Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ, સુરત અને વડોદરાની બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:BOB અને BOIને ધમકીભર્યો મેઈલ મળતા દોડધામ, બોમ્બ સ્કવોડ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર

    9 hours ago

    ગુજરાતમાં 6 નવેમ્બરે હાઈકોર્ટ અને CM ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ મળ્યા બાદ હવે અમદાવાદ, વડોદરા અને સુરતની બેંકોને અને અમદાવાદ મેટ્રોને ઉડાવી દેવાનો મેઈલ મળ્યો છે. સુરતની બેંક ઓફ બરોડાની અને વડોદરાની બેંક ઓફ ઈન્ડિયાની બ્રાંચને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઈલ મળતા દોડધામ મચી છે. બંને શહેરોની બેંકો પર હાલ ડોગ સ્કવોડ સહિતનો પોલોસી કાફળ તપાસ માટે પહોંચ્યો છે. અમદાવાદની બેંક ઓફ ઈન્ડિયાની બ્રાંચમાં બ્લાસ્ટની ધમકી અમદાવાદમાં બેંક ઓફ ઈન્ડિયાની નવરંગપુરા બ્રાંચને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ કરવામાં આવ્યો છે. ધમકીભર્યા મેઈલમાં 21મી તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજીત દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં અને મેટ્રોમાં પણ બ્લાસ્ટની ધમકીનો ઉલ્લેખ કરાયો છે. સુરતની બેંક ઓફ બરોડાની બ્રાંચને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સુરતના પોશ અને વ્યસ્ત ગણાતા ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતાં ભારે ચકચાર મચી ગઈ છે. દિવાળીના તહેવારો ટાણે જ આ પ્રકારની ગંભીર ધમકી મળતાં સુરત પોલીસ અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ઘોડદોડ રોડ સ્થિત બેંક ઓફ બરોડાના સત્તાવાર ઈમેલ એકાઉન્ટ પર એક અજાણ્યા શખ્સ દ્વારા બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મોકલવામાં આવ્યો હતો. બેંકના સત્તાવાર મેઈલ પર આ પ્રકારનો મેસેજ જોતા જ બેંક સંચાલકો ચોંકી ઉઠ્યા હતા. બેંક દ્વારા સહેજ પણ વિલંબ કર્યા વિના તુરંત જ પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી. બેંકના તમામ કર્મચારીઓને બહાર કાઢી તપાસ હાથ ધરવામાં આવી માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસનો કાફલો, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે દોડી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસે તાત્કાલિક પગલાં લેતાં બેંકમાં હાજર તમામ સ્ટાફ અને કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. આ પછી, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા બેંકના ખૂણે-ખૂણાની ઝીણવટભરી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. દિવાળીના તહેવારોના માહોલમાં અને પોશ વિસ્તારમાં આવેલી બેંકને નિશાન બનાવીને કરવામાં આવેલા આ મેઈલના કારણે સ્થાનિક લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, પોલીસ તંત્રની સતર્કતા અને સમયસૂચકતાને કારણે સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો હતો. હાલમાં પોલીસે સમગ્ર બેંક પરિસરને કોર્ડન કરી લીધું છે અને આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર અજાણ્યા શખ્સની ભાળ મેળવવા માટે સાયબર ક્રાઈમની મદદથી તપાસ તેજ કરી છે. ઈમેલનું આઈપી એડ્રેસ ટ્રેસ કરીને આરોપીને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાની બે બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું વડોદરા શહેરમાં તહેવારોની ઉજવણી બાદ ફરી એકવાર સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શહેરની બે અલગ-અલગ બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઇલ મળતાં ભારે ચકચાર જાગી છે. રાવપુરા રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયા અને સયાજીગંજ વિસ્તારમાં સૂરજ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલી બેંક ઓફ બરોડાને નિશાન બનાવી ધમકી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો બંને સ્થળે દોડી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, રાવપુરા રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખાને અજાણ્યા શખ્સ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઇલ મોકલવામાં આવ્યો હતો. તહેવાર બાદ આ પ્રકારનો ઈમેઇલ મળતાં બેંકના કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેંકમાં ગ્રાહકોની અવરજવર બંધ કરાવી પોલીસને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ, શહેરના વ્યસ્ત સયાજીગંજ વિસ્તારમાં સૂરજ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બેંકના મેનેજર એસ.કે. ત્યાગીના જણાવ્યા અનુસાર, બેંકના Gmail આઈડી પર અજાણ્યા શખ્સે ધમકીભર્યો ઈમેઇલ મોકલી બેંક સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી આપી હતી. આ અંગે તાત્કાલિક સયાજીગંજ પોલીસ સ્ટેશન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. બંને બેંકો પર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી બંને બેંકોને ધમકી મળતાં પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું. પોલીસ અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સ્થળ પર પહોંચી સુરક્ષાનાં પગલાં લીધાં હતાં. બેંકમાં હાજર કર્મચારીઓ અને ગ્રાહકોને બહાર કાઢી પરિસરમાં અવરજવર બંધ કરાવવામાં આવી હતી. સાથે જ આસપાસના વિસ્તારમાં પણ તકેદારી રાખવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDS) અને ડોગ સ્કવોડની ટીમોને પણ તપાસમાં જોડવામાં આવી હતી. બંને બેંકોના પરિસર, રૂમ, માળ અને આસપાસના વિસ્તારોમાં શંકાસ્પદ વસ્તુઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વડોદરા શહેરની શાળાઓ, અદાલતો અને જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. હવે શહેરની બે બેંકોને એકસાથે નિશાન બનાવવામાં આવતાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા ઊભી થઈ છે. હાલ ધમકીભર્યા ઈમેઇલના આધારે સાયબર ક્રાઈમની મદદથી ઈમેઇલ મોકલનાર શખ્સની ઓળખ અને તેનું લોકેશન શોધવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને જાણ કરી બેંકને ખાલી કરી દેવામાં આવી છે- એસ.કે. ત્યાગી બેંક ઓફ બરોડાના અધિકારી એસ. કે. ત્યાગી જણાવ્યું હતું કે, એક જીમેલ આઈડી પર આ પ્રકારનો મેઈલ અથવા થ્રેટ આવ્યો હતો. જેની જાણ થતા જ અમે ત્વરિત કાર્યવાહી કરીને તે માહિતી પોલીસને સોંપી દીધી હતી. પોલીસે પણ તાત્કાલિક ધોરણે એક્શન લઈને સ્થળ પર ઉપસ્થિત થઈ ગઈ હતી. આ મેઈલ મળ્યા બાદ સુરક્ષાના ભાગરૂપે અમે તાત્કાલિક આખો સ્ટાફ સુરક્ષિત રીતે બહાર ખસેડીને જગ્યા ખાલી કરાવી દીધી હતી અને હાલ પોલીસ પોતાની પ્રક્રિયા અને તપાસ યોગ્ય રીતે કરી રહી છે. આ મેઈલ આશરે પોણા બારથી બાર વાગ્યાની આસપાસ આવ્યો હતો વડોદરાની બેંકનો મળેલા મેઈલમાં પણ અમદાવાદની ધમકીનો ઉલ્લેખ DCP ઝોન 1 ડૉ. જે.એમ. ચાવડાએ જણાવ્યું હતું કે, આજરોજ વડોદરા શહેર કંટ્રોલ રૂમને બેંક ઓફ બરોડાના અધિકૃત વ્યક્તિ દ્વારા બોમ્બ થ્રેટ મેઇલ મળ્યા અંગેની જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળતા જ વડોદરા કંટ્રોલ દ્વારા તાત્કાલિક લોકલ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સયાજીગંજ પોલીસ સ્ટેશન અંતર્ગત સૂરજ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલા બેંક ઓફ બરોડાના ફ્લોર પર લોકલ પોલીસ, બી.ડી.ડી.એસ. અને એસ.ઓ.જી.ની ટીમ દ્વારા અલગ-અલગ એંગલથી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ મેઇલ 'સીરા કોન્તે' (Sira Conte) નામના વ્યક્તિ તરફથી conte734@gmail.com આઈડીથી મોકલવામાં આવ્યો છે. આ મામલે પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે વડોદરા શહેરના અન્ય લોકેશન પર આવેલી અન્ય બેંકોમાં પણ આ પ્રકારનો મેઇલ આવ્યો છે. તકેદારીના ભાગરૂપે સ્થાનિક પોલીસ, બી.ડી.ડી.એસ. અને એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો બનાવીને બેંકોમાં સર્ચિંગની કાર્યવાહી ચાલુ છે. આ મેઇલનો અભ્યાસ કરતા તેમાં આગામી તારીખોનો ઉલ્લેખ જોવા મળ્યો છે, જેમાં 21 નવેમ્બરે મોદી સ્ટેડિયમ અને 27 તારીખે અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા' ખાતે બોમ્બ વિસ્ફોટ કરવા અંગેની ધમકીભર્યા કન્ટેન્ટ લખેલા છે. આ સિવાય મેઇલમાં 'ખાલિસ્તાન નેશનલ આર્મી' અને 'બબ્બર ખાલસા' ના ઉલ્લેખ પણ જોવા મળ્યા છે. આ તમામ બાબતોને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને, વિવિધ ટીમો દ્વારા ચકાસણી પૂર્ણ થયા બાદ સાઇબર ક્રાઈમ અંતર્ગત ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બેંક ઓફ બરોડા ઉપરાંત વડોદરાની અન્ય બેંકોમાં પણ આ પ્રકારની ધમકી મળી છે, જેમાં બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં પણ મેઇલ આવ્યો હોવાની પ્રાથમિક વિગતો કંટ્રોલ મારફતે મળી છે. અંદાજિત માહિતી મુજબ રાવપુરા અને ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયાની શાખાઓમાં પણ આ પ્રકારનો થ્રેટ મળ્યો હોવાના પ્રાથમિક અહેવાલ છે. 3 દિવસ પહેલા CM ઓફિસ-હાઇકોર્ટને ધમકીભર્યો મેઈલ મળ્યો હતો ત્રણ દિવસ પહેલા પણ ગુજરાત હાઈકોર્ટ અને CM ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ મળતા ભારે દોડધામ મચી હતી. જો કે, તપાસના અંતે કંઈ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. નોંધનીય છે કે, આ પહેલા ગુજરાતમાં છેલ્લા 11 મહિનામાં આ રીતે અલગ અલગ 10 જેટલા ધમકીભર્યા ઈમેઈલ મળી ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    આજથી કેન્સરની 137 દવાઓ સસ્તી થઈ:48 દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું- ₹2700ની દવા દર્દીને ₹27000માં મળવી નરસંહાર જેવું છે
    Next Article
    દિવાળીની રાતે અમરેલી જિલ્લામાં 8 જગ્યાએ આગ લાગી:રાજુલામાંક સ્ક્રેપના ડેલામાં અને સાવરકુંડલામાં કારખાનામાં વિકરાળ આગની જ્વાળાઓ; ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment