Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:BSF કેમ્પસમાં મહિલા જવાનો માટે 40 બેડની આધુનિક બેરેકનું નિર્માણ થશે

    8 hours ago

    ગાંધીનગર ખાતે આવેલા BSF કેમ્પસમાં મહિલા કર્મચારીઓની સુવિધા વધારવા માટે એક મહત્વની યોજના તૈયાર કરવામાં આવી છે. અહીં 54 બટાલિયનના વિસ્તારમાં ખાસ કરીને મહિલા જવાનો માટે 40 બેડની સુવિધા ધરાવતી બેરેક બનાવવામાં આવશે. અત્યાર સુધી મહિલા જવાનો માટે મર્યાદિત વ્યવસ્થા હતી, જે હવે આ નવા બાંધકામથી વધુ સારી અને આધુનિક બનશે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ ભારત સરકાર આશરે 3,14,49,861 રૂપિયાનો ખર્ચ કરશે. જેમાં સિવિલ અને ઈલેક્ટ્રિકલ એમ બંને પ્રકારના કામોનો સમાવેશ થાય છે. આ બેરેકનું નિર્માણ એ રીતે કરવામાં આવશે કે જેથી મહિલા જવાનોને રહેવા માટે પૂરતી જગ્યા અને તમામ પાયાની સગવડો મળી રહે. આ આવાસ યોજનાને કારણે ફરજ બજાવતી મહિલાઓની સુખાકારીમાં વધારો થશે. આ કામગીરી માટે 365 દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે એક વર્ષની અંદર આ 40 બેડની બેરેક તૈયાર થઈ જશે. આ માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બાંધકામની ગુણવત્તા જળવાય તે માટે ખાસ દેખરેખ રાખવામાં આવશે. આ નવી સુવિધાથી કેમ્પસમાં રહેતી મહિલા જવાનોને પોતાની શિફ્ટ પછી આરામ કરવા માટે ઉત્તમ સ્થાન મળી રહેશે. સરકારના આ પગલાથી સુરક્ષા દળોમાં જોડાતી મહિલાઓ માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું થશે
    Click here to Read More
    Previous Article
    નવા વાહનોની ખરીદીમાં ઈ-વીને પ્રધાન્ય આપશે:100 ડીઝલ વાહન CNGમાં તબદીલ કરી ઇંધણની ખપત ઘટાડવાનો પાલિકાનો પ્લાન
    Next Article
    પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય:મોરબીમાં રવાપર-ઘુનડા રોડની કામગીરી‎ અને રિનોવેશન માટે બે દિવસ પાણીકાપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment