Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IIT બોમ્બે આત્મહત્યા કેસમાં પ્રોફેસર વિરુદ્ધ FIR:પિતાનો આરોપ- સાહિલને જાતિસૂચક ગાળો આપી, 3 મહિના સુધી હેરાન કર્યો; આ વર્ષે IITમાં 9 આત્મહત્યા

    2 days ago

    આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થી સાહિલ રવિન્દ્ર વાકોડેએ કરેલી આત્મહત્યાના કેસમાં પ્રોફેસર સૂર્યનારાયણ ડલ્લા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. સાહિલના પિતાએ પ્રોફેસર પર તેમના પુત્રને લગભગ 3 મહિનાથી જાતિસૂચક ગાળો આપવાનો અને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. સાહિલના પિતાએ પોતાની ફરિયાદમાં આઈઆઈટી બોમ્બેના ડિરેક્ટર શ્રીશિષ બી. કેદારે, કેટલાક ફેકલ્ટી સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓનાં નામ પણ આપ્યાં છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ડિરેક્ટરના નિર્દેશ પર સાહિલને હેરાન કરવામાં આવ્યો હતો. પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવા અને એસસી/એસટી ઍક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હવે આ મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. સાહિલ 22 વર્ષનો હતો અને એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં બીટેકના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. તે 18 સપ્ટેમ્બરની સાંજે આઈઆઈટી બોમ્બેના હોસ્ટેલ નંબર-4માં આવેલા પોતાના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. આઈઆઈટી બોમ્બેમાં 7 મહિનાની અંદર આત્મહત્યાનો આ ત્રીજો કેસ છે. બીજી તરફ, દેશભરની આઈઆઈટીઓમાં આ વર્ષે 9 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. IIT બોમ્બેનો દાવો- પરીક્ષામાં ફોનથી નકલ કરતા ઝડપાયો હતો સાહિલ IIT બોમ્બે મુજબ, આત્મહત્યા કરતા પહેલાં સાહિલ પરીક્ષા આપવા ગયો હતો. આ દરમિયાન તે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. સંસ્થાએ જણાવ્યું કે તેણે પરીક્ષાનું પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કરીને પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સંસ્થા અનુસાર, સાહિલ વિરુદ્ધ કોઈ શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી નહોતી. ઇન્સ્ટ્રક્ટર અને વિભાગપ્રમુખે તેની સાથે વાત કરી અને કાઉન્સેલિંગ કર્યું. તેને ખાતરી આપવામાં આવી હતી કે આ ઘટનાની તેના શૈક્ષણિક કારકિર્દી પર કોઈ અસર નહીં પડે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે સાહિલ હોસ્ટેલ પરત ફર્યો હતો. મોડી રાત્રે હોસ્ટેલમાં તેનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. ઘટના પછી વિદ્યાર્થીઓનું પ્રદર્શન, 3 તસવીરો… 20 વર્ષમાં 160 આઈઆઈટી વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી સાહિલના મૃત્યુ બાદ આઈઆઈટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ અંગેની ચર્ચા ફરી તેજ બની છે. ગ્લોબલ આઈઆઈટી એલ્યુમનાઈ સપોર્ટ ગ્રુપ અનુસાર, છેલ્લા 20 વર્ષમાં 160 આઈઆઈટી વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જેમાંથી 43% કેસ છેલ્લા 5 વર્ષમાં સામે આવ્યા છે. 2025માં સૌથી વધુ 16 કેસ નોંધાયા હતા, જ્યારે 2026માં સપ્ટેમ્બર સુધીમાં 9 આત્મહત્યાના કેસ સામે આવ્યા છે. સરકારની ભલામણ- 1 હજાર વિદ્યાર્થીઓ પર 1 કાઉન્સેલર શિક્ષણ મંત્રાલયે 2024માં 1,000 વિદ્યાર્થીઓ પર 1 કાઉન્સેલરનું લક્ષ્ય નક્કી કર્યું હતું, પરંતુ આઈઆઈટી ખડગપુરમાં એક કાઉન્સેલર દીઠ આશરે 1,500, દિલ્હીમાં 1,214 અને કાનપુરમાં 1,058 વિદ્યાર્થીઓ હતા. વિદ્યાર્થીઓના પ્રદર્શન વચ્ચે મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ મુલતવી રખાઈ ઘટના બાદ 400થી વધુ વિદ્યાર્થીઓએ પ્રશાસન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. બાદમાં ડિરેક્ટર પ્રો. શિરીષ કેદારેએ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. સંસ્થાએ વિદ્યાર્થીના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આઈઆઈટી બોમ્બેમાં સ્ટુડન્ટ વેલનેસ સેન્ટર ઉપલબ્ધ આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થીઓના માનસિક તણાવને દૂર કરવા માટે સ્ટુડન્ટ વેલનેસ સેન્ટર (SWC) ઉપલબ્ધ છે. અહીં વિદ્યાર્થીઓ વ્યક્તિગત કાઉન્સેલિંગ અને તણાવનો સામનો કરવામાં મદદ મેળવી શકે છે. આ માટે wellness@iitb.ac.in પર ઈમેઇલ કરીને અથવા 022-2576-9070 પર ફોન કરીને સમય લઈ શકાય છે. જો કોઈ વિદ્યાર્થી વાતવાતમાં ચીડિયાઈ રહ્યો હોય, અભ્યાસ છોડી રહ્યો હોય, પોતાને રૂમમાં બંધ રાખતો હોય, ઓછું ખાતો-સૂતો હોય અથવા હંમેશાં નિરાશાજનક વાતો કરતો હોય, તો આ ભારે માનસિક તણાવની નિશાની છે. 5 વર્ષમાં 65 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી RTIના ડેટા અનુસાર, 2021થી 2025 દરમિયાન દેશની IITમાં કુલ 65 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. 2025માં એકલાં જ 15 કેસ નોંધાયા હતા. આ પાંચ વર્ષ દરમિયાન IIT ખડગપુરમાં સૌથી વધુ 11 કેસ નોંધાયા. આ RTI ગયા વર્ષે IIT કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરજ સિંહે દાખલ કરી હતી. તેઓ IITના વિદ્યાર્થીઓ માટે ગ્લોબલ મેન્ટરિંગ નેટવર્ક ચલાવે છે.
    Click here to Read More
    Previous Article
    એશિયાડ- ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી:ભારતે બાંગ્લાદેશને સતત 9 મેચમાં હરાવ્યું; પ્લેઇંગ-11 જુઓ
    Next Article
    મુંબઈમાં BMW ફ્લાયઓવર પરથી નીચે પડી:કારમાં સવાર 3 લોકોના મોત, 1 ઘાયલ; ફુલ સ્પીડના કારણે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment