Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માછીમારોને મોંઘું ડીઝલ, BPCL પર ટેન્ડર ભંગનો આરોપ:GFCCA કરાર છતાં ભાવ વધારો, રાજ્ય સરકારના હસ્તક્ષેપની માંગ

    6 days ago

    ગુજરાતના માછીમારોને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 22 થી 25 નો વધારો ઝીંકવામાં આવ્યો છે. 20 માર્ચના રોજ માછીમારોને કન્ઝ્યુમર કેટેગરીમાં સમાવી આ ભાવવધારો કરાતા માછીમાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે ભાવવધારો થયો હોવાનું જણાવાયું છે. માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ડાલકીએ જણાવ્યું હતું કે, માછીમારો દરિયામાં જીવ જોખમમાં મૂકીને રોજગાર મેળવે છે. તેઓ દેશને વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે અને લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. તેમ છતાં, તેમને જ સૌથી વધુ આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. માછીમારોને રાહત આપવા માટે ગુજરાત ફિશરીઝ કોઓપરેટિવ ફેડરેશન લિમિટેડ (GFCCA) દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને BPCL સાથે કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર મુજબ, કન્ઝ્યુમર અથવા રીટેઈલર ભાવમાંથી જે ઓછો હોય તે દરે ડીઝલ આપવાની સ્પષ્ટ શરત હતી. જોકે, આ શરતોનો ભંગ થતો હોવાનો ગંભીર આરોપ માછીમારો લગાવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી માછીમારોને બજાર કરતાં મોંઘું ડીઝલ ખરીદવું પડી રહ્યું છે. અન્ય રાજ્યો અથવા દીવ-દમણ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં માછીમારોને સસ્તું ડીઝલ મળે છે, ત્યારે ગુજરાતના માછીમારોને પ્રતિ લિટર રૂ. 10 થી 12 વધુ ચૂકવવા પડે છે. આના પરિણામે માછીમાર સમાજ પર હજારો કરોડ રૂપિયાનો વધારાનો આર્થિક બોજ આવ્યો હોવાનો અંદાજ છે. આ ઉપરાંત, જ્યારે કન્ઝ્યુમર કેટેગરીમાં ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો, ત્યારે પણ તેનો લાભ માછીમારોને આપવામાં આવ્યો નહોતો. માછીમારોને ક્યારેક કન્ઝ્યુમર તો ક્યારેક રીટેઈલર કેટેગરીમાં મૂકીને તેમની સાથે અન્યાય કરવામાં આવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હાલના તાજા ભાવવધારાએ માછીમારોની સ્થિતિ વધુ કફોડી બનાવી છે. માછીમાર આગેવાનોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "ટેન્ડર તો સસ્તું ડીઝલ આપવા માટે કરાયું હતું, પરંતુ વાસ્તવમાં મોંઘું ડીઝલ ખરીદવા માટે જ બાંધી દેવાયા છીએ." માછીમાર સમાજે હવે રાજ્ય સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. BPCL દ્વારા કરવામાં આવેલો ભાવવધારો તરત જ પાછો ખેંચવા, ટેન્ડરની શરતોનું કડક પાલન કરાવવા અને માછીમારોને યોગ્ય દરે ડીઝલ ઉપલબ્ધ કરાવવા માટે સરકારને પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. જો આ મુદ્દે સમયસર નિર્ણય લેવામાં નહીં આવે તો માછીમારો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લોન કરાવવાનું કહી સાયબર ગઠિયાએ હોટલ માલિક સાથે છેતરપિંડી આચરી:લોનની રકમમાંથી 17 હજાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા, હપ્તો કપાતા ઠગાઈ થયાનો ખુલાસો
    Next Article
    માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં 5 વર્ષીય બાળકીની જાતીય છેડછાડનો કેસ:ચિલ્ડ્રન કોર્ટે ત્રણેય શિક્ષકોને નિર્દોષ ઠેરાવ્યા, કહ્યું- પોલીસે સીસીટીવી ચેક ન કર્યા કે કબજે કરાયા નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment