Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની 9 સપ્તાહ પ્રેગ્નેન્ટ 16 વર્ષની સગીરાને ગર્ભપાતની મંજૂરી:હાઈકોર્ટે કહ્યું- સગીર વયે માતૃત્વનો બોજ લાદવો માનસિક યાતના સમાન, બાળક જન્મે તો સરકાર જવાબદારી સંભાળે

    1 day ago

    ગુજરાત હાઈકોર્ટે રાજકોટ ગ્રામ્યના ધોરાજી તાલુકાની 16 વર્ષ અને 1 મહિનાની સગીર દુષ્કર્મ પીડિતાને 9 સપ્તાહના ગર્ભની ગર્ભપાત માટેની મંજૂરી આપી છે. પીડિતાના વાલી દ્વારા ગર્ભપાતની મંજૂરી માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં અરજદારે જણાવ્યું હતું કે, સગીરા એક દુષ્કર્મ પીડિતા છે અને તેને ગર્ભ રહી ગયો હોવાથી તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તથા તેના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને ગર્ભપાત માટે મંજૂરી અપાય. હાઈકોર્ટે સગીરાની તબીબી તપાસનો આદેશ આપ્યો હતો હાઈકોર્ટે કોર્ટે પીડિતાની શારીરિક-માનસિક સ્થિતિ અને ગર્ભપાતની શક્યતાઓ ચકાસવા તબીબી તપાસનો આદેશ આપ્યો હતો. GMERS મેડિકલ કોલેજ, જૂનાગઢના ગાયનેકોલોજિસ્ટ, સાયકિયાટ્રિસ્ટ, ફિઝિશિયન અને રેડિયોલોજિસ્ટની સમિતિએ પીડિતાની તપાસ કરી જણાવ્યું હતું કે, સગીરાને 9 સ્પાતાહ અને 1 દિવસનો ગર્ભ છે. તબીબોની પેનલે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે MTP એક્ટની માર્ગદર્શિકા અનુસાર સુરક્ષિત રીતે ગર્ભપાત કરી શકાય તેમ છે. સગીર વયે માતૃત્વનો બોજ લાદવો માનસિક યાતના સમાન ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, દુષ્કર્મના કારણે રહેલા અનિચ્છનીય ગર્ભને જન્મ આપવાની ફરજ પાડવી એ માનવ અધિકારો અને ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારનું હનન છે. સગીર વયે માતૃત્વનો બોજ લાદવો એ માનસિક યાતના સમાન છે. હાઈકોર્ટે GMERS મેડિકલ કોલેજ, જૂનાગઢ ખાતે યોગ્ય તબીબી સુવિધાઓ સાથે પીડિતાની ગર્ભપાતની પ્રક્રિયા ત્વરિત ધોરણે પ્રક્રિયા પૂરી કરવાનો આદેશ આપ્યો. ગર્ભના પેશીના સેમ્પલ DNA ટેસ્ટ માટે સોંપાશે જૂનાગઢ મેડિકલ કોલેજના સુપરિન્ટેન્ડેન્ટને આ કામગીરી માટે ત્રણ વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ, મનોચિકિત્સક, ફિઝિશિયન અને એનેસ્થેટિક સહિતના નિષ્ણાતોની ટીમ બનાવવાની સૂચના આપી. પીડિતા અથવા તેના વાલી તરફથી સર્જરીના જોખમ અંગે જરૂરી સંમતિપત્રક મેળવવાનું રહેશે. તપાસ અધિકારીને પુરાવા માટે ગર્ભના પેશીના નમૂના વૈજ્ઞાનિક પદ્ધતિથી DNA ટેસ્ટ માટે સોંપવાના રહેશે. બાળક જીવિત જન્મે તો રાજ્ય સરકાર તમામ જવાબદારી સંભાળશે જો બાળક જીવિત જન્મે તો હોસ્પિટલે બાળકને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવી જેથી તે સ્વસ્થ રીતે ઉછરી શકે. જો પીડિતા બાળકની જવાબદારી લેવા ન ઈચ્છે, તો રાજ્ય સરકાર અને તેની એજન્સીઓએ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, 2005 ની જોગવાઈઓ હેઠળ બાળકની તમામ જવાબદારી સંભાળવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    શહેર કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે 'હલ્લાબોલ':​"શરમ કરો... શરમ કરો... ભાજપ સરકાર શરમ કરો! રાજીનામું આપો... ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપો!", પૂતળા દહન વેળાએ પોલીસ સાથે ભારે ઝપાઝપી, 10થી વધુની અટકાયત
    Next Article
    HFCL Q1 Results: Telco Gear Maker Swings To Profit; Revenue Up Multifold On Data Centre Demand

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment