Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતા ટિકિટ લેવા ગઈ મુકબધિર બાળક એકલો બસમાં ચડી ગયો:અંધજન મંડળ BRTS સ્ટેન્ડથી ચંડોળા BRTS સ્ટેન્ડ પહોંચી ગયો, CCTV સિક્યુરિટી એજન્સીની સતર્કતાથી માતા-પિતા સાથે મિલન થયું

    15 hours ago

    શહેરના અંધજન મંડળ BRTS સ્ટેશન પરથી ગુમ થયેલા 6 વર્ષીય મુકબધિર બાળકને CCTV અને સિક્યુરિટી એજન્સીની સતર્કતાથી માતા પિતા સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. બાળક ભૂલથી તેની માતા વિના બસમાં બેસી ગયું હતું. ત્યારે માતાએ તાત્કાલિક CCTV કંટ્રોલરૂમ અને સિક્યુરિટી એજન્સીને જાણ કરતા ગ્રુપમાં બાળકનો ફોટો મોકલવામાં આવ્યો હતો દરમિયાનમાં ચંડોળા તળાવ ખાતે બાળક એકલો બસમાં હોવાની જાણ થતા ડ્રાઇવર દ્વારા બસ સ્ટેન્ડ ખાતે સિક્યુરિટી ને સોંપી દેવામાં આવ્યો હતો ત્યારે બાળક ચંડોળા ખાતે હોવાની જાણ થતા માતા-પિતા ત્યાં પહોંચ્યા હતા અને બાળકને સહી સલામત સોંપવામાં આવ્યો હતો. બાળકનો ફોટો BRTSના વોટ્સગ્રુપમાં શેર કર્યો બાળકના પિતાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પત્ની અંધજન મંડળથી છ વર્ષીય મૂકબધીર બાળકને લઈને અંધજન મંડળ BRTS સ્ટેશનથી નરોડા ખાતે ઘરે આવવા માટે નીકળ્યા હતા. બાળકનો બસનો પાસ હતો અને મારા પત્ની ટિકિટ લેવા માટે ગયા તે દરમિયાનમાં બાળક દરરોજની જેમ બસમાં જવાનું છે. તેમ માની અને તેની માતા આવે તેની પહેલા બસમાં જતો રહ્યો હતો. દરમિયાનમાં બાળક ન દેખા ટિકિટિંગ સ્ટાફ દ્વારા બાળક ગુમ થયાની જાણ CCCને કરવામાં આવી હતી. બાળક બોલી શકતો ન હોવાથી તાત્કાલિક તેનો ફોટોગ્રાફ મેળવી સંબંધિત BRTS WhatsApp ગ્રુપમાં શેર કરવામાં આવ્યો હતો અને રૂટ પરના CCTV કેમેરાનું લાઈવ મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ચંડોળા BRTS સ્ટેન્ડ પર બાળકને સિક્યુરિટીને સોંપાયો CCTV તપાસ દરમિયાન બાળક CA 23 નંબરની બસમાં રૂટ નંબર 12 પર રબારી કોલોની તરફ જતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ AVLS દ્વારા બસનું ટ્રેકિંગ કરી સંબંધિત BRTS સ્ટેશનને એલર્ટ કરવામાં આવ્યા હતા. દરમિયાનમાં બસમાં બાળક એકલો હતો જેથી મુસાફરોએ આ બાબતે ડ્રાઈવરને જાણ કરી હતી અને ડ્રાઈવર દ્વારા ચંડોળા તળાવ ખાતે બસ ઉભી રાખી અને BRTS બસ સ્ટેન્ડ પર હાજર સિક્યુરિટી સ્ટાફને સોંપ્યો હતો. માતા-પિતા સાથે બાળકનું મિલન થયું આ દરમિયાન ચંડોળા તળાવ ખાતે આવેલા BRTS વર્કશોપ ખાતે સુરક્ષિત હોવાની જાણ થઈ હતી. જેથી બાળકના માતા પિતા ત્યાં પહોંચ્યા હતા અને બાળકને હેમખેમ પરત સોંપ્યો હતો. BRTSના ઝડપી પ્રતિસાદ, CCTV મોનિટરિંગ, AVLS ટ્રેકિંગ અને ટીમના સંકલિત પ્રયાસોથી બાળકને સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. બાળકના પિતાએ BRTS સ્ટાફની આ સરાહનીય અને માનવતાભરી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હવે મોલ, રેસ્ટોરન્ટ-હોટલ, કાફે, દુકાનો 24 કલાક ખુલ્લા રાખી શકાશે:પોલીસ સહિતની ઓથોરિટી બંધ કરાવી શકશે નહીં, ગુજરાત વિધાનસભામાં સુધારા વિધેયક પસાર
    Next Article
    ગુજરાત યુનિવર્સિટીમાં કોસ્ટલ સિક્યોરિટી પર 900થી વધુ નિષ્ણાતો-શોધકર્તાઓની નેશનલ કોન્ફરન્સ:નિત્યાનંદ રાયે કહ્યું-વિરોધી યુવાનોને નશીલા પદાર્થ આપીને દિશા ભટકાવવાનું કામ કરે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment