Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BVM માં પ્રથમ ગ્રેજ્યુએશન સેરેમની યોજાઈ:79મા સ્થાપના દિવસે 634 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ

    6 days ago

    વલ્લભ વિદ્યાનગર: ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (બીવીએમ) ખાતે 79મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે પ્રથમ વખત ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં 634 સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. દરેક બ્રાન્ચના પાંચ ટોપર્સને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જિનિયર ભીખુભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયર દીપિકાબેન પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાપના દિવસ નિમિત્તે સંસ્થાની પ્રગતિ માટે ફાઉન્ડેશન સ્ટોનની પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ વિભાગ અને રાઇનો મશીન્સના સહયોગથી વિદ્યાર્થીની ભક્તિ પટેલ દ્વારા ડિઝાઇન કરાયેલા પ્લાસ્ટિક રિસાયકલિંગ આધારિત શ્રેડરનું પ્રદર્શન પણ યોજાયું હતું. પ્રિન્સિપાલ ડૉ. વિનય પટેલે જણાવ્યું હતું કે 14 જૂન, 1948ના રોજ સ્થાપિત બીવીએમ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે પ્રથમ વખત ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન થયું છે. બીવીએમ વિદ્યાર્થીઓમાં જ્ઞાન, તેની વ્યવહારિક ઉપયોગિતા અને માનવીય મૂલ્યોનો સમન્વય વિકસાવી શ્રેષ્ઠ એન્જિનિયર અને શ્રેષ્ઠ નાગરિક પણ તૈયાર કરે છે. સાંસદ મિતેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને કારકિર્દી સાથે સામાજિક જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો. ધારાસભ્ય યોગેશભાઈ પટેલે સતત શીખવાની વૃત્તિ જાળવવા, નિષ્ફળતાથી નિરાશ ન થવા અને પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવાની સલાહ આપી હતી. મુખ્ય અતિથિ રાકેશભાઈ સુરતીએ બીવીએમના વિદ્યાર્થી જીવનના સંસ્મરણો વાગોળી સમયનું મૂલ્ય સમજી કારકિર્દીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. એન્જિનિયર ભીખુભાઈ પટેલે બીવીએમના પ્રોફેસરોના યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે વિશ્વભરમાં બીવીએમના એન્જિનિયરો પોતાની પ્રતિભાનો પરિચય આપી રહ્યા છે અને એલ્યુમની સંસ્થાના વિકાસમાં સતત મહત્વનું યોગદાન આપી રહ્યા છે. મંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલના માર્ગદર્શન, ભાઈકાકા અને ભીખાભાઈના પ્રયાસો તથા ઘનશ્યામદાસ બિરલાના સહયોગથી શરૂ થયેલી બીવીએમએ દેશને અનેક કુશળ એન્જિનિયરો આપ્યા છે. કાર્યક્રમના અંતે બીવીએમ એલ્યુમની એસોસિએશનના એક્ઝિક્યુટિવ કમિટી સભ્યોએ 79મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. ધરિતા પટેલ અને ડૉ. રોબિન્સન પોલે કર્યું હતું, જ્યારે ડૉ. સ્નેહલ મેવાડાએ આભારવિધિ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ચાલ મારા ઘરે કહી પરિણીતાની છેડતી:નરોડામાં 20 વર્ષીય પરિણીતા ફ્લેટની સીડીમાંથી ઉતરતા યુવકે હાથ પકડી લીધો, બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા
    Next Article
    બાંકડામાં બેસી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું:મેમ્કોમાં પાનના ગલ્લામાંથી 831 દારૂ-બિયરની બોટલો PCBએ પકડી, દારૂ આપવા ફોર્ચ્યુનર કારનો ઉપયોગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment