Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા વાહનોની ખરીદીમાં ઈ-વીને પ્રધાન્ય આપશે:100 ડીઝલ વાહન CNGમાં તબદીલ કરી ઇંધણની ખપત ઘટાડવાનો પાલિકાનો પ્લાન

    8 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વડોદરાની મુલાકાત દરમિયાન નાગરિકોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ પર્યાવરણલક્ષી આહવાનને પગલે પાલિકાએ 100 ડીઝલથી ચાલતા વાહનોને સીએનજી ગેસથી ચાલે તેમાં તબદીલ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ પાલિકા દ્વારા જ્યારે નવા વાહનોની ખરીદી કરવામાં આવશે ત્યારે તે ઇલેક્ટ્રિક વાહનો જ ખરીદશે તેવું પણ આયોજન અને નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકા પોતાના હસ્તકના 100 જેટલા વર્તમાન ડીઝલ સંચાલિત વાહનોને વડોદરા ગેસ લિમિટેડના સહયોગથી સીએનજી ઇંધણથી ચાલી શકે તે રીતે તબદીલ કરવાની પ્રક્રિયામાં જોતરાઇ છે. એટલું જ નહીં પરંતુ આ પ્રક્રિયા વધુ ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. જો કે પાલિકાના આ ક્રાંતિકારી પગલાથી શહેરની કાર્બન ફૂટપ્રિન્ટમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભવિષ્યના ટકાઉ વિકાસને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર પાલિકાએ વાહનોની નવી ખરીદી માટેની પોલિસીમાં મોટો અને ધરખમ ફેરફાર કર્યો છે. હવે પછી પાલિકા દ્વારા જે પણ નવા વાહનોની ખરીદી કરવામાં આવશે, તેમાં ઇલેક્ટ્રિક અને સીએનજી સંચાલિત વાહનો પર જ વિશેષ ભાર મૂકી તેની જ ખરીદી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, પ્રાથમિક રીતે અધિકારીઓ અને પદાધિકારીઓએ વાહન શેર કરવાની ઘોષણા કરી હતી. જો કે હવે અધિકારીઓ અને પદાધિકારીઓ માટે પણ ઇલેક્ટ્રિક વાહનો ભાડે લેવાની કાર્યવાહી વડોદરા મહાનગર પાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. મે માસના અંત સુધી 40 ઈ-બસો વડોદરા આવશે વડાપ્રધાનની અપીલથી પ્રેરાઇ સાંસદ ડૉ.હેમાંગ જોષીએ 21મીનો અમેરિકાનો પ્રવાસ રદ કરી દીધો વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી 21 તારીખે અમેરિકામાં ગુજરાતી સમાજને સંબોધવાના હતા. વડાપ્રધાને વિદેશ પ્રવાસ ટાળવાની જાહેર અપીલ કરતા તેનાથી પ્રેરાઈને સાંસદે અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે. તદુપરાંત યુવા મોરચાના કાર્યક્રમમાં પણ તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ જેમાં રેલ્વે અને બસનો ઉપયોગ કરશે જાહેરાત કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઘમાસાણ:BCAની કેરટેકર બોડી રોજિંદા વહીવટ માટે જ છે, છતાં બીપીએલ-2નું કરોડોનું આયોજન કર્યું
    Next Article
    આયોજન:BSF કેમ્પસમાં મહિલા જવાનો માટે 40 બેડની આધુનિક બેરેકનું નિર્માણ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment