Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલના ભાવવધારા પર જનતાનો મિશ્ર પ્રતિસાદ:પેટ્રોલના ભાવવધારાએ કોઈએ દર્શાવી લાચારી, તો કોઈએ કર્યો સરકારનો બચાવ

    11 hours ago

    પેટ્રોલમાં આજે મધ્યરાત્રીથી થયેલા 3 રૂપિયાના ભાવવધારાને પગલે સામાન્ય જનતા અને વાહનચાલકોને મોંઘવારીના આ ડામ પર લોકો પોતાની આગવી શૈલીમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં ભાવનગરમાં પેટ્રોલમાં પ્રતિ લીટર 3.14 નો વધારો કરતા રૂપિયા 99.09 પહોંચ્યો છે જ્યારે ડીઝલમાં 3.09 વધારો કરતા 94.87 પહોંચ્યો હતો, આમ, ડીઝલ જૂનો ભાવ 91.78 હતો તે હવે નવો ભાવ 94.87 પહોંચ્યો છે જ્યારે પેટ્રોલ જૂનો ભાવ 96.10 હતો જે હવે નવો ભાવ 99.09 પહોંચ્યો હતો. ​'જૂના વાહનો એ મા-બાપ જેવા છે, એને કેમ છોડાય?' – હર્ષદભાઈ ​સરકારના નિર્ણયો સામે લાચારી વ્યક્ત કરતા સ્થાનિક નાગરિક હર્ષદભાઈએ જણાવ્યું હતું કે, 3 રૂપિયા વધ્યા હવે આમાં શું થાય, સરકાર જે કરે એ સાચું, આપણું કાંઈ હાલે નહીં. જ્યારે તેમને વડાપ્રધાનના ઇલેક્ટ્રિક વાહનો (EV) અપનાવવાના આહ્વાન વિશે પૂછ્યું, ત્યારે હર્ષદભાઈએ એક ખૂબ જ ભાવનાત્મક અને રસપ્રદ સરખામણી કરતા કહ્યું કે, ​"આ જૂના વાહનોને ક્યાં નાખવા? મા-બાપ હોય એને કાઢી નખાય? એને તો સાચવવા જ પડે ને! કાંઈ બીજા થોડા લેવાય છે? વળી, 50 વર્ષથી સ્કૂટર ફેરવવાની ટેવ હોય, હવે આપણને ચાલવાનું ક્યે તો કેમ ચલાય ? ​દેશના વિકાસ માટે ભાવવધારો વ્યાજબી: મનીષ ભટ્ટ ​બીજી તરફ, સરકારના આ નિર્ણયને દેશહિતમાં ગણાવતા મનીષ ભટ્ટે આ વધારાનું સમર્થન કર્યું હતું તેમણે જણાવ્યું કે, "દેશના વિકાસ માટે અત્યારની પરિસ્થિતિમાં આટલો વધારો જરૂરી છે અને આને બહુ મોટો વધારો ન કહેવાય. સરકારે લાંબા સમય પછી આ વધારો કર્યો હોવાથી તે તદ્દન વ્યાજબી છે, અન્ય દેશો સાથે સરખામણી કરતા તેમણે ઉમેર્યું કે, વૈશ્વિક સ્તરે જોતા આજે ભારતની આર્થિક પરિસ્થિતિ ઘણી સારી છે, ​'હવે રિક્ષા બંધ કરીને નિવૃત્ત જીવન જીવીશું' – અમુભાઈનો કટાક્ષ ​ભાવવધારાની સૌથી માઠી અસર રોજિંદું કમાઈને ખાતા વર્ગ પર પડી છે. પેટ્રોલનો ભાવ રૂપિયા 99 પર પહોંચી જતાં રિક્ષાચાલક અમુભાઈએ ભારે આક્રોશ અને કટાક્ષ સાથે પોતાની લાચારી વ્યક્ત કરી હતી. ભાવવધારાની જાણ થતાં જ તેમણે કહ્યું ​"બસ, તો હવે રિક્ષા બંધ કરી દેવાની અને નિવૃત્ત જીવન ગાળવાનું! એમ હતું કે જ્યાં સુધી પોસાય ત્યાં સુધી રિક્ષા ચલાવીશું, બાકી આ સરકાર કાંઈ જીવવા દેવાની નથી. ક્યાં એક જમાનામાં 35 રૂપિયા ભાવ હતો અને ક્યાં આજે 99 રૂપિયા! દહાડે દહાડે બધું વધતું જ જાય છે.
    Click here to Read More
    Previous Article
    હું પોલીસ છું, મારું કોઈ કંઈ નહીં બગાડી શકે:પીડિતાએ કહ્યું-મારૂ સર્વસ્વ લૂંટી લીધું અને માસૂમ દીકરી સાથે પણ અડપલાં કર્યા, પુત્રી પર આફત આવતા ચુપી તોડી, પ્રાઇવેટ પાર્ટ પર છરી મારવા ધમકી
    Next Article
    BRC, URC અને CRC કો-ઓર્ડિનેટર્સની ભરતી જાહેર:આજથી 25 મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે, આ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment