Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આ ચોમાસે સૌરાષ્ટ્રની નદી-ડેમ છલોછલો થઈ જશે':અખાત્રીજના પવનની દિશાના આધારે અપાયો વરસાદનો વરતારો, રમણિક વામજાએ કહ્યું- 'ચોમાસું લાંબુ રહેશે'

    11 hours ago

    સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ સારા ચોમાસાના સંકેત છે. જૂનાગઢ જિલ્લામાં રહેતા અને ભડલી વાક્ય, અખાત્રીજના પવનની દિશાના આધારે આગાહી કરતા રમણિક વામજાએ આ વર્ષે લાંબા અને સારા ચોમાસાની આગાહી કરી છે. આગાહીકારે કહ્યું છે કે, આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોએ ચિંતા કરવાની જરુર નથી. અખાત્રીજના પવનની દિશાના આધારે અપાયો વરસાદનો વરતારો ​જૂનાગઢ જિલ્લાના વંથલી સોરઠ પંથકના વતની અને છેલ્લા સાડા ત્રણ દાયકાથી પવનની ગતિ તેમજ ખગોળ વિદ્યાના ઊંડા અભ્યાસ દ્વારા વરસાદનું સચોટ અનુમાન લગાવતા રમણીકભાઈ વામજાએ આ વર્ષના ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે. તેમણે અખાત્રીજના પવિત્ર દિવસે વાતાવરણમાં સર્જાયેલી સ્થિતિ અને પવનની દિશાના આધારે જણાવ્યું છે કે આ વર્ષે મેઘરાજા સૌરાષ્ટ્ર પર મહેરબાન થશે. ખાસ કરીને પશ્ચિમ અને વાયવ્ય દિશાના પવન ફૂંકાયા હોવાથી તેમજ આકાશમાં વાદળોની જે પ્રકારની ગોઠવણ જોવા મળી છે, તે જોતા ખેડૂતો માટે આ વર્ષ ખુશખાલ સાબિત થવાનું છે. ​ચોમાસું વહેલું શરૂ થશે અને લાંબુ ચાલશે- રમણિક વામજા ​આગાહીકાર અનુસાર વરસાદની શરૂઆત વહેલી થઈ શકે છે. આગામી 18 મેના રોજ કૃતિકા નક્ષત્રના પ્રભાવ હેઠળ માવઠાની શક્યતા વર્તાઈ રહી છે. જોકે, મુખ્ય ચોમાસું ઘણું લાંબુ ચાલશે તેવું અનુમાન છે. આ વર્ષે ચોમાસું અંદાજે 50 થી 55 દિવસ સુધી સક્રિય રહે તેવી શક્યતા છે, જેને કારણે ખેતી અને જળ સ્તરમાં મોટો ફાયદો થશે. રમણીકભાઈએ લાલબત્તી ધરતા એમ પણ કહ્યું છે કે જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થાય તેવી પણ શક્યતા છે, પરંતુ તેની સાથે જ સૌરાષ્ટ્રના તમામ ડેમ, નદી અને નાળા છલકાઈ જશે જે ભવિષ્ય માટે સારા સંકેત છે. ​ભાદરવા મહિનાના અંત ભાગમાં પણ વરસાદનો જોર યથાવત રહેશે. હાથીયા નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડતા ખેતીના પાકોને જીવનદાન મળશે. જોકે, ચોમાસાના અંતિમ તબક્કામાં એટલે કે નવરાત્રી દરમિયાન ચિત્રા નક્ષત્રમાં વરસાદ પડવાની સંભાવના છે, જે અમુક પાકો માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને જે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હશે, તેમને નવરાત્રીના વરસાદથી નુકસાન થવાની ભીતિ છે. મગફળી અને સોયાબીનનું વાવેતર ફાયદો કરાવી શકે- આગાહીકાર ​ખેતીના પાકો વિશે વિસ્તૃત સલાહ આપતા વંથલીના આ આગાહીકારે જણાવ્યું હતું કે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ પાકની પસંદગી સમજી-વિચારીને કરવી જોઈએ. આ વર્ષે મગફળી અને સોયાબીનનું વાવેતર કરનાર ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે, કારણ કે આ પાકોને વરસાદની અનુકૂળતા રહેશે. બીજી તરફ, કપાસના પાકમાં આ વર્ષે જીવાતનો ઉપદ્રવ વધવાની પૂરેપૂરી શક્યતા છે. કપાસના વાવેતરમાં જોખમ વધારે હોવાથી ખેડૂતોએ મગફળીને પ્રથમ પસંદગી આપવી જોઈએ તેવું તેમનું મંતવ્ય છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં BMW કાર ચાલકે પૂર ઝડપે રિક્ષાને ટક્કર મારી:ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, BMW કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા કારનો કચ્ચરઘાણ
    Next Article
    પૂર્વ સદસ્ય સમીર પાંચાણીના ટિકિટ વેચાણના આક્ષેપો:​કેશોદમાં ભાજપની મેલી રણનીતિનો પર્દાફાશ! પૂર્વ સદસ્યનો ગંભીર આરોપ: "કોંગ્રેસમાંથી લાવ્યા ત્યારે ટિકિટનું વચન આપ્યું, હવે ભાજપે ટિકિટો વેચી દીધી"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment