Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ગુફામાં પેઇન્ટિંગ એક્સિબિશન ‘Borrowed Earth’નો પ્રારંભ:ફિલ્મમેકર તન્મય શાહે કહ્યું- મારો પ્રયાસ માલિકીની માનસિકતા છોડી જવાબદારીની દૃષ્ટિ કેળવવાનો છે

    6 days ago

    જો તમે પણ નેચર અને આર્ટ ના શોખીન હોવ, તો 'બોરોડ અર્થ'ની મુલાકાત લેવા જેવી છે. શહેરના એક ફિલ્મમેકર તન્મય શાહ દ્વારા એક વિશેષ પેઇન્ટિંગ એક્સિબિશન ‘Borrowed Earth’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન માત્ર કળાનું પ્રદર્શન નથી, પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી અને સમજવા જેવી અનેક પેઇન્ટિંગનું એક્સિબિશન કરવામાં આવેલ છે. છ દિવસીય ચિત્ર પ્રદર્શન ‘Borrowed Earth’ શહેરની આર્ટ ગેલેરી 'અમદાવદની ગુફા' ખાતે આજે ફિલ્મમેકર તન્મય શાહના છ દિવસીય ચિત્ર પ્રદર્શન ‘Borrowed Earth’નું ઉદઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કલા રસિકો, પર્યાવરણવિદો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં કુલ 26 એક્રેલિક પેઇન્ટિંગ્સ અને 26 ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પ્રદર્શનની મુખ્ય થીમ એ વિચાર પર આધારિત છે કે આ પૃથ્વી આપણી માલિકીની નથી, પણ આપણે તે આવનારી પેઢી પાસેથી 'ઉધાર' લીધેલી છે. પ્રદર્શનનું ઉદઘાટન વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (AGS)ના ફાઉન્ડિંગ ક્યુરેટર ડૉ. સુનિલ આર. પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, વિજ્ઞાન આપણને ઘટનાઓ સમજાવે છે, પરંતુ કળા આપણને તે ઘટનાઓની ગંભીરતા સમજવા માટે પ્રેરણા આપે છે. આ પેઇન્ટિંગ મનુષ્ય અને કુદરતના નાજુક સંબંધોને દર્શાવે છે આ પ્રસંગે ફિલ્મમેકર તન્મય શાહે જણાવ્યું હતું કે, આ પ્રદર્શન દ્વારા મારો પ્રયાસ માલિકીની માનસિકતા છોડીને જવાબદારીની દૃષ્ટિ કેળવવાનો છે. છેલ્લા છ મહિનાની મહેનત દ્વારા તૈયાર થયેલા આ પેઇન્ટિંગ મનુષ્ય અને કુદરતના નાજુક સંબંધોને દર્શાવે છે. પ્રદર્શનમાં ઉત્તર ધ્રુવ (Northern Lights) ના અદભૂત ફોટોગ્રાફ્સ પણ મૂકવામાં આવ્યા છે, જે કુદરતની ભવ્યતાનો પણ સારી રીતે અહેસાસ કરાવે છે. તન્મય શાહ, જેઓ અગાઉ '52filmsProject' માટે વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યા છે, તેમનું આ પાંચમું સોલો પ્રદર્શન છે. આ પ્રદર્શન 5 એપ્રિલ સુધી દરરોજ સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.
    Click here to Read More
    Previous Article
    બેંગલુરુમાં IT એન્જિનિયર કપલની આત્મહત્યા:પતિએ ફ્લેટમાં ગળે ફાંસો ખાધો, પતિને લટકતો જોઈને પત્ની પણ 17મા માળેથી કૂદી પડી; મહિને લાખો કમાતા હતા; ધ્રુજાવી દે તેવી ઘટનાથી અરેરાટી
    Next Article
    વડલીમાં સિકોતરમાતા ત્રિમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ:હાથી-ઘોડા સાથે શોભાયાત્રા, શતચંડી યજ્ઞ; 2 એપ્રિલે મૂર્તિ પ્રતિષ્ઠા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment