Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સમૂહ ચોપડા પૂજન કરાયું:1500થી વધુ મહિલા અને પુરુષ ભક્તોએ ચોપડાની સાથે લેપટોપ અને ટેબ્લેટનું પણ પૂજન કર્યું

    21 hours ago

    વડોદરા શહેરના અટલાદરા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આજે દિવાળીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ સમૂહ શારદા (ચોપડા) પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યે મંદિરના યજ્ઞપુરુષ સભા ગૃહમાં ધાર્મિક વિધિ-વિધાન સાથે શારદા પૂજન યજ્ઞ કરવામાં આવ્યું હતું. હરિભક્તોએ લેપટોપ અને ટેબ્લેટનું પણ પૂજન કર્યું હતું. આ સમૂહ શારદા પૂજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાશે. અંદાજે 1500થી વધુ મહિલા અને પુરુષ ભક્તો આ ધાર્મિક પ્રસંગમાં સહભાગી બની માતા શારદાની આરાધના કરી હતી અને નવા ચોપડાનું પૂજન કર્યું હતું. દિવાળીના શુભ અવસરે નવા વર્ષના પ્રારંભ સાથે વ્યવસાયમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલકામના સાથે ભક્તો દ્વારા શારદા પૂજન કરવામાં કર્યું હતું. અટલાદરા સ્વામી નારાયણ મંદિરના સંત વિવેકનિષ્ઠ સ્વામીએ જણાવ્યું હતું કે, વહેલી સવારે 8:30 વાગ્યે 1500 કરતાં વધુ હરિભક્તો શારદા પૂજન અને ચોપડા પૂજનમાં જોડાયા છે. તેમાં સમગ્ર વર્ષ દરમિયાન હિસાબ-કિતાબ થશે. વિશેષતા એ છે કે આજના ટેક્નોલોજીના યુગમાં ચોપડાની સાથે-સાથે ઘણા હરિભક્તો લેપટોપ અને ટેબ્લેટ પણ પૂજન માટે લઈને આવ્યા છે. રવિ સભા પછી આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સાંજે રવિ સભા પછી આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. તેમજ બેસતા વર્ષના દિવસે વહેલી સવારે 6થી 7 દરમિયાન 2000 કરતાં વધારે હરિભક્તો મહાપૂજા વિધિથી નૂતન વર્ષનો મંગલ પ્રારંભ કરશે. બેસતા વર્ષના દિવસે સવારે 9 વાગ્યે અન્નકૂટની આરતીનો લાભ મળશે. જેમાં ઠાકોરજી સમક્ષ 1200થી વધારે ભવ્ય વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવશે. તેઓએ વધુમાં કહ્યું કે, વડોદરાના આપણા અટલાદરા મંદિરનો અન્નકૂટ ખૂબ જ દર્શનીય અને ભવ્ય હોય છે, જેને કારણે સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકજનો અને હરિભક્તો દર્શનાર્થે પધારે છે. આ તમામ વાનગીઓ કોઈ પ્રોફેશનલ કારીગરો કે કેટરિંગ સર્વિસવાળા દ્વારા નહીં, પરંતુ આપણા મહિલા મંડળ, બાલિકા મંડળ, યુવતી મંડળ અને હરિભક્તો દ્વારા છેલ્લા 15 દિવસથી ખૂબ જ ભક્તિભાવપૂર્વક ભગવાનને અર્પણ કરવા માટે તૈયાર કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત ગુરુકુલમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ:165 વાનગીઓનો ધરાવાયો ભોગ, ગૌઆધારિત ખેતી અને અન્નનો બગાડ અટકાવવા અપીલ
    Next Article
    Ahmedabad Flower Market Diwali 2026 | દિવાળીમાં ફૂલોની મહેક બની મોંઘી | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment