Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંકડામાં બેસી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું:મેમ્કોમાં પાનના ગલ્લામાંથી 831 દારૂ-બિયરની બોટલો PCBએ પકડી, દારૂ આપવા ફોર્ચ્યુનર કારનો ઉપયોગ

    1 week ago

    અમદાવાદમાં પોલીસના ડર વિના જાહેરમાં દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે પોલીસ કમિશનરની પીસીબી (PCB) સ્ક્વોડે મોટી કાર્યવાહી કરી છે. શહેરકોટડા પોલીસ મથકની હદમાં આવેલા મેમ્કો વિસ્તારમાં પાનના ગલ્લાની બહાર બાંકડા પર બેસીને ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચતા એક શખ્સને પીસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે પાનના ગલ્લા અને બાંકડા નીચેથી કુલ 831 નંગ નાની-મોટી વિદેશી દારૂ તથા બિયરની બોટલોનો મોટો જથ્થો કબજે કર્યો છે. આ દારૂ લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાં સપ્લાય કરવામાં આવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બાંકડા નીચે પ્લાસ્ટિકના કેરેટમાં દારૂ રાખીને ગ્રાહકોને અપાતો હતો બનાવની વિગત એવી છે કે, મેમ્કો શિવશક્તિનગર પાસે ખોડીયાર માતાજીના મંદિરની પાછળ આવેલા એક પાનના ગલ્લામાં મોટો વિદેશી દારૂનો જથ્થો છુપાવાયો છે અને એક વ્યક્તિ બહાર બાંકડા પર બેસીને તેનું વેચાણ કરે છે, તેવી પાકી બાતમી પીસીબી સ્ક્વોડના પીઆઇ જે.પી. જાડેજાને મળી હતી. બાતમીના આધારે પોલીસની ટીમે સ્થળ પર અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસે બાંકડા પર બેઠેલા શખ્સને કોર્ડન કરીને તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ રમેશસિંઘ ઉર્ફે રમેશ રાજપૂત (રહે. મેઘાણીનગર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાંકડાની નીચે તપાસ કરતાં પ્લાસ્ટિકનું એક કેરેટ મળી આવ્યું હતું, જેમાં વેચાણ માટે રાખેલી દારૂની બોટલો છુપાવેલી હતી. પાનના ગલ્લામાંથી રૂ. 3.44 લાખનો જથ્થો મળ્યો, મુખ્ય બુટલેગરની શોધખોળ પોલીસે પકડાયેલા આરોપીને સાથે રાખીને પાછળ આવેલા પાનના ગલ્લાની સઘન તલાશી લીધી હતી. ગલ્લાની અંદર છુપાવીને રાખેલા પૂંઠાના મોટા બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સ ખોલીને ગણતરી કરતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 831 બોટલો મળી આવી હતી, જેની કિંમત આશરે રૂ. 3.44 લાખ જેટલી થાય છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને રમેશસિંઘની ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, આ દારૂનો મોટો જથ્થો પુરુષોત્તમ મારવાડી નામનો બુટલેગર સફેદ રંગની ફોર્ચ્યુનર કારમાં લઈને આવ્યો હતો અને તેને સપ્લાય કરી ગયો હતો. આ દરોડા બાદ પીસીબી અને સ્થાનિક પોલીસે ફોર્ચ્યુનર કારના નંબરના આધારે મુખ્ય સૂત્રધાર પુરુષોત્તમ મારવાડીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    BVM માં પ્રથમ ગ્રેજ્યુએશન સેરેમની યોજાઈ:79મા સ્થાપના દિવસે 634 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ
    Next Article
    ગાંધીનગરના નિવૃત્ત સરકારી અધિકારીના પરિવાર સાથે 25 લાખની છેતરપિંડી:શેર માર્કેટમાં ઊંચા વળતરની માયાજાળમાં ફસાયા, LCBની તપાસ બાદ ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment