Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BRC, URC અને CRC કો-ઓર્ડિનેટર્સની ભરતી જાહેર:આજથી 25 મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે, આ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશો

    10 hours ago

    રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા BRC, URC અને CRC કો-ઓર્ડિનેટર્સની ભરતી માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયા અંતર્ગત આજથી ઓનલાઈન અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે. ઉમેદવારો 25 મેના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. મહત્તમ ઉંમર મર્યાદા 50 વર્ષ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ઉમેદવારોને અરજી માટે સત્તાવાર વેબસાઇટ www.ssagujarat.org પર જવાનું રહેશે. ભરતી માટે મહત્તમ ઉંમર મર્યાદા 50 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઓછામાં ઓછો 3થી 5 વર્ષનો અનુભવ જરૂરી વિભાગ દ્વારા લાયકાત અને અનુભવ અંગે પણ સ્પષ્ટ માપદંડ જાહેર કરાયા છે. BRC અને URC કો-ઓર્ડિનેટર માટે ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ હોવો ફરજિયાત રહેશે. જ્યારે CRC કો-ઓર્ડિનેટર માટે 3 વર્ષનો અનુભવ જરૂરી ગણાશે. શિક્ષણ ક્ષેત્રમાં લાંબા સમયથી ભરતીની રાહ જોતા શિક્ષકો અને શિક્ષણ સાથે જોડાયેલા કર્મચારીઓ માટે આ જાહેરાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાજ્યભરના શિક્ષણજગતમાં ભરતીને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલના ભાવવધારા પર જનતાનો મિશ્ર પ્રતિસાદ:પેટ્રોલના ભાવવધારાએ કોઈએ દર્શાવી લાચારી, તો કોઈએ કર્યો સરકારનો બચાવ
    Next Article
    ખેડૂતવાસ વિસ્તારમાં જુગાર રમતા 9 શકુનીઓ ઝડપાયા:શંકરના મંદિરની પાછળ જુગાર અડ્ડો ચાલતો હતો, 16 હજારનો મુદામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment