Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ગુરુકુલમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ:165 વાનગીઓનો ધરાવાયો ભોગ, ગૌઆધારિત ખેતી અને અન્નનો બગાડ અટકાવવા અપીલ

    16 hours ago

    દિવાળી પૂર્વે ખેતરોમાં તૈયાર થયેલું નવું ધાન્ય સૌપ્રથમ ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરવાની હિન્દુ ધર્મની પવિત્ર અને પ્રાચીન પરંપરા અનુસાર સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય પ્રસંગે ગુરુકુલના 12 જેટલા સંતોએ સતત ત્રણ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક અને ભારે મહેનત કરીને તૈયાર કરેલી 165થી વધુ વિવિધ વાનગીઓ ભગવાન સમક્ષ અર્પણ કરી હતી. લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ અને ઘનશ્યામ મહારાજ સમક્ષ આ તમામ વાનગીઓની આકર્ષક અને સુંદર ગોઠવણી કરવામાં આવી હતી. અન્નનો બગાડ અટકાવવા અને કૃતજ્ઞતા દાખવવાનો ઉપદેશ અન્નકૂટના આ પાવન અવસરે સંબોધન કરતાં શ્રી પ્રભુ સ્વામીએ અન્નનું આધ્યાત્મિક અને વ્યવહારિક મહાત્મ્ય શ્રદ્ધાળુઓને સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભગવાને આપણને પોષણ આપતું અન્ન આપ્યું છે, તેથી દરરોજ ભોજન ગ્રહણ કરતાં પહેલાં ભગવાનનો આભાર માની કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. સ્વસ્થ શરીર જ મનુષ્ય માટે જીવનના તમામ પુરુષાર્થ અને સફળતા મેળવવાનું મુખ્ય સાધન છે અને તેનું પોષણ અન્ન દ્વારા થાય છે. આથી જ, ખોરાકનો જરાય બગાડ ન થાય તેની કાળજી રાખવી દરેક નાગરિકની નૈતિક ફરજ છે. ગૌઆધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને આહ્વાન પ્રભુ સ્વામીએ ખેડૂતોને રાસાયણિક ખાતરો અને દવાઓનો વપરાશ ઘટાડીને ઓર્ગેનિક તેમજ ગૌઆધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા આગ્રહભરી વિનંતી કરી હતી. ગૌઆધારિત ખેતીથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે છે. શુદ્ધ અને વિષમુક્ત અન્નનું ઉત્પાદન થવાથી સમાજમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઘટે છે, લોકોનું સ્વાસ્થ્ય જળવાય છે અને આરોગ્ય પાછળ થતો મોટો આર્થિક ખર્ચ પણ બચી શકે છે. કીર્તન અને આરતી સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું અન્નકૂટ દર્શન દરમિયાન ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ ભગવાન સમક્ષ થાળ કીર્તનના વિવિધ પદોનું ગાન કરી સમગ્ર ગુરુકુલ પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. કાર્યક્રમના અંતે પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી હતી. સુરત અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા હરિભક્તોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વેડરોડ ગુરુકુલ ખાતે યોજાયેલા આ મહોત્સવે ઈશ્વર પ્રત્યે આભાર વ્યક્ત કરવાની સાથે અન્ન સુરક્ષા, પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતીનો અનોખો સંદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કચ્છના સાંસદે BSF જવાનો સાથે દિવાળી ઉજવી:90 BOP સુધી પહોંચાડાઈ 500 કિલો મીઠાઈ,પરિવારથી દૂર દેશની સુરક્ષામાં તૈનાત જવાનોને દિવાળીએ અપાયો અપનાપણાનો અહેસાસ
    Next Article
    અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સમૂહ ચોપડા પૂજન કરાયું:1500થી વધુ મહિલા અને પુરુષ ભક્તોએ ચોપડાની સાથે લેપટોપ અને ટેબ્લેટનું પણ પૂજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment