Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉ. દાનેશ મોદીનું પાટણ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન:પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલના શિક્ષક, 25 વર્ષના યોગદાન બદલ 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2026' મળ્યું

    6 hours ago

    એક સન્માન સમારોહમાં તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો હતો.દર વર્ષે શિક્ષકદિન પર શિક્ષણ ક્ષેત્રે સારું અને નવું કામ કરનાર શિક્ષકોને સન્માનિત કરાય છે. પસંદગી સમિતિએ કરેલા મૂલ્યાંકનમાં તેમના સારા શૈક્ષણિક કામ બદલ ડૉ. દાનેશ મોદીની પસંદગી થઈ. આનાથી પાટણ અને શિક્ષણ જગતમાં ગર્વની લાગણી છે. આ સિદ્ધિ અંગે આભાર વ્યક્ત કરતા ડૉ. દાનેશ મોદીએ કહ્યું, "આ સન્માન માત્ર એક પુરસ્કાર નથી, પરંતુ તેમની ૨૫ વર્ષની શિક્ષકજીવનની સાધનાને મળેલી સ્વીકૃતિ છે. મારી શૈક્ષણિક યાત્રાનો મજબૂત પાયો રચનાર પૂર્વ સંસ્થા સંડેર હાઇસ્કૂલને યાદ કરી વર્તમાન સંસ્થા પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલથી આગળ વધવાની અને વિકસવાની તક આપી, માર્ગદર્શક, હૂંફ અને આપનાર નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કેમ્પસ સંચાલકશ્રી ડૉ. જય ધ્રુવ સર, મારા પથદર્શક એવા શાળાના આચાર્ય ડૉ. ઝેડ એન સોઢા તથા તમામ આદરણીય માર્ગદર્શકો, સહકર્મીઓ અને મારા વહાલા વિદ્યાર્થીઓને આ એવોર્ડ સમર્પિત કરું છું. આ સન્માન મને શિક્ષણ અને વિદ્યાર્થીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ તથા સમર્પિત બનવાની મને નવી પ્રેરણા આપશે." તેમની સફળ શૈક્ષણિક યાત્રાની વિગતો નીચે મુજબ છે: તેમણે ધોરણ ૯ અને ૧૦ માટે ગુજરાતી સ્વ-અધ્યયનપોથી, તાલીમ મોડ્યુલ અને શિક્ષક આવૃત્તિ જેવા પુસ્તકો લખ્યા છે. તેમને ૫ વર્ષનો લેખન અનુભવ છે. તેમને મળેલા અન્ય સન્માનોમાં ગુજરાત સારસ્વત સન્માન-૨૦૨૬, વિદ્યોત્તેજક સન્માન-૨૦૨૪ અને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૩નો સમાવેશ થાય છે. તેમની શૈક્ષણિક જવાબદારીઓ અને નવા પ્રયોગો: તેઓ ઇનોવેશન ફેરમાં ભાગ લઈ ચૂક્યા છે. બાઇસેગ દ્વારા તેમણે ધોરણ ૯ અને ૧૦ના ગુજરાતી વિષયના લાઇવ પાઠ આપ્યા છે. ડાયટ પાટણ દ્વારા પણ તેમણે ગુજરાતી વિષયના લાઇવ પાઠ રજૂ કર્યા છે. SSA ગાંધીનગરના જ્ઞાનસેતુ અને સ્વ-અધ્યયનપોથી બનાવવામાં તેમણે લેખક તરીકે કામ કર્યું છે. GCERT અને STTI ગાંધીનગર દ્વારા વિવિધ તાલીમના મોડ્યુલ પણ તેમણે લખ્યા છે. STTI ગાંધીનગરમાં તેમણે વિષય નિષ્ણાત તરીકે અલગ-અલગ જિલ્લાના શિક્ષકોને તાલીમ આપી છે. સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાં પણ તેમણે વિષય નિષ્ણાત તરીકે સેવા આપી છે. તેઓ પાટણ જિલ્લાના KRP/RP તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર માટે તેમણે પ્રશ્નપત્ર પરિરૂપ, પ્રશ્નબેંક, પ્રશ્નપત્ર સમીક્ષક અને જવાબ કી બનાવવામાં મદદ કરી છે. માધ્યમિક શિક્ષકો માટે ગુજરાતી વિષયની શિક્ષક આવૃત્તિના લેખક પણ તેઓ છે. ધોરણ ૯ના ગુજરાતી વિષયના નવા અભ્યાસક્રમની સમિતિના સભ્ય તરીકે પણ તેમણે સક્રિય કામગીરી કરી છે. આ ઉપરાંત, તેમણે સમાજ ઉત્થાન, સામાજિક, સાંસ્કૃતિક અને પર્યાવરણ ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. આ માટે સમગ્ર શાળા પરિવાર તેમને શુભેચ્છાઓ પાઠવે છે અને અભિનંદન આપે છે.
    Click here to Read More
    Previous Article
    "CAની પદવી એ માત્ર ડિગ્રી નથી પણ વિશ્વાસનું પ્રતીક છે":ICAI અમદાવાદના દીક્ષાંત સમારોહમાં ઉમટ્યા 600થી વધુ યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
    Next Article
    આજીવન કેદ ભોગવતાં રાજુ ભરવાડની જેલમુક્તિ:ભરૂચ જેલમાં 14 વર્ષથી વધુ સજા ભોગવી, સારા વર્તનથી છૂટકારો થય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment