Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય:મોરબીમાં રવાપર-ઘુનડા રોડની કામગીરી‎ અને રિનોવેશન માટે બે દિવસ પાણીકાપ

    8 hours ago

    મોરબી મહાનગરપાલિકાના વોટર વર્ક્સ શાખા દ્વારા શહેરમાં ચાલી રહેલા રવાપર-ઘુનડા રોડના કામ અને હેડવર્કસના રિનોવેશનને પગલે બે દિવસનો પાણી કાપ જાહેર કરવામાં આવ્યો હતો. આગામી તારીખ 14 અને 15 મેના રોજ રવાપર સહિતના અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. રોડની કામગીરીમાં અવરોધરૂપ બનતી મુખ્ય પાઇપલાઇન ખસેડવા અને ગૌશાળા હેડવર્કસના મેન્ટેનન્સ માટે આ કામગીરી અનિવાર્ય બની હતી. પાલિકા તંત્રએ પાણી કાપની અગાઉથી જાણ કરી શહેરીજનોને જરૂરી જથ્થાનો સંગ્રહ કરી સહકાર આપવા વિનંતી કરી હતી. મોરબીના રવાપર-ઘુનડા રોડ બનાવવાની કામગીરી અત્યારે પુરજોશમાં ચાલી રહી છે. આ નવો રોડ બનાવવા માટે વર્ષો જૂની મુખ્ય પાણીની પાઇપલાઇન નડતરરૂપ સાબિત થઈ રહી હતી. રોડનું લેવલિંગ અને કામ સુચારૂ રીતે આગળ વધે તે હેતુથી આ લાઇનને મૂળ જગ્યાએથી ખસેડીને અન્યત્ર શિફ્ટ કરવી જરૂરી હતી. આ જટિલ કામગીરી માટે તા. 14 મે થી 15 મે સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હોવાથી, આ બે દિવસ દરમિયાન રવાપર પંથકના તમામ રહેણાંક વિસ્તારોમાં નળ વાટે પાણી મળશે નહીં. રોડના કામની સાથે જ ગૌશાળા હેડવર્કસ ખાતે આવેલા 43 MLD કેપેસિટીના પ્લાન્ટમાં રિનોવેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. લાંબા સમયથી બાકી રહેલા મેન્ટેનન્સ અને મશીનરીના કામો પણ આ જ બે દિવસ દરમિયાન પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. આ હેડવર્કસના કામને લીધે તેની સાથે જોડાયેલા સુરજ બાગ, દરબાર ગઢ અને રણછોડ નગર જેવા જુના શહેરના વિસ્તારોમાં પણ પાણી પુરવઠો ખોરવાશે. વોટર વર્ક્સ શાખાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વિકાસલક્ષી કામો માટે આ પાણી કાપ અનિવાર્ય છે. ઉનાળાની સિઝન હોવાથી લોકોને હાલાકી ન પડે તે માટે તંત્રએ બે દિવસ અગાઉ જ જાહેરાત કરી છે.
    Click here to Read More
    Previous Article
    આયોજન:BSF કેમ્પસમાં મહિલા જવાનો માટે 40 બેડની આધુનિક બેરેકનું નિર્માણ થશે
    Next Article
    LIVE: Kerala To Get New Chief Minister Today After Days Of UDF Deadlock

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment