Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બન્નીમાં 20 કાળિયાર મુક્ત કરાયા:ચિત્તા પ્રોજેક્ટ માટે ઇકોસિસ્ટમ મજબૂત બનાવાઈ

    16 hours ago

    કચ્છના બન્ની વિસ્તારને ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટે અનુકૂળ કુદરતી આવાસ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રયાસના ભાગરૂપે, બન્નીના વિશાળ ગ્રાસલેન્ડમાં વધુ 20 કાળિયારને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા છે.સ્વાતંત્ર્ય પર્વના દિવસે આ કાળિયારને છોડવામાં આવ્યા હતા. શાકાહારી વન્યજીવોની સંખ્યા વધારવાના આ પ્રયાસથી બન્નીના ઘાસિયા પર્યાવરણમાં જૈવ વિવિધતા અને કુદરતી સંતુલન વધુ મજબૂત બનવાની આશા છે. બન્ની ગ્રાસલેન્ડના નાયબ વનસંરક્ષક નેવીલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ચિત્તા સંરક્ષણ-સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત બન્નીની ઇકોસિસ્ટમને ચિત્તા માટે અનુકૂળ બનાવવા માટે તૃણાહારી વન્યજીવોના પુનઃસ્થાપન પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. તાજેતરમાં ૨૦ કાળિયારને વિશેષ એમ્બ્યુલન્સ મારફતે જામનગરથી કચ્છ લાવવામાં આવ્યા હતા. લાંબી મુસાફરી બાદ નવા વાતાવરણ સાથે તેઓ સરળતાથી અનુકૂળ થઈ શકે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી તેમની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાળિયારને શરૂઆતમાં બોમા એન્ક્લોઝરમાં રાખી સ્થાનિક વાતાવરણ, પાણી અને કુદરતી ખોરાકથી પરિચિત કરાયા હતા. ત્યારબાદ સોફ્ટ રિલીઝ પદ્ધતિથી તેમને ખુલ્લા ગ્રાસલેન્ડમાં છોડવામાં આવ્યા. સ્થળાંતર પહેલાં તમામ કાળિયારનું જરૂરી આરોગ્ય પરીક્ષણ અને હેલ્થ સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું. ચિત્તાના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને બગડીયા વિસ્તારમાં આશરે ૬૬૦ એકરમાં ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનનું કામ પણ ચાલી રહ્યું છે. અહીં વિવિધ દેશી ઘાસની જાતોના વાવેતર અને ઉછેર સાથે વન્યજીવોના આરોગ્યની દેખરેખ માટે પશુ હોસ્પિટલ, દવાઓ અને જરૂરી તબીબી સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે. નિષ્ણાત તબીબોની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. અગાઉના તબક્કાઓ સહિત અત્યાર સુધી 200થી વધુ કાળિયારને બન્નીના સંવર્ધન વિસ્તારમાં લાવી પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. કાળિયાર જેવા તૃણાહારી પ્રાણીઓ ઘાસના મેદાનોની કુદરતી પ્રક્રિયાને વેગ આપે છે, જેના કારણે સમગ્ર ઇકોસિસ્ટમ વધુ સક્રિય અને સમૃદ્ધ બની શકે છે. બન્નીમાં ચિત્તાના આગમન માટે જરૂરી કુદરતી આધારભૂત માળખું તૈયાર કરવાની દિશામાં આ કામગીરીને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં BMSની આક્રોશ રેલી, ધરણાં:પડતર માંગણીઓ ન ઉકેલાય તો ગાંધીનગર-દિલ્હીમાં આંદોલનની ચીમકી
    Next Article
    સમીના અમરાપુરમાં VCE રૂ. 15,000ની લાંચ લેતા ઝડપાયો:પાક નિષ્ફળ સહાય મંજૂરી માટે લાંચ માંગનાર VCEને ACBએ રંગેહાથ ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment