Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈમાં BMW ફ્લાયઓવર પરથી નીચે પડી:કારમાં સવાર 3 લોકોના મોત, 1 ઘાયલ; ફુલ સ્પીડના કારણે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો

    1 day ago

    મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે સવારે એક BMW ફ્લાયઓવર પરથી નીચે પડી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોનાં મોત થયા છે, જ્યારે 20 વર્ષનો એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્મત સવારે લગભગ 5:20 વાગ્યે થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, કાળી BMW મરીન ડ્રાઇવથી હજી અલી તરફ જઈ રહી હતી. પુરપાટ ઝડપને કારણે કાર પુલ પરથી નીચે પડી હોવાનું સામે આવ્યું છે. અહેવાલમાં અગાઉ લોકોને કચડી નાખવાની વાત સામે આવી હતી. 20 વર્ષના યુવકની હાલત ગંભીર અકસ્માત બાદ ચારેય ઘાયલોને નાયર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં CMO અનુસાર ત્રણને મૃત જાહેર કરવામાં આવ્યા. કોસ્ટલ રોડ કંટ્રોલ રૂમ મુજબ, BMW ખૂબ સ્પીડમાં જઈ રહી હતી. પ્રાથમિક માહિતીમાં અકસ્માતનું કારણ ઓવરસ્પીડિંગ હોવાનું જણાવાયું છે. બે મૃતકોની ઓળખ શનાય ગજ્જલ અને ધિર્યા સેઠ તરીકે થઈ છે. ત્રીજા મૃતકની ઓળખ હજુ સામે આવી નથી. બીજી તરફ, 20 વર્ષના ઘાયલ યુવકને નાયર હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. અકસ્માત સંબંધિત અન્ય માહિતીની રાહ જોવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    IIT બોમ્બે આત્મહત્યા કેસમાં પ્રોફેસર વિરુદ્ધ FIR:પિતાનો આરોપ- સાહિલને જાતિસૂચક ગાળો આપી, 3 મહિના સુધી હેરાન કર્યો; આ વર્ષે IITમાં 9 આત્મહત્યા
    Next Article
    શાળા છોડનારા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવામાં આવ્યા:ભુજમાં ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન હેઠળ કિટ આપી સન્માન કરાયું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment