Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિ.ના 19મા VC ડૉ. પૃથુલ દેસાઈએ ચાર્જ સંભાળ્યો:4 મહિના બાદ કાયમી કુલપતિ મળ્યા, કહ્યું- A+માંથી A++ ગ્રેડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક; પરિણામ વહેલું કરવા પ્રયાસ કરાશે

    16 hours ago

    ગુજરાત યુનિવર્સિટીના 19માં કુલપતિ તરીકે ડૉ. પૃથુલ દેસાઈએ આજે (8 નવેમ્બર) વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાનો 30 જૂનના કાર્યકાળ પૂર્ણ થયો હતો. જે બાદ કાયમી કુલપતિની નિમણૂક ન થાય ત્યાં સુધી ડૉ. જગદીશ જોશીને ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવ્યા હતા. જો કે હવે સરકારે સુરતની પી. ટી. સાર્વજનિક સાયન્સ કોલેજના આચાર્ય અને ફિઝિક્સના સિનિયર અધ્યાપક ડૉ. પૃથુલ દેસાઈની પાંચ વર્ષની ટર્મ માટે નિમણૂક કરવામાં આવી હતી. આજે રવિવાર હોવા છતાં કુલપતિ તરીકે ડૉ. પૃથુલ દેસાઈએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. એટલે કે અંદાજે ચાર મહિના બાદ સરકારે RSS સાથે સંકળાયેલા વધુ એકની યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમણૂક કરી છે. યુનિવર્સિટીના રેકિંગ વધારવા આગળ વધીશુંઃ ડૉ.પૃથુલ દેસાઈ ચાર્જ સાંભળ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પૃથુલ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતી યુનિવર્સિટી અત્યારે A+ ગ્રેડ ધરાવે છે, જો કે મારી પ્રાથમિકતા છે કે તેને A++ સુધી લઈ જવી છે. એકેડેમિક પર ધ્યાન આપવું જોઈએ કે પછી તેને અપગ્રેડ કરવું જોઈએ તેના પર પ્રાથમિક રહેશે. રેન્કિંગ વધારવા માટે ઘણા બધા પાસા છે, જેથી તેને ધ્યાનમાં રાખીને આગળ વધીશું. GCAS મારફતે જે પણ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે તે ટ્રાન્સપરન્ટ હોય અને મેરીટના આધારે જ પ્રવેશ આપવામાં આવે તે મારી પ્રાથમિકતા છે. 'પ્રવેશ, પરીક્ષા અને પરિણામના સુધારાને પ્રાથમિકતા આપીશું' વધુમાં જણાવ્યું કે પરીક્ષા લીધા બાદ તેના પરિણામ પણ જલ્દી જાહેર થઈ જાય તેના પર પણ વધારે ધ્યાન આપીશું. જે પણ પરિણામ બને છે તેમાં બધી જ તકેદારી સાથે કામગીરી કરવામાં આવશે. કોઈપણ વિદ્યાર્થીને વધુ માર્ક્સ ન મળી જાય કે કોઈ વિદ્યાર્થીને ઓછા માર્ક્સ ન મળી જાય તેનું ધ્યાન રાખવામાં આવશે. સમયસર પરિણામ જાહેર ન થાય તો વિદ્યાર્થીને આગળ અભ્યાસ કરવામાં મુશ્કેલી થતી હોય છે, જેથી પરિણામ વહેલું જાહેર થાય તે સૌથી પહેલી પ્રાથમિકતા છે. યુનિવર્સિટી સ્ટાફ દ્વારા ભવ્ય સ્વાગત ગુજરાત યુનિવર્સિટીમાં ડૉ. નીરજા ગુપ્તાની પ્રથમ મહિલા કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જે 30 જૂનના પૂર્ણ થઈ હતી. પરંતુ નીરજા ગુપ્તાનો કાર્યકાળ પૂર્ણ થયો ત્યારે નવા કાયમી કુલપતિની નિમણૂક થઈ નહોતી, જેથી સરકાર દ્વારા કાયમી કુલપતિ માટેની પ્રક્રિયા પૂર્ણ ન થાય અને નવા કાયમી કુલપતિની જાહેરાત ન થાય ત્યાં સુધી ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવી હતા. જેથી છેલ્લા ચાર મહિનાથી ગુજરાત યુનિવર્સિટીનો સમગ્ર વહીવટ ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશી દ્વારા ચલાવવામાં આવતો હતો. હવે કાયમી કુલપતિ તરીકે ડૉ. પૃથુલ દેસાઈની નિમણૂક થતા દિવાળીના દિવસે જ શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો હતો. જે દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા તેમનું સ્વાગત કરી મોઢું મીઠું પણ કરાવવામાં આવ્યું હતું. 14થી વર્ષથી વધુનો પ્રિન્સિપાલ તરીકેનો અનુભવ ડૉ.પૃથુલ રમેશ દેસાઈ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે 31થી વધુ વર્ષોનો શૈક્ષણિક અને 14થી વધુ વર્ષોનો પ્રિન્સિપાલ તરીકેનો ખૂબ લાંબો અનુભવ ધરાવતા વરિષ્ઠ એકેડેમિક એડમિનિસ્ટ્રેટર અને ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર છે. તેઓ શૈક્ષણિક નેતૃત્વ, સંસ્થાકીય ગવર્નન્સ, અભ્યાસક્રમ વિકાસ, NAAC એક્રેડિટેશન, ગુણવત્તા સુધારણા, સંશોધન અને NEP-આધારિત શૈક્ષણિક સુધારાઓમાં નિપુણતા પણ છે. આ પણ વાંચો… પૃથુલ દેસાઈ બન્યા ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ, RSS સાથે સંકળાયેલા વધુ એકની યુનિવર્સિટીના વડા તરીકે વરણી
    Click here to Read More
    Previous Article
    ગોધરા સિવિલમાં અકસ્માત અને મારામારીના 38થી વધુ દર્દી:દિવાળી અને નવા વર્ષના કાઉન્ટડાઉન વચ્ચે 30થી વધુ અકસ્માતના ઘાયલ અને મારામારીના 8 દર્દી દાખલ
    Next Article
    કચ્છના સાંસદે BSF જવાનો સાથે દિવાળી ઉજવી:90 BOP સુધી પહોંચાડાઈ 500 કિલો મીઠાઈ,પરિવારથી દૂર દેશની સુરક્ષામાં તૈનાત જવાનોને દિવાળીએ અપાયો અપનાપણાનો અહેસાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment