Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના સાંસદે BSF જવાનો સાથે દિવાળી ઉજવી:90 BOP સુધી પહોંચાડાઈ 500 કિલો મીઠાઈ,પરિવારથી દૂર દેશની સુરક્ષામાં તૈનાત જવાનોને દિવાળીએ અપાયો અપનાપણાનો અહેસાસ

    16 hours ago

    કચ્છની કઠિન ભૌગોલિક પરિસ્થિતિ અને સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશની સુરક્ષા માટે દિવસ-રાત ખડેપગે રહેતા સીમા સુરક્ષા દળ (BSF)ના જવાનો માટે દિવાળીનો તહેવાર વિશેષ બનાવવાના હેતુથી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જવાનો સાથે તહેવારની ખુશીઓ વહેંચી હતી. દેશભરમાં જ્યારે લોકો પોતાના પરિવારજનો સાથે દીપોત્સવની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે સરહદ પર ફરજ બજાવતા જવાનોને પણ પરિવાર સાથે હોવાનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભુજ સ્થિત BSFના સેક્ટર હેડક્વાર્ટર ખાતે પહોંચેલા સાંસદ વિનોદ ચાવડાએ જવાનો સાથે આત્મીય મુલાકાત કરી હતી. તેમણે જવાનોની ફરજ, સરહદ પરની પરિસ્થિતિ અને તેમની સુખાકારી અંગે જાણકારી મેળવી હતી. ત્યારબાદ જવાનોને મીઠાઈનું વિતરણ કરી દિવાળી તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. દેશની સરહદની સુરક્ષા માટે પોતાના પરિવારથી દૂર રહીને જવાબદારી નિભાવતા જવાનો પ્રત્યે આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, જવાનોની નિષ્ઠા અને સતર્કતાના કારણે જ દેશના નાગરિકો નિર્ભયતાથી તહેવારોની ઉજવણી કરી શકે છે. આ ઉજવણીને માત્ર હેડક્વાર્ટર પૂરતી મર્યાદિત ન રાખતાં કચ્છના ક્રિક અને રણ વિસ્તારની સરહદ પર આવેલી આશરે 90 બોર્ડર આઉટ પોસ્ટ (BOP) સુધી દિવાળીની મીઠાશ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે અંદાજે 500 કિલો મીઠાઈ મોકલવામાં આવી હતી, જેથી અંતરિયાળ સરહદી ચોકીઓ પર ફરજ બજાવતા દરેક જવાન સુધી તહેવારની ખુશી પહોંચે. સરહદ પરની ફરજમાં પરિવારજનો સાથે તહેવાર મનાવવાનું શક્ય ન બનતું હોવાથી આવી મુલાકાતો જવાનો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. સાંસદ વિનોદ ચાવડા દર વર્ષે દિવાળીના અવસરે સરહદ પર જઈને BSFના જવાનો સાથે પર્વની ઉજવણી કરતા આવ્યા છે. આ વર્ષે પણ તેમણે આ પરંપરા જાળવી રાખી હતી. આ પ્રસંગે BSFના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મીઠાઈના આ વિતરણ સાથે જવાનો સુધી માત્ર તહેવારનો સ્વાદ જ નહીં, પરંતુ સરહદી સુરક્ષામાં તેમની સેવા માટે સમાજનો આદર, સ્નેહ અને કૃતજ્ઞતાનો સંદેશ પણ પહોંચ્યો હતો. આમ, કચ્છની સરહદ પર દેશની રક્ષા કરતા જવાનો માટે દિવાળીનો પર્વ આત્મીયતા અને અપનાપણાની લાગણી સાથે ઉજવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિ.ના 19મા VC ડૉ. પૃથુલ દેસાઈએ ચાર્જ સંભાળ્યો:4 મહિના બાદ કાયમી કુલપતિ મળ્યા, કહ્યું- A+માંથી A++ ગ્રેડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક; પરિણામ વહેલું કરવા પ્રયાસ કરાશે
    Next Article
    સુરત ગુરુકુલમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ:165 વાનગીઓનો ધરાવાયો ભોગ, ગૌઆધારિત ખેતી અને અન્નનો બગાડ અટકાવવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment