Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદે અમદાવાદ-ખેડબ્રહ્મા રૂટ પર વિશેષ મેમુ ટ્રેન શરૂ કરવા રજૂઆત:ભાદરવી પૂનમ, નવરાત્રિ અને દિવાળીમાં યાત્રાળુઓને સુવિધા; વધારાના સ્ટોપેજની પણ માગ

    6 hours ago

    સાબરકાંઠા લોકસભા મતવિસ્તારના સાંસદ શોભનાબેન એમ. બારૈયાએ પશ્ચિમ રેલવેને રજૂઆત કરી છે. તેમણે અમદાવાદથી ખેડબ્રહ્મા વચ્ચે બપોરના સમયે એક વિશેષ મેમુ (MEMU) ટ્રેન શરૂ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ વેદ પ્રકાશને પત્ર પણ લખ્યો છે. ખેડબ્રહ્મા એક પવિત્ર યાત્રાધામ છે. અહીંથી અંબાજી સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જાય છે. ખાસ કરીને ભાદરવી પૂનમનો મેળો, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોમાં યાત્રાળુઓની સંખ્યા ખૂબ વધે છે. આ ઉપરાંત, હજારો પદયાત્રીઓ પણ અંબાજી તરફ જતા હોય છે. જો અમદાવાદ-ખેડબ્રહ્મા રૂટ પર બપોરના સમયે વિશેષ મેમુ ટ્રેન શરૂ થાય, તો સાબરકાંઠા, અરવલ્લી અને આસપાસના વિસ્તારના મુસાફરોને ઘણી રાહત મળી શકે છે. સાંસદે ટ્રેનના માર્ગમાં આવતા વિવિધ રેલવે સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવાની પણ માંગ કરી છે. સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે તંત્રને આ વિશેષ મેમુ ટ્રેન ભાદરવા માસની શરૂઆતથી કારતક પૂર્ણિમા સુધી નિયમિત ચલાવવા પણ વિનંતી કરી છે. મુસાફરો અને યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર આ માંગણી પર સકારાત્મક નિર્ણય લેશે તેવી અપેક્ષા છે. 6 વધુ સ્ટેશન પર સ્ટોપેજની માગ 1.ખેરોલ,તલોદ 2.અમરાપુર,પ્રાંતિજ 3.મહાદેવપુરા,હિંમતનગર 4.વડાલી 5.જાદર 6.જાલીયા,રખિયાલ પાસે
    Click here to Read More
    Previous Article
    ડાંગમાં વરસાદી માહોલ:સાપુતારા સહિત ત્રણેય તાલુકામાં વરસાદથી વાતાવરણ ઠંડુગાર, પ્રકૃતિ સોળે કળાએ ખીલી
    Next Article
    "CAની પદવી એ માત્ર ડિગ્રી નથી પણ વિશ્વાસનું પ્રતીક છે":ICAI અમદાવાદના દીક્ષાંત સમારોહમાં ઉમટ્યા 600થી વધુ યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment