Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાપાનમાં 7.4નો પ્રચંડ ભૂકંપ:સુનામીનું એલર્ટ, 3 મીટર સુધી ઊંચા મોજાં ઊછળવાની શક્યતા; સાનરિકુ કિનારાથી 10 કિમી દૂર દરિયામાં ધરતી ધ્રુજી

    14 hours ago

    ઉત્તર જાપાનના દરિયાકાંઠે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાન હવામાન એજન્સીએ આ પ્રદેશ માટે સુનામીની ચેતવણી જારી કરી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, 7.4 ની તીવ્રતાનો ભૂકંપ ઉત્તર જાપાનના સાનરિકુ કિનારા નજીક સમુદ્ર સપાટીથી લગભગ 10 કિલોમીટર (6 માઇલ) નીચે જાપાનના સમય મુજબ સાંજે 4:53 વાગ્યે આવ્યો હતો. જાપાનના જાહેર ટેલિવિઝન NHK એ જણાવ્યું હતું કે થોડા સમયમાં 3 મીટર (10 ફૂટ) સુધીની સુનામી આ પ્રદેશમાં આવી શકે છે. સુનામીનું એલર્ટ, લોકોમાં ડર વડાપ્રધાન તકાઈચીએ વડા પ્રધાન નિવાસસ્થાને પત્રકારોને જણાવ્યું હતું કે, "આજે સાનરિકુ કિનારા પર ભૂકંપ આવ્યો હતો, અને આઓમોરી પ્રીફેક્ચરમાં 5 થી વધુ તીવ્રતાના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઇવાટે પ્રીફેક્ચર, હોકાઈડો, મધ્ય પેસિફિક કિનારા અને આઓમોરી પ્રીફેક્ચરના પેસિફિક કિનારા માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. સુનામી ચેતવણીથી પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકોએ તાત્કાલિક ઊંચી જમીન પર અથવા સલામત સ્થળોએ સ્થળાંતર કરવું જોઈએ,અને ઈમારતો ખાલી કરી નાખવી જોઈએ." જાનમાલના નુકસાનની તપાસ ચાલુ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ભૂકંપ પછી તરત જ, સરકારે વડા પ્રધાન કાર્યાલયના કટોકટી વ્યવસ્થાપન કેન્દ્રમાં એક કોમ્યુનિકેશન કંટ્રોલ રૂમ શરૂ કર્યો હતો. અને મારી સૂચના મુજબ તેઓ નુકસાનનું મૂલ્યાંકન કરવા બચાવ અને રાહત જેવા કટોકટી આપત્તિ પ્રતિભાવ પગલાં અમલમાં મૂકવા અને જનતાને સમયસર અને સચોટ માહિતી પૂરી પાડવા માટે ખંતપૂર્વક કાર્ય કરી રહ્યા છે. અમે હજુ પણ જાનમાલના નુકસાનની પુષ્ટિ કરી રહ્યા છીએ, પરંતુ અમને વિગતવાર અહેવાલો પ્રાપ્ત થશે અને તે મુજબ આપત્તિ પ્રતિભાવ સાથે આગળ વધશું." જાપાનમાં વારંવાર ભૂકંપ કેમ આવે છે? જાપાનમાં વારંવાર ભૂકંપ આવવાનું મુખ્ય કારણ પેસિફિક રિંગ ઓફ ફાયર પર તેનું સ્થાન છે, જે વિશ્વના સૌથી વધુ ભૂકંપની રીતે સક્રિય પ્રદેશોમાંનો એક છે. આ દેશ ચાર મુખ્ય ટેક્ટોનિક પ્લેટો (પેસિફિક, ફિલિપાઇન, યુરેશિયન અને ઉત્તર અમેરિકન) ના મિલન સ્થળ આવેલો છે, જ્યાં સતત ઘર્ષણ, અથડામણ અને સરકવાથી પ્રચંડ માત્રામાં ઊર્જા મુક્ત થાય છે.
    Click here to Read More
    Previous Article
    Bengal Election LIVE : कोलकाता में बीजेपी नेता स्मृति ईरानी की प्रेस कॉन्फ्रेंस | West Bengal | TMC
    Next Article
    અમદાવાદમાં BMW કાર ચાલકે પૂર ઝડપે રિક્ષાને ટક્કર મારી:ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, BMW કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા કારનો કચ્ચરઘાણ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment