Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં રક્તદાન શિબિરમાં 92 યુનિટ રક્ત એકત્ર:બ્રહ્માકુમારીઝે દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિએ શિબિર યોજી

    20 hours ago

    બ્રહ્માકુમારીઝ મહેસાણા સેવાકેન્દ્ર દ્વારા દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. મહેસાણાના ગોડલી પેલેસ ખાતે મહેસાણા જેસીસ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલી આ શિબિરમાં કુલ 92 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારીઝના સભ્યો અને શહેરના નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિરનો પ્રારંભ મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને રક્તદાતાઓએ દાદી પ્રકાશમણીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહેસાણાના સિનિયર રેડિયોલોજિસ્ટ ડૉ. વાય. ટી. પટેલે રક્તદાનના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "રક્તદાન એક ઉમદા પ્રવૃત્તિ છે, જે ગુપ્તદાન અને મહાદાન સમાન છે." સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને મહેસાણા વૃદ્ધાશ્રમના ચેરમેન ડૉ. પી. આર. પટેલે દાદી પ્રકાશમણીજી સાથેના સંસ્મરણો યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, "રક્તનું એક ટીપું પણ કોઈ વ્યક્તિને નવું જીવન આપી શકે છે." મહેસાણા જેસીસ બ્લડ બેંકના મેડિકલ ઓફિસર ડૉ. આર. એન. દાસે જણાવ્યું હતું કે, દાદીજીની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવું એ ઉત્તમ સેવાકાર્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ધન, કપડાં કે અન્નનું દાન બાહ્ય વસ્તુઓનું દાન છે, જ્યારે રક્તદાનમાં વ્યક્તિ પોતાના શરીરમાંથી રક્ત આપે છે, તેથી તેને મહાદાન કહેવાય છે. બ્રહ્માકુમારીઝ મહેસાણા ઉપક્ષેત્રના ડાયરેક્ટર રાજયોગિની બ્રહ્માકુમારી સરલા દીદીએ માહિતી આપી હતી કે દાદી પ્રકાશમણીજીએ રાજયોગ અને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા લાખો લોકોને વ્યસન, વિકારો અને તણાવમાંથી મુક્ત કરી જીવનમાં નવી દિશા આપી હતી. તેમની 19મી પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીઝના સમાજ સેવા પ્રભાગ દ્વારા સમગ્ર ભારત અને નેપાળમાં આવી રક્તદાન શિબિરોનું આયોજન કરાયું છે. આ પ્રસંગે મહેસાણા જેસીસ બ્લડ બેંકના ચેરમેન ચંદ્રકાન્તભાઈ અને એડમિનિસ્ટ્રેટર દિનેશભાઈએ રક્તદાતાઓ અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    શાંતિ બિઝનેસ સ્કૂલે 'રાખી રેડિયન્સ'નું આયોજન કર્યું:પ્રજ્ઞાચક્ષુ મહિલા કારીગરોને સશક્ત કરવા BPA સાથે સહયોગ
    Next Article
    અલ નીનોની અસરથી અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ:ચોમાસાની વિદાયને આડે અંદાજે 20-25 દિવસ બાકી, સપ્ટેમ્બરના વરસાદ પર મીટ મંડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment