Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાગવતે કહ્યું-1930માં RSS પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ થયો હતો:ત્યારે ઇબ્રાહિમે તેનો વિરોધ કર્યો હતો, સ્વયંસેવક જ સંઘની ઓળખ

    8 hours ago

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે 1930ના દાયકાનો એક કિસ્સો સંભળાવતા જણાવ્યું કે તે સમયે સેન્ટ્રલ પ્રોવિન્સની વિધાનસભામાં સંઘ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ થયો હતો. ત્યારે સંઘના સમર્થનમાં કોઈ સ્વયંસેવક આગળ આવ્યો નહોતો. આવી સ્થિતિમાં ઇબ્રાહિમ નામના એક વ્યક્તિએ સંઘનો પક્ષ લેતાં કહ્યું હતું કે સંઘને બંધ ન કરવો જોઈએ, કારણ કે તે સાંપ્રદાયિક સંગઠન નથી. ભાગવતે જણાવ્યું કે ઇબ્રાહિમનું કહેવું હતું- જે લોકો કહે છે કે હિન્દુસ્તાન હિન્દુ રાષ્ટ્ર છે, તેમને માનસિક હોસ્પિટલમાં મોકલી દેવા જોઈએ. હું ડૉ.હેડગેવારને ઓળખું છું. તેઓ માનસિક રીતે અસ્વસ્થ નથી. તેઓ એક સારા માણસ છે. તેથી, સંઘ સાંપ્રદાયિક હોઈ શકે નહીં. ભાગવતના ભાષણની 4 મોટી વાતો 1. વ્યક્તિ નિર્માણથી દેશ નિર્માણ: RSSનો હેતુ વ્યક્તિ નિર્માણ દ્વારા સમાજ અને દેશને વધુ સારો બનાવવાનો છે. સંઘના સ્થાપક ડૉ. હેડગેવારનું માનવું હતું કે સારા વ્યક્તિથી જ સારા સમાજ અને દેશનું નિર્માણ થાય છે. 2. પ્રચારકો આખું જીવન સંગઠનને સમર્પિત કરે છે: RSSના પ્રચારકો કોઈપણ સ્વાર્થ, અહંકાર કે વ્યક્તિગત લાભની અપેક્ષા વિના સંગઠન અને સમાજ માટે કામ કરે છે. તેઓ પોતાની અંગત ઇચ્છાઓ પણ સંગઠન માટે છોડી દે છે. 3. પ્રચારકોનો ત્યાગ અન્ય લોકો માટે પ્રેરણા: પ્રચારકો અને સ્વયંસેવકોના સમર્પણ અને ત્યાગને માત્ર શબ્દોમાં સમજાવી શકાય તેમ નથી. તેમની સાથે રહીને જ તેને અનુભવી શકાય છે. તેમનું જીવન અન્ય લોકોને સમાજસેવા માટે પ્રેરિત કરે છે. 4. પ્રચારકો સ્વયંસેવકોને સંગઠનના લક્ષ્ય સાથે જોડે છે: દરેક સ્વયંસેવક આદર્શો પર સંપૂર્ણપણે ખરો ઊતરી શકતો નથી, પરંતુ બધા સમાજ માટે સારું કામ કરવાનો પ્રયાસ કરે છે. પ્રચારકો પોતાના વર્તન અને સમર્પણથી સ્વયંસેવકોને સંગઠનના ઉદ્દેશો સાથે જોડાયેલા રાખે છે. RSS પ્રમુખ સાથે જોડાયેલા અન્ય સમાચાર… ભાગવત બોલ્યા- દરેક સમસ્યાનું મૂળ પોતાપણાનો અભાવ છે, જ્યાં સુધી ‘હું’ અને ‘મારું’ નહીં જાય, ત્યાં સુધી દુનિયામાં શાંતિ નહીં આવે મોહન ભાગવતે કહ્યું કે દુનિયાની તમામ સમસ્યાઓ અન્ય લોકો પ્રત્યે પોતાપણાની ભાવનાના અભાવથી ઊભી થાય છે. તેમણે કહ્યું કે એવી ભાવના વિકસાવવાની જરૂર છે કે સૌ આપણા પોતાના છે. ભાગવત નાગપુરમાં સામાજિક સેવા સંગઠન સમર્પણ ફાઉન્ડેશનના રજત જયંતી સમારોહમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગોવિંદા સાથેના મનમોટાવ પર પત્ની સુનિતાનો વિશ્વાસ!:કહ્યું- '40 વર્ષનાં લગ્ન છે, એમ થોડાં તૂટી જશે? આ ભવમાં તો અમને કોઈ અલગ નહીં કરી શકે'
    Next Article
    આજથી કેન્સરની 137 દવાઓ સસ્તી થઈ:48 દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું- ₹2700ની દવા દર્દીને ₹27000માં મળવી નરસંહાર જેવું છે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment