Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુમાડ ચોકડી બ્રિજ નીચે હિટ એન્ડ રન:રાહદારીને અડફેટે લઈ વાહન ચાલક ફરાર, ઈજાગ્રસ્તનું હોસ્પિટલમાં મોત

    18 hours ago

    વડોદરાના દુમાડ ચોકડી બ્રિજ નીચે પૂરઝડપે આવેલા એક અજાણ્યા વાહનચાલકે રાહદારીને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી વાહન લઈ નાસી છૂટ્યો હતો, જ્યારે માથા તેમજ શરીરે ગંભીર ઇજાઓ પામેલા યુવકનું એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દુમાડ ચોકડી બ્રિજ નીચે અકસ્માત ગઇકાલે બપોરે આશરે ત્રણ વાગ્યે દુમાડ ચોકડી બ્રિજ નીચે અચાનક ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યાં ચા-નાસ્તાની લારી ચલાવતા સંચાલકે સ્થળ પર જઈને જોતાં એક અજાણ્યો શખસ રસ્તા પર લોહીલુહાણ હાલતમાં હતો. પૂછપરછ કરતાં ઇજાગ્રસ્તે પોતાનું નામ અમરનાથ ગુલીચંદ કોરી જણાવ્યું હતું, પરંતુ વધુ બોલી શક્યા નહોતા. માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી 35 વર્ષીય અમરનાથને માથાના પાછળના ભાગે, કપાળ, બંને પગે તેમજ જમણી આંખ નીચે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સર્જિકલ આઈ.સી.યુ. યુનિટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. મૃતકના વાલી વારસ મળ્યા નહી મૃતક અમરનાથ કોરીના કોઈ વાલી વારસ મળી ન આવતાં ઘટનાના પ્રત્યક્ષદર્શી સ્થાનિક લારીચાલકે સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જી નાસી છૂટનાર અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ:અમિત શાહ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 80 હજાર ચોરસ ફૂટમાં 4 કરોડથી વધુના ખર્ચે નિર્માણ
    Next Article
    શાંતિ બિઝનેસ સ્કૂલે 'રાખી રેડિયન્સ'નું આયોજન કર્યું:પ્રજ્ઞાચક્ષુ મહિલા કારીગરોને સશક્ત કરવા BPA સાથે સહયોગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment