Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BRICSમાં મોદીએ કહ્યું- અમે કોઈની વિરુદ્ધ નથી:જિનપિંગ-પુતિન ભારત મંડપમમાં હાજર; ઈરાન, સાઉદી-UAE વચ્ચે મતભેદો હોવા છતાં સંયુક્ત નિવેદન પર સહમતિ સધાઈ

    15 hours ago

    નવી દિલ્હીના ભારત મંડપમમાં યોજાઈ રહેલા સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત BRICS દેશોના નેતાઓ હાજર રહ્યા. BRICS સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે BRICSમાં બનેલી એકતા અને સહમતિને વૈશ્વિક મંચ પર નક્કર પરિણામોમાં બદલવામાં આવે. મોદીએ કહ્યું કે આગામી 20 વર્ષ માટે BRICSને એક નવો અને મહત્વાકાંક્ષી એજન્ડા તૈયાર કરવો પડશે. તેમણે કહ્યું કે તેની શરૂઆત BRICSના પોતાના કાર્ય કરવાની રીતથી કરવી પડશે. સાથે જ, BRICSને મજબૂત કરવાની સાથે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની દિશા પણ નક્કી કરવી પડશે. PM મોદીઅ કહ્યું કે BRICS કોઈના વિરુદ્ધ નથી, પરંતુ બધાને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર પણ હાજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS સમિટમાં તમામ નેતાઓનું ભારતમાં સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે ભારતની BRICS અધ્યક્ષતાનું ધ્યાન સામાન્ય લોકો અને માનવતાને સૌથી આગળ રાખવા પર રહ્યું છે. BRICS દેશોએ સંયુક્ત નિવેદન બહાર પાડવા પર સહમતિ સાધી લીધી છે. આ સહમતિ એવા સમયે બની છે, જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ ચાલુ છે. ઈરાન, સાઉદી અરેબિયા અને UAE જેવા સભ્ય દેશોના ઘણા મુદ્દાઓ પર અલગ-અલગ વલણ છે. ભારતે વાતચીત દ્વારા આ મતભેદો વચ્ચે સર્વસંમતિ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સંયુક્ત નિવેદન આજે જાહેર કરવામાં આવશે. શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારત આવ્યા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારત આવ્યા છે. પાલમ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યું. વર્ષ 2020માં ગલવાનમાં થયેલી અથડામણ બાદ ભારતની આ તેમની પ્રથમ મુલાકાત છે. તેઓ નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેશે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનું એર ચાઇનાનું વિમાન પાલમ એરપોર્ટ પર ઉતર્યું છે. ચીનની ત્રીજી સૌથી મોટી એરલાઇન ચાઇના સધર્ન 6 વર્ષ પછી ભારત માટે સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ કરશે. 21 સપ્ટેમ્બરથી ગુઆંગઝુ-દિલ્હી રૂટ પર દરરોજ એક ફ્લાઇટ ચાલશે. આ સેવા એવા સમયે ફરી શરુ થઈ રહી છે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS સમિટમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા છે. 15 જૂન 2020ના રોજ ગલવાન અથડામણ પછી ભારત-ચીન સંબંધોમાં તણાવ વધ્યો, પરંતુ વેપાર અટક્યો નહીં. 2020-21માં ચીનથી ભારતની આયાત લગભગ 65 અબજ ડોલર હતી, જે 2025-26 માં વધીને 132 અબજ ડોલરથી વધુ થઈ ગઈ. એટલે કે ગલવાન અથડામણ પછી ચીનથી આયાત બમણી થઈ ગઈ છે. ચાઇના સધર્ન ભારત માટે સીધી ફ્લાઇટ સેવા ફરી શરુ કરનારી ત્રીજી મોટી ચીની એરલાઇન હશે. એર ચાઇનાએ એપ્રિલમાં લગભગ 6 વર્ષ પછી બેઇજિંગ-દિલ્હી ફ્લાઇટ શરૂ કરી હતી. ચાઇના ઇસ્ટર્ને 18 એપ્રિલથી કુનમિંગ-કોલકાતા સેવા ફરી શરુ કરી હતી. તેણે નવેમ્બર 2025માં શાંઘાઈ-દિલ્હી ફ્લાઇટ પણ ફરી શરૂ કરી હતી. કોરોના મહામારી અને 2020ની ગલવાન અથડામણ પછી ભારત-ચીન વચ્ચેની સીધી હવાઈ સેવાઓ લાંબા સમય સુધી અસર રહી હતી. હવે બંને દેશો વચ્ચે હવાઈ સંપર્ક ધીમે ધીમે ફરી શરુ થઈ રહ્યો છે. BRICS સમિટ શનિવારથી નવી દિલ્હીમાં શરૂ થવા જઈ રહી છે. ભારતમાં યોજાનાર BRICS સમિટમાં 10 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકસાથે જોવા મળશે. આ ત્રણેય નેતાઓ આ પહેલા 2016માં ગોવામાં યોજાયેલા BRICS સમિટમાં એકસાથે સામેલ થયા હતા. વિયેતનામના વડાપ્રધાન લે મિન્હ હંગ BRICS સમિટ 2026માં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા છે. સમિટમાં BRICSના 11 સભ્ય દેશો ઉપરાંત 10 ભાગીદાર દેશોના નેતાઓ પણ સામેલ થશે. BRICSની તાકાતને માત્ર સભ્ય દેશોની સંખ્યાથી જ નહીં, પરંતુ તેમની વસ્તી અને અર્થતંત્રથી પણ સમજી શકાય છે. 11 સભ્ય દેશોમાં દુનિયાની લગભગ 49.5% વસ્તી રહે છે. એટલે કે દુનિયાના લગભગ દર બેમાંથી એક વ્યક્તિ BRICS દેશોમાં રહે છે. અર્થતંત્રની વાત કરીએ તો PPP એટલે કે ખરીદ શક્તિના આધારે BRICS દેશોનું કુલ અર્થતંત્ર દુનિયાનું લગભગ 39% છે. આ અમેરિકાના અર્થતંત્રની સરખામણીમાં લગભગ 3 ગણું છે. PM મોદી 4 વર્લ્ડ લીડર્સને મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેટલાક વિદેશી નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આજના દિવસની પળેપળની અપડેટ્સ માટે નીીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    મોહમ્મદ સિરાજ રણજી ટ્રોફી સિઝનમાં હૈદરાબાદનાં કેપ્ટન બન્યા:ચામા મિલિંદ ઉપકપ્તાન, 11 ઓક્ટોબરે ત્રિપુરા સામે પ્રથમ મુકાબલો
    Next Article
    પાટણમાં AI કોચિંગ ક્લાસ શરૂ:વિદ્યાર્થીઓ-યુવાનોને AI ક્ષેત્રે વ્યવહારુ તાલીમ અપાશે; દર શનિવારે વર્કશોપમાં 50થી વધુ યુવાનો જોડાશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment