Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો:બાઇક સવાર હુમલાખોરોએ CRPF જવાનો પર ગોળીબાર કર્યો, 2 ઘાયલ

    7 hours ago

    જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે બાઇક પર સવાર બે અજાણ્યા હુમલો કરનારાઓએ CRPFના અખરાન કેમ્પ પર નાકા ડ્યુટી પર તૈનાત જવાનો પર ગોળીબાર કર્યો. ઘટના લગભગ 2:15 વાગ્યાની છે. જેમાં બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે. તેમને અનંતનાગની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ગોળીબાર બાદ હુમલો કરનારાઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા. આ ઘટના પછી વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષાદળો હુમલો કરનારાઓની શોધખોળમાં લાગેલા છે. હુમલા પછીની 2 તસવીરો… કુલગામમાં અગાઉ પણ CRPF પર હુમલો થયો છે કુલગામ દક્ષિણ કાશ્મીરનો સંવેદનશીલ વિસ્તાર છે. અહીં સૌથી વધુ આતંકી ગતિવિધિઓ થાય છે. આ શ્રીનગરથી લગભગ 70-75 કિલોમીટર દૂર છે. કુલગામ, અનંતનાગ અને શોપિયાં સાથે તે વિસ્તારનો ભાગ છે, જ્યાં અગાઉ પણ આતંકી ગતિવિધિઓ થતી રહી છે. 4 દિવસ પહેલા આતંકીઓના 2 મદદનીશ ઝડપાયા, મહિલાઓને બનાવતા હતા નિશાન જમ્મુ-કાશ્મીર પોલીસે શ્રીનગરથી આતંકીઓને મદદ કરનાર બે શખ્સોની ધરપકડ કરી હતી. આ લોકો આતંકી મોડ્યુલ દ્વારા મહિલાઓને નિશાન બનાવતા હતા અને અલગતાવાદી વિચારધારા તથા પ્રચારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    चीन में लगातार 8 घंटे अपनी टेस्ला कार धोता रहा शख्स, VIDEO वायरल होते बोला- इतना मजा आया वक्त का पता नहीं चला
    Next Article
    BRTS બસે ટુ-વ્હીલર ચાલકને અડફેટે લીધી, CCTV:રોડ ક્રોસ કરતી વખતે મહિલાથી બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો, મહિલાને માથામાં ઈજા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment