Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલવેન ચાલકનો પુત્ર CA બન્યો:મોહમ્મદ અમાને વડોદરામાં ચોથો ક્રમ મેળવ્યો, પ્રથમ ક્રમ મેળવનાર લક્ષ્મણે કહ્યું- 'સોશિયલ મીડિયાથી દૂર રહ્યો તો પરિણામ મળ્યું'

    1 day ago

    ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા મે ૨૦૨૬ માં લેવાયેલી CA ફાઇનલ પરીક્ષાનું વિગતવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા બ્રાન્ચના વિદ્યાર્થીઓએ આ વર્ષે પણ ખૂબ સારું પરિણામ મેળવ્યું છે. વડોદરા કેન્દ્ર પરથી આ વર્ષે કુલ 626 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 92 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી સીએ બનવાની સિદ્ધિ મેળવી છે. વડોદરા બ્રાન્ચનું કુલ પરિણામ 14.70 ટકા નોંધાયું છે. સ્કૂલવેન ચાલકનો પુત્ર CA બન્યો આ પરિણામોમાં લક્ષ્મણ ધર્મેશ ખડકાએ કુલ 400 માંથી 350 ગુણ મેળવીને વડોદરા શહેરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે શાહ જીયા સમીર અને કીર્તન કમલેશભાઈ પ્રજાપતિ બંનેએ 345 ગુણ સાથે સંયુક્ત રીતે શહેરમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. કર્ણિક દેવાંગ ભાવેશભાઈ 330 ગુણ સાથે ત્રીજા સ્થાને રહ્યા છે. આ પરિણામમાં શહેરમાં ચોથા ક્રમે રહેનાર અને સ્કૂલ વેન ચલાવનાર પિતાનો પુત્ર મોહમ્મદઅમાન મોહમ્મદસલીમ રંગરેજે જણાવ્યું હતું કે, પોતાની આ સફળતા પર ખૂબ જ ગર્વ અનુભવતા તેણે કહ્યું કે તેની આખી પેઢીમાં સીએ બનનાર તે સૌપ્રથમ વ્યક્તિ છે. આ સફળતા પાછળ તેના પરિવારનો પૂરો સહયોગ રહ્યો છે. તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત નહોતી અને પિતા કોઈ મોટી પદવી પર ન હોવા છતાં, તેમણે ક્યારેય પણ બાળકના ભણતરમાં કોઈ ઓછપ આવવા દીધી નથી. ભણવા માટે જરૂરી એવા તમામ સારા ક્લાસીસ અને સગવડો પિતાએ પૂરી પાડી હતી. આ બધી પરિસ્થિતિઓ વચ્ચે, યુવાનનો પણ એક જ ધ્યેય હતો કે તે મહેનત કરીને પોતાની કૌટુંબિક અને આર્થિક સ્થિતિને બદલે, જે માટે તે જાગતા રહેતા સતત કન્સિસ્ટન્સી સાથે ભણતો રહેતો હતો. તેના પિતા શાળાના બાળકોને લાવવા-લઇ જવા માટે વાન ડ્રાઇવિંગનું કામ કરે છે. તેઓ એક સામાન્ય મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે, છતાં તેના પિતાએ ઘરની દરેક નાની-મોટી જરૂરિયાતો હંમેશા પૂરી કરી છે. પિતાના આ અથાગ પરિશ્રમ અને સંઘર્ષને જોઈને યુવાન પણ પોતાની ફરજ સમજતો હતો કે તે ભણી-ગણીને પિતાના આ સંઘર્ષનો યોગ્ય બદલો વાળે. ઇન્ટરવ્યુના અંતમાં પિતા માટે સંદેશ આપતા તેણે ખુશી સાથે જણાવ્યું કે, હવે તેના પિતાને ડ્રાઇવિંગના કામમાંથી આરામ કરવો જોઈએ, કારણ કે હવે તે પોતે કમાણી કરીને ઘરની જવાબદારી સંભાળશે. અત્યાર સુધી પિતાએ આખા પરિવાર માટે જે ખૂબ મહેનત કરી છે, તેના બદલામાં હવે તે તેના પિતાને એક સુખ-સુવિધા સભર અને શાંતિપૂર્ણ જીવન આપવા માંગે છે. વડોદરામાં પ્રથમ ક્રમ મેળવનાર લક્ષ્મણે કહ્યું- મહેનતનો કોઈ ચોક્કસ માપદંડ હોતો નથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ની પરીક્ષામાં વડોદરામાં પ્રથમ ક્રમે આવેલા લક્ષ્મણ ખડકાએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં પ્રથમ ક્રમ મેળવીને તેમને ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. મહેનત વિશે વાત કરતા તેમણે કહ્યું કે, મહેનતનું કોઈ ચોક્કસ માપદંડ હોતું નથી અને તેમણે ક્યારેય પણ પોતાની મહેનતના કલાકો ગણ્યા નથી, પરંતુ આ સફળતા મેળવવા માટે તેમણે ખૂબ જ સખત પરિશ્રમ કર્યો હતો.પ્રથમ ક્રમ મેળવવો એ તેમનો ક્યારેય કોઈ અંતિમ ધ્યેય નહોતો, પરંતુ જે પણ અભ્યાસ તેઓ કરે તે સારી રીતે સમજી શકે અને એક સીએ તરીકે જે પણ જરૂરી જ્ઞાન હોવું જોઈએ તે મેળવી શકે તે જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો અને તેમણે પોતાના પ્રથમ પ્રયાસમાં જ આ સફળતા હાંસલ કરી છે. સોશિયલ મીડિયાના ઉપયોગ વિશે પોતાનો અભિપ્રાય આપતા લક્ષ્મણે જણાવ્યું કે, આજના સમયમાં માહિતીનો અતિરેક છે, તેથી આપણે કઈ માહિતી ગ્રહણ કરવી તે બાબતે વધુ પસંદગીયુક્ત થવું ખૂબ જરૂરી છે. આ જ કારણોસર તેઓ સોશિયલ મીડિયાથી બને એટલા દૂર રહેવાનું પસંદ કરતા હતા જેથી પોતાના અભ્યાસ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી શકાય. તેમણે વધુમાં ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષના પોતાના આ સીએના અભ્યાસકાળ દરમિયાન તેઓ કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય નહોતા. પોતાની મહેનત, સ્પષ્ટ ધ્યેય અને સોશિયલ મીડિયાથી યોગ્ય અંતર જાળવીને જ તેઓ આ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે. છેલ્લા છ મહિનાથી સોશિયલ મીડિયાથી દૂર રહ્યો- કીર્તન આ સાથે સીએની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને સફળતા મેળવનાર કીર્તન પ્રજાપતિએ જણાવ્યું કે, જ્યારે સીએનું રિઝલ્ટ આવ્યું ત્યારે તેઓ તેમની ઓફિસે હતા અને આર્ટિકલશિપનો છેલ્લો મહિનો બાકી હતો. ઓફિસમાં રોજ સવારે થતી પ્રાર્થના દરમિયાન તેમની મમ્મીનો ફોન આવ્યો કે રિઝલ્ટ આવી ગયું છે. ત્યારબાદ તેમણે તેમના પિતા સાથે રિઝલ્ટ જોયું અને બંને ગ્રુપમાં સફળતા મળતા તેઓને ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. કીર્તને જણાવ્યું કે, સીએ બન્યા પછી જીવનમાં કંઈક મોટું મેળવ્યાની અને તેમના માતા-પિતાનું સ્વપ્ન પૂરું કર્યાની એક અલગ જ લાગણી થાય છે અને તેઓ ભવિષ્યમાં પણ આ જ ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરવા ઈચ્છે છે. તેમણે સીએ ફાઉન્ડેશન, ઇન્ટર અને ફાઇનલ ત્રણેય પરીક્ષાઓ પ્રથમ પ્રયત્ને જ પાસ કરી લીધી છે. સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે આર્ટિકલશિપની શરૂઆતમાં નવું નવું શીખવા માટે ક્યારેક તેનો ઉપયોગ કરી શકાય, પરંતુ પરીક્ષાના છેલ્લા છ મહિના દરમિયાન તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. કીર્તનના મતે પરીક્ષામાં સફળ થવા માટે સોશિયલ મીડિયાથી દૂર રહેવું અને નિયમિતતા જાળવવી ખૂબ જ જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘પૈસા હોત તો પ્રાઈવેટમાં લઈ જાત, હવે સિવિલનો જ ભરોસો’:સુરત BRTSની અડફેટે આવેલી 14 વર્ષની ખતીજા 24 કલાકથી બેભાન, ડોક્ટરે કહ્યું- ભાનમાં ન આવે ત્યા સુધી ગંભીર
    Next Article
    પંચમહાલ LCBએ ₹1 કરોડથી વધુનો દારૂ ઝડપ્યો:કન્ટેનરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો, એક આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment