Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી કેન્સરની 137 દવાઓ સસ્તી થઈ:48 દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું- ₹2700ની દવા દર્દીને ₹27000માં મળવી નરસંહાર જેવું છે

    8 hours ago

    કેન્સરની 137 દવાઓ આજથી (9 નવેમ્બર) સસ્તી થઈ ગઈ છે. દવા કંપનીઓએ 121 દવાઓના 1,364 ફોર્મ્યુલેશનની નવી કિંમતો જાહેર કરી છે. તેમાં 679 બ્રાન્ડની દવાઓના ભાવમાં 50%થી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. સૌથી વધુ 96.45%નો ઘટાડો કરવામાં આવ્યો છે. કિંમતો ઘટવાથી દર્દીઓને દર વર્ષે આશરે 3,540.38 કરોડ રૂપિયાની બચત થવાનો અંદાજ છે. 22 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે કેન્સરની દવાઓની રિટેલર કિંમત (PTR) અને મેક્સિમમ રિટેલ પ્રાઇઝ એટલે કે MRP વચ્ચેના માર્જિન પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું- ₹2700ની દવા દર્દીને ₹27000માં મળવી એ લૂંટ અને નરસંહાર જેવી છે. અથોરિટીએ નફો 30% નક્કી કર્યો સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ 17 ઓક્ટોબરે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ 137 બિન-અનુસૂચિત (નોન-શેડ્યૂલ્ડ) કેન્સરની દવાઓ પર કંપનીઓનો નફો 30% નક્કી કરી દીધો હતો. આ નિર્ણય બાદ દવાઓની કિંમતો ઘટી છે. નિષ્ણાત સમિતિએ કરી હતી ભલામણ કિંમતો ઘટાડવાની ભલામણ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસિસ (DGHS) હેઠળ રચાયેલી નિષ્ણાત સમિતિએ કરી હતી. સમિતિમાં દેશભરના અગ્રણી ઓન્કોલોજિસ્ટ, તબીબી નિષ્ણાતો, હૉસ્પિટલોના નિષ્ણાતો અને સરકારી અધિકારીઓનો સમાવેશ થતો હતો. સમિતિએ માર્જિનને તર્કસંગત બનાવવા માટે 137 દવાઓની ભલામણ કરી છે. આ યાદીને સમયાંતરે અપડેટ કરવામાં આવશે. ફરિયાદ માટે એપ ખરીદદારો દવાના પેકેટ પર છપાયેલી બદલાયેલી કિંમત જોઈ શકે છે અને 'ફાર્મા સહી દામ' મોબાઇલ એપ અથવા NPPAની વેબસાઇટ દ્વારા દવાઓની નવી કિંમતની પુષ્ટિ કરી શકે છે. કોઈપણ કેમિસ્ટ અથવા હોસ્પિટલની ફાર્મસી નક્કી કરાયેલી કિંમતથી વધુ ભાવ વસૂલી શકે નહીં. જો કોઈ વધુ કિંમત વસૂલે અથવા કિંમતો સંબંધિત કોઈ અન્ય ફરિયાદ હોય, તો ગ્રાહકો 'ફાર્મા જન સમાધાન' પોર્ટલ દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અથવા NPPAના હેલ્પલાઇન નંબર 1800-111-255 પર સંપર્ક કરી શકે છે. દવાની કિંમત કેવી રીતે નક્કી થાય છે
    Click here to Read More
    Previous Article
    ભાગવતે કહ્યું-1930માં RSS પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ થયો હતો:ત્યારે ઇબ્રાહિમે તેનો વિરોધ કર્યો હતો, સ્વયંસેવક જ સંઘની ઓળખ
    Next Article
    અમદાવાદ, સુરત અને વડોદરાની બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:BOB અને BOIને ધમકીભર્યો મેઈલ મળતા દોડધામ, બોમ્બ સ્કવોડ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment