Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BRTS બસે ટુ-વ્હીલર ચાલકને અડફેટે લીધી, CCTV:રોડ ક્રોસ કરતી વખતે મહિલાથી બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો, મહિલાને માથામાં ઈજા

    6 hours ago

    રાજકોટ શહેરમાં ફરી એકવાર સિટી બસ સાથે અકસ્માતની ઘટના સામે આવી છે. ગત 10 નવેમ્બરના રોજ બપોરે આશરે ત્રણ વાગ્યાના સુમારે આજીડેમથી પરાપીપળીયા રૂટ પર જતી સિટી બસ જ્યારે ચુનારાવાડ ચોક નજીક પહોંચી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સામેની તરફથી રોડ ક્રોસ કરી રહેલા ટુ-વ્હીલર ચાલક મહિલાથી સમયસર બ્રેક ન લાગતા તેમનું વાહન સિટી બસ સાથે અથડાયું હતું. આ ટક્કરમાં મહિલા નીચે પટકાતા તેમને માથાના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ સ્થળ પર લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું, પરંતુ મહિલાને ગંભીર ઈજા ન થઈ હોવાથી પ્રાથમિક સારવાર બાદ મામલો શાંત પડ્યો હતો. CCTV ફૂટેજમાં બસ ચાલકનો વાંક નથી આ ઘટના અંગે સમગ્ર હકીકત સ્પષ્ટ કરતાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ રાજપથ લિમિટેડના મેનેજર પરેશ અઢીયાએ જણાવ્યું હતું કે, બપોરે ૩ વાગ્યાની આસપાસ ડ્રાઇવર રમેશભાઈ સોલંકી બસ લઈને પોતાના નિયત રૂટ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક સામેથી ટુ-વ્હીલર સવાર મહિલા રોડ ક્રોસ કરવા જતાં બસની અડફેટે આવી ગયા હતા. ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં સ્પષ્ટ જણાય છે કે તેમાં સિટી બસ ડ્રાઇવરનો કોઈ વાંક નહોતો. અકસ્માત સામાન્ય હોવાને કારણે ઈજાગ્રસ્ત ટુ-વ્હીલર ચાલક મહિલા દ્વારા આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો:બાઇક સવાર હુમલાખોરોએ CRPF જવાનો પર ગોળીબાર કર્યો, 2 ઘાયલ
    Next Article
    દિવાળી તહેવારમાં બોટાદમાં પ્રેમીપંખીડાનો આપઘાત:ગઢડાના કાળુભાર ડેમમાં તરતી લાશો મળી, અપરિણીત શખસ સાથે 2 સંતાનની માતાને પ્રેમ હતો, આપઘાતનું પગલું ભરતા પહેલાં યુવકે છેલ્લે ભાઈને ફોન કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment