને વૈશ્વિક સલાહકાર સેવાઓમાં અપાર તકો: ચેરમેન CA રિંકેશ શાહ સમારોહને સંબોધતા ICAI અમદાવાદ બ્રાન્ચના ચેરમેન CA રિંકેશ શાહે નવસ્નાતક CAs અને તેમના પરિવારજનોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, CAની ડિગ્રી એ માત્ર વ્યવસાયિક યોગ્યતાનું સર્ટિફિકેટ નથી, પરંતુ સમાજનો વિશ્વાસ, પ્રામાણિકતા અને જવાબદારીનું સર્વોચ્ચ પ્રતિબિંબ છે. તેમણે યુવા પ્રોફેશનલ્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગિફ્ટ સિટી, આંતરરાષ્ટ્રીય કરવેરા અને ગ્લોબલ કન્સલ્ટન્સી જેવા નવા ઊભરતા ક્ષેત્રોમાં રહેલી તકો ઝડપી લેવા પ્રોત્સાહિત કર્યા હતા અને વૈશ્વિક બિઝનેસ લીડર્સ બની દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. "નાણાકીય વ્યવસ્થાને મજબૂત કરવામાં CAsની ભૂમિકા નિર્ણાયક": મુખ્ય અતિથિ રોહન ગુપ્તા મુખ્ય અતિથિ રોહન ગુપ્તાએ યુવાનોને દેશની સૌથી પડકારજનક વ્યાવસાયિક લાયકાત સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું કે ભારત જ્યારે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા ઝડપી આર્થિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે નાણાકીય શિસ્ત અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં CAs ની જવાબદારી સર્વોપરી બની જાય છે. તેમણે નવસ્નાતક યુવાઓને પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કેવળ અંગત પ્રગતિ માટે નહીં, પરંતુ પારદર્શિતા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના કાર્યોમાં કરવા ભાવપૂર્વક અપીલ કરી હતી. "કન્વોકેશન એ અંત નહીં પરંતુ નવી વ્યાવસાયિક શરૂઆત": પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ CA અનિકેત તલાટી ICAIના પૂર્વ પ્રમુખ CA અનિકેત સુનિલ તલાટીએ પોતાના વ્યાવસાયિક અનુભવોનું ભાથું પીરસતાં જણાવ્યું કે, કન્વોકેશન સમારોહ એ સફરનો અંત નથી, પણ એક જવાબદાર સીએ તરીકેની નવી કારકિર્દીનો શુભારંભ છે. બદલાતા આધુનિક વૈશ્વિક વાતાવરણ સાથે સતત અપડેટ રહેવા અને આજીવન શીખતા રહેવા તેમણે શીખ આપી હતી. સીએ વ્યવસાયની ગરિમા અને નૈતિક મૂલ્યોને પ્રાથમિકતા આપી સમાજમાં શાખ જાળવી રાખવા તેમણે તમામ યુવા સીએ મિત્રોને પ્રેરણા આપી હતી.
    Click here to Read More
    Previous Article
    સાંસદે અમદાવાદ-ખેડબ્રહ્મા રૂટ પર વિશેષ મેમુ ટ્રેન શરૂ કરવા રજૂઆત:ભાદરવી પૂનમ, નવરાત્રિ અને દિવાળીમાં યાત્રાળુઓને સુવિધા; વધારાના સ્ટોપેજની પણ માગ
    Next Article
    ડૉ. દાનેશ મોદીનું પાટણ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન:પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલના શિક્ષક, 25 વર્ષના યોગદાન બદલ 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2026' મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment