Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાંતિ બિઝનેસ સ્કૂલે 'રાખી રેડિયન્સ'નું આયોજન કર્યું:પ્રજ્ઞાચક્ષુ મહિલા કારીગરોને સશક્ત કરવા BPA સાથે સહયોગ

    19 hours ago

    અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS) અને બ્લાઇન્ડ પીપલ એસોસિએશન (BPA) દ્વારા રક્ષાબંધન પૂર્વે 'રાખી રેડિયન્સ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજ્ઞાચક્ષુ મહિલા કારીગરોને તેમની હાથથી બનાવેલી રાખડીઓનું પ્રદર્શન અને વેચાણ કરવા માટે મંચ પૂરો પાડીને સશક્ત બનાવવાનો હતો. આ કાર્યક્રમ SBS કેમ્પસ ઉપરાંત આસપાસની સોસાયટીઓ જેવી કે ઓર્કિડ બ્લૂઝ, વ્રજ હોમ્સ અને શિલ્પ રેવંતામાં પણ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ મહિલા કારીગરોને રાખડીઓના પ્રદર્શન, ગ્રાહકો સાથે વાતચીત અને વેચાણ પ્રક્રિયામાં સક્રિયપણે મદદ કરી હતી. આનાથી તેમને કોમ્યુનિકેશન, માર્કેટિંગ અને રિલેશનશીપ મેનેજમેન્ટનો વ્યવહારુ અનુભવ મળ્યો. SBSની આ પહેલને ફેકલ્ટી સભ્યો, સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ઉપરોક્ત સોસાયટીના રહેવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. સામૂહિક સહયોગ અને સમર્થનથી આશરે 50,000 રૂપિયાની રાખડીઓનું વેચાણ થયું, જેનાથી પ્રોજેક્ટ સાથે સંકળાયેલી પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે નોંધપાત્ર આર્થિક તકો ઊભી થઈ. શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ આ પહેલ અંગે જણાવ્યું હતું કે, "સાચું શિક્ષણ શૈક્ષણિક જ્ઞાન ઉપરાંત સમાજ, દેશ કે માનવતા માટે કંઈક વિશેષ કરવામાં છે. 'રાખી રેડિયન્સ' જેવી પહેલ વિદ્યાર્થીઓને સહાનુભૂતિ, કરુણા અને સામાજિક સમાવેશની ઊંડી સમજણ વિકસાવવામાં મદદ કરે છે, સાથે જ સમુદાયમાં સકારાત્મક અસર પણ ઊભી કરે છે." આમ, 'રાખી રેડિયન્સ' માત્ર એક ઉત્સવપૂર્ણ પ્રવૃત્તિ ન રહેતા, ગૌરવ, સશક્તિકરણ અને સામુદાયિક ભાગીદારીનો ઉત્સવ બની ગયો. આ કાર્યક્રમ સામાજિક રીતે જવાબદાર ભાવિ નેતાઓ વિકસાવવા માટે સંસ્થાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરે છે.
    Click here to Read More
    Previous Article
    દુમાડ ચોકડી બ્રિજ નીચે હિટ એન્ડ રન:રાહદારીને અડફેટે લઈ વાહન ચાલક ફરાર, ઈજાગ્રસ્તનું હોસ્પિટલમાં મોત
    Next Article
    મહેસાણામાં રક્તદાન શિબિરમાં 92 યુનિટ રક્ત એકત્ર:બ્રહ્માકુમારીઝે દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિએ શિબિર યોજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment