Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં AI કોચિંગ ક્લાસ શરૂ:વિદ્યાર્થીઓ-યુવાનોને AI ક્ષેત્રે વ્યવહારુ તાલીમ અપાશે; દર શનિવારે વર્કશોપમાં 50થી વધુ યુવાનો જોડાશે

    6 hours ago

    પાટણના કસારવાડા-છીડીયા રોડ પર યમુના વાડી પાસે ડાયનેમિક કેરિયર એકેડમીમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કોચિંગ ક્લાસ શરૂ થયા છે. ડાયનેમિક ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. આ ક્લાસનો હેતુ પાટણ અને આસપાસના વિદ્યાર્થીઓ તેમજ લેઉવા પાટીદાર સમાજના યુવાનોને AI ક્ષેત્રે વ્યવહારુ તાલીમ આપવાનો છે. કાર્યક્રમની શરૂઆતમાં અરવિંદ પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું. ડાયનેમિક ફાઉન્ડેશન અમદાવાદના ટ્રસ્ટી બી. કે. પટેલે AI કોર્સ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું કે યુવાનોએ AI ના માત્ર યુઝર નહીં, પણ ક્રિએટર બનવું જોઈએ. એક વ્યક્તિ 100 લોકોને રોજગારી આપી શકે તેવા ક્રિએટર બનવાની જરૂર છે. તેમણે સફળતા માટે નિયમિતતા, સખત મહેનત અને સકારાત્મક વિચાર રાખવાની અપીલ કરી હતી. આ કોચિંગ ક્લાસમાં ચાર્મિસ મણિયાર ટ્રેનર તરીકે સેવા આપશે. આ તાલીમમાં વિદ્યાર્થીઓને AI અને તેના વિવિધ ટૂલ્સનો વ્યવહારુ ઉપયોગ શીખવવામાં આવશે. તેમને અભ્યાસ, સંશોધન, પ્રોજેક્ટ, પ્રેઝન્ટેશન અને કારકિર્દી વિકાસમાં AI ના યોગ્ય ઉપયોગ વિશે માર્ગદર્શન મળશે. આ AI વર્કશોપ દર શનિવારે યોજાશે, જેમાં હાલ 50થી વધુ યુવાનો તાલીમ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી સંજય પટેલ, પાટણ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિલીપ પટેલ, બિલ્ડિંગ ઓનર જિટેન્દ્ર પટેલ, પાટણ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ મિલન પટેલ, સંઘ પ્રચારક હાર્દિક પટેલ, શેઠ એમ. એન. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. ધનરાજ ઠક્કર અને એક્સપરિમેન્ટલ સ્કૂલના પ્રિન્સિપાલ ઝુંઝાર સિંહ સોઢા હાજર રહ્યા હતા. સંજય પટેલે કહ્યું કે આ એકેડમી શિક્ષણને ઊંચાઈ સુધી પહોંચાડવામાં મદદ કરશે. દિલીપ પટેલે સમાજના યુવાનોને આ એકેડમીમાંથી તાલીમનો લાભ લેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમનું વ્યવસ્થાપન ડાયનેમિક ફાઉન્ડેશન અમદાવાદના ટ્રસ્ટીઓ બી. કે. પટેલ અને દિક્ષિત પટેલ દ્વારા કરાયું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે મહેન્દ્ર પટેલ, હરેશ પટેલ, ભગા પટેલ અને પરેશ પટેલે મહેનત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    BRICSમાં મોદીએ કહ્યું- અમે કોઈની વિરુદ્ધ નથી:જિનપિંગ-પુતિન ભારત મંડપમમાં હાજર; ઈરાન, સાઉદી-UAE વચ્ચે મતભેદો હોવા છતાં સંયુક્ત નિવેદન પર સહમતિ સધાઈ
    Next Article
    વલસાડ મુસ્લિમ સમાજે સરકારી હોસ્પિટલને દવા-મેડિકલ સામગ્રી આપી:હોસ્પિટલ તંત્રની જરૂરિયાત પર સમાજના સભ્યોએ એકત્રિત કરી સહાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment