Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના નિવૃત્ત સરકારી અધિકારીના પરિવાર સાથે 25 લાખની છેતરપિંડી:શેર માર્કેટમાં ઊંચા વળતરની માયાજાળમાં ફસાયા, LCBની તપાસ બાદ ગુનો નોંધાયો

    6 days ago

    ગાંધીનગરમાં શેર બજારના નામે છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઊંચા વળતરની લાલચ આપીને એક નિવૃત્ત સરકારી અધિકારીના પરિવારને 25 લાખનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. સચિવાલયના નિવૃત્ત સેક્શન ઓફિસરની જીવનભરની મૂડી સેરવી લીધા બાદ કોરોના કાળમાં તેમનું અવસાન થવા છતાં આરોપીએ માનવતા નેવે મૂકી પૈસા પરત કર્યા નહોતા. આખરે આ મામલે એલસીબીની તપાસના અંતે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વડોદરાના શખસ સાથે સંપર્ક થયો ને ફસાયા ગાંધીનગરના સેક્ટર-4/બી માં રહેતા 51 વર્ષીય છાયાબેન ખરાડીના પતિ ભીખાભાઈ કોયભાઈ ખરાડી ગાંધીનગર સચિવાલયમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2012-2013 દરમિયાન કુડાસણ સ્વાગત રેઇન ફોરેસ્ટ -2 ખાતેની હર્બલ લાઇફ પ્રોડક્ટની ફ્રેન્ચાઈઝી મારફતે આ પરિવારનો સંપર્ક વડોદરાના પાદરાના વતની કુણાલ નરેન્દ્રભાઈ પટેલ સાથે થયો હતો. શેર બજારમાં રોકાણથી મોટા નફાથી લાલચ આપી કુણાલ પટેલે પોતે શેર માર્કેટનો મોટો બ્રોકર હોવાની ઓળખ આપી ભીખાભાઈને વિશ્વાસમાં લીધા હતા અને શેર બજારમાં રોકાણ કરવાથી ટૂંક સમયમાં મોટો નફો મળશે તેવી ગુલબાંગો ફોંકી હતી. સચિવાલયમાંથી નિવૃત્ત થતાં તેમને ફંડ અને ગ્રેચ્યુઈટી પેટે મોટી રકમ મળી હતી. ભીખાભાઈ નિવૃત્ત થયા હોવાની જાણ થતાં જ લાલચુ કુણાલ પટેલે અવારનવાર તેમના ઘરે આંટાફેરા શરૂ કર્યા હતા અને નાણાં રોકવા માટે દબાણ કર્યું હતું. જુદી જુદી બેંકોના ચેકો મારફતે 25 લાખ પડાવ્યા જેની મીઠી મીઠી વાતોમાં આવી જઈને નિવૃત્ત અધિકારી અને તેમના પત્નીએ વર્ષ 2017 દરમિયાન જુદી જુદી બેંકોના ચેકો મારફતે કુલ 25 લાખની રકમ કુણાલને સોંપી દીધી હતી. આ વ્યવહાર પાકો કરવા માટે વડોદરા કોર્ટમાં નોટરી સમક્ષ એક કબૂલાતનામું પણ કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીએ 25 લાખ લીધા હોવાની સત્તાવાર સ્વીકૃતિ આપી હતી. કોરોનોમાં નિવૃત્ત સેક્શન ઓફિસર મોત થયું ને પરિવાર આર્થિક સંકટમાં કરારની શરતો મુજબ આરોપીએ વળતર અને સુરક્ષા પેટે જુદી જુદી બેંકોના કુલ 15 ચેકો આપ્યા હતા. આ દરમિયાન એપ્રિલ 2021માં કોરોનાની ભયાનક મહામારીમાં ભીખાભાઈનું અવસાન થયું હતું. અને પરિવારના મુખ્ય કમાનાર સભ્ય ગુમાવ્યા બાદ છાયાબેન અને તેમનો પરિવાર ભારે આર્થિક સંકટમાં આવી પડ્યો હતો. નાણાંની સખત જરૂરિયાત ઊભી થતાં વિધવા મહિલાએ કુણાલ પટેલ પાસે પોતાના હકના પૈસા પાછા માંગ્યા હતા. આરોપી વડોદરાથી સામાન સંકેલીને ગાયબ થઈ ચૂક્યો જેથી આરોપીએ શરૂઆતમાં માત્ર 1 લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ બાકીના 24 લાખ ચૂકવવામાં તે બહાનાબાજી કરવા લાગ્યો હતો. અને છાયાબેન ફોન કરતાં ત્યારે તે અવનવા વાયદા કરતો હતો અને આખરે તેણે પોતાનો મોબાઈલ ફોન જ સ્વીચ ઓફ કરી દીધો હતો. પરિવારે વડોદરા સ્થિત તેના ઘરે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે આરોપી ત્યાંથી પણ પોતાનો સામાન સંકેલીને ગાયબ થઈ ચૂક્યો છે. ગાંધીનગર એસપી કચેરીમાં ન્યાયની ગુહાર લગાવી ને ફરિયાદ નોંધાઈ આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ છાયાબેને ન્યાય માટે ગાંધીનગર એસપી કચેરીમાં ન્યાયની ગુહાર લગાવી અરજી કરી હતી. આ મામલાની ગંભીરતા જોઈને એસપી દ્વારા તપાસ એલસીબીને સોંપવામાં આવી હતી. એલસીબીની પ્રાથમિક તપાસમાં છેતરપિંડીની પુષ્ટિ થયા બાદ આખરે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં આરોપી કુણાલ નરેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બાંકડામાં બેસી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું:મેમ્કોમાં પાનના ગલ્લામાંથી 831 દારૂ-બિયરની બોટલો PCBએ પકડી, દારૂ આપવા ફોર્ચ્યુનર કારનો ઉપયોગ
    Next Article
    UGC NET Admit Card 2026 Live Updates: Admit cards expected shortly at ugcnet.nta.nic.in

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment