Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મોદી સાહેબ બૂમો પાડે છે, પેટ્રોલ-ડીઝલ બચાવો, આ રીતે બચાવવાનું?':ટ્રાફિકમાં ફસાતા નીતિન પટેલ તપી ગયા, પોલીસને ઝાટકતા કહ્યું 'તમારા DSPને કહું છું, કોઈ જવાબદારી જ નથી'

    1 day ago

    અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક સઈઝ ગુરુકુળ પાસે મુખ્ય ડ્રેનેજ લાઇનના ચાલી રહેલા કામકાજને કારણે આજે 24 જૂને હાઈવે માર્ગ પર વાહનોના પૈડાં થંભી ગયા હતા. સઈઝ ગુરુકુળથી લઈને શેરથા સુધી કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. આ ટ્રાફિક જામમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગાડી પણ ફસાઈ ગઈ હતી. ટ્રાફિકની આ અવ્યવસ્થા અને રસ્તા પર પોલીસની ગેરહાજરી જોઈને ભારે અકળાયેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી સીધા કલોલ DySP કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં હાજર પોલીસ સ્ટાફનો ઉધડો લીધો હતો. એટલું જ નહીં પોલીસનો ઉધડો લેતા બોલ્યા હતા કે, મોદી સાહેબ બૂમો પાડે છે પેટ્રોલ-ડીઝલ બચાવો શું આ રીતે બચાવે. સઈઝ ગુરુકુળ પાસે ટ્રાફિકમાં ફસાયા નીતિન પટેલ પ્રાપ્ત વિગતો અનુસાર, હાઈવે પર સઈઝ ગુરુકુળ પાસે મુખ્ય ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું હોવાથી રોડ ડાયવર્ઝન અને સાંકડા રસ્તાના કારણે સવારથી જ ટ્રાફિકની સમસ્યા વકરી હતી. જોતજોતામાં વાહનોની લાંબી કતારો શેરથા સુધી પહોંચી ગઈ હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ કમરતોડ ટ્રાફિક જામની ચુંગાલમાં ફસાઈ ગયા હતા. સામાન્ય નાગરિકોની જેમ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા બાદ, હાઈવે પર વાહનોનું નિયમન કરવા માટે એક પણ ટ્રાફિક પોલીસ જવાન હાજર ન હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. કલોલ DySP કચેરીએ પોલીસ કર્મીને ખખડાવ્યા ટ્રાફિકની આ પ્રકારની ઘોર બેદરકારી અને કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિ જોઈને નીતિન પટેલ અત્યંત નારાજ થયા હતા. ટ્રાફિકમાંથી માંડ-માંડ બહાર નીકળ્યા બાદ તેઓ સીધા જ કલોલ નાયબ પોલીસ અધિક્ષકની કચેરીએ ધસી ગયા હતા. કચેરીમાં ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરી વચ્ચે તેમણે પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય કર્મચારીઓને બરાબરના ખખડાવ્યા હતા. તેમણે ઉગ્ર આક્રોશ સાથે સવાલ કર્યો હતો કે, આટલો મોટો ટ્રાફિક જામ હોવા છતાં ટ્રાફિક પોલીસ કે હાઈવે પોલીસ રસ્તા પર કેમ દેખાતી નથી? જનતા કલાકો સુધી હેરાન થાય તે પોલીસને કેમ દેખાતું નથી? 'મોદી સાહેબ બૂમો પાડે છે પેટ્રોલ-ડિઝલ બચાવો, શું આ રીતે બચાવવાનું' એટલું જ નહીં કલોલ DySP કચેરી બહાર નીકળતા જ નીતિન પટેલે પોલીસ કર્મીનો ઉધડો લેતા કહ્યું હતું કે, મોદી સાહેબ બૂમો પાડે છે પેટ્રોલ-ડિઝલ બચાવો, શું બચાવો આ રીતે બચાવવાનું? એ સાથે જ હાજર પોલીસ કર્મચારીને કહ્યું કે, હું તમારા DSPને કહું છું, કોઈ જવાબદારી જ નથી. SPને ફરિયાદ કરવાની કડક ચીમકી આપી પૂર્વ નાયબ મુખ્યમંત્રીના આ રૌદ્ર સ્વરૂપને જોઈને પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો હતો અને હાજર કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. નીતિન પટેલે કચેરીમાંથી જ ટેલિફોનિક સંપર્ક સાધીને અથવા રૂબરૂમાં આ મામલે જિલ્લા પોલીસ વડાને લેખિત અને મૌખિક ફરિયાદ કરવાની કડક ચીમકી પણ આપી હતી. કલોલ પોલીસે તાબડતોડ ટ્રાફિક ક્લિયર કરાવ્યો નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો હાઈવે પર ડ્રેનેજ લાઇન જેવા મોટા કામ ચાલતા હોય તો પોલીસે અગાઉથી ટ્રાફિક મેનેજમેન્ટ કેમ ન કર્યું? આ ઘટના બાદ સફાળી જાગેલી કલોલ પોલીસે તાબડતોબ હાઈવે પર દોડી જઈને ટ્રાફિક હળવો કરવાની કવાયત હાથ ધરી હતી, પરંતુ કલાકો સુધી પ્રજાએ ભોગવવી પડેલી હાલાકીને કારણે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં વાયબ્રન્ટ ગુજરાત રીજીનલ કોન્ફરન્સ:25 જૂન, 2026ના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે
    Next Article
    અમદાવાદમાં હનીટ્રેપ જેવો જ નવો કીમિયો:Grinder એપથી સમલૈંગિક યુવકને અવાવરું જગ્યાએ બોલાવી પટ્ટાથી માર્યો, રાત્રે વટવા કેનાલ પાસે લઈ જઈ રોકડ-વીટીની લૂંટ ચલાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment