Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં BMW કાર ચાલકે પૂર ઝડપે રિક્ષાને ટક્કર મારી:ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, BMW કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા કારનો કચ્ચરઘાણ

    13 hours ago

    અમદાવાદમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. નિકોલમાં ભક્તિ સર્કલ પાસે એક BMW કાર ચાલકે પૂર ઝડપે રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત બાદ BMW કારનો ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો છે. અકસ્માતમાં BMW કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવ અંગેઆઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ પાસેથીના AMTS બસ સ્ટેશન પાસે BMWની EV કાર પૂર ઝડપે આવી રહી હતી. આ કારે રિક્ષા ચાલકને પુર ઝડપે ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈને દૂર પડી હતી. જ્યારે કાર બસ સ્ટેશનમાં ઘૂસી જતા આખું બસ સ્ટેશન તૂટી ગયું છે. અકસ્માતમાં કારનો પણ કચરઘાણ વળી ગયો છે. અકસ્માત થતા ચાલક કાર મુકીને નાસી ગયો છે. જ્યારે રિક્ષા ચાલકને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોચી હતી. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. આઈ. સુમરાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે. રિક્ષાચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. અમારી એક ટીમ હોસ્પિટલમાં ફરિયાદ લેવા પહોંચી છે, જ્યારે બીજી ટીમ કાર ચાલકની તપાસ કરી રહી છે. અમે સમાચાર અપડેટ કરી રહ્યા છીએ….
    Click here to Read More
    Previous Article
    જાપાનમાં 7.4નો પ્રચંડ ભૂકંપ:સુનામીનું એલર્ટ, 3 મીટર સુધી ઊંચા મોજાં ઊછળવાની શક્યતા; સાનરિકુ કિનારાથી 10 કિમી દૂર દરિયામાં ધરતી ધ્રુજી
    Next Article
    'આ ચોમાસે સૌરાષ્ટ્રની નદી-ડેમ છલોછલો થઈ જશે':અખાત્રીજના પવનની દિશાના આધારે અપાયો વરસાદનો વરતારો, રમણિક વામજાએ કહ્યું- 'ચોમાસું લાંબુ રહેશે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment