Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાળા છોડનારા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવામાં આવ્યા:ભુજમાં ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન હેઠળ કિટ આપી સન્માન કરાયું

    1 day ago

    ભુજમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિરમાં ‘બેક ટુ સ્કૂલ અભિયાન’નો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં શાળા છોડી ચૂકેલા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવામાં આવ્યા અને તેમનું સન્માન કરાયું. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં શિક્ષણ સાથે ફરી જોડાયેલા વિદ્યાર્થીઓને અભ્યાસ કિટ આપવામાં આવી. આ અભિયાનમાં સારી કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોને પણ સન્માનિત કરાયા. કાર્યક્રમને સંબોધતા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કહ્યું કે શાળા છોડી ગયેલા બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવાની જવાબદારી માત્ર સરકારી તંત્રની નથી. શિક્ષકો, સી.આર.સી., બી.આર.સી. અને સમગ્ર સમાજના સહયોગથી જ આ પ્રયાસ સફળ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે ડ્રોપઆઉટ ઘટાડવા માટે થઈ રહેલી કામગીરીના કારણે વિદ્યાર્થીઓના પુનઃપ્રવેશમાં વધારો થયો છે. તેમણે કન્યા કેળવણી અને મહિલા સાક્ષરતાના ક્ષેત્રમાં થયેલા સુધારાનો પણ ઉલ્લેખ કર્યો. મંત્રીએ કહ્યું કે આજની દીકરીઓ શિક્ષણ અને બોર્ડ પરીક્ષાના પરિણામોમાં સારી સિદ્ધિ મેળવી રહી છે. કચ્છ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં માધ્યમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની સંખ્યા વધી છે. તેનાથી અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની તકો પણ વધી છે. કાર્યક્રમ દરમિયાન, શાળા છોડ્યા પછી ફરી અભ્યાસ શરૂ કરીને આગળ વધેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા. ફરી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હાથે અભ્યાસ કિટ આપવામાં આવી. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે કચ્છમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 80 માધ્યમિક શાળાઓ મળવા બદલ સરકારનો આભાર માન્યો. તેમણે જિલ્લામાં ડ્રોપઆઉટ ઘટાડવા માટે કરાયેલી વિવિધ કામગીરીની વિગતો પણ આપી. આ કાર્યક્રમમાં ધારાસભ્યો કેશુભાઈ જાડેજા અને પ્રધ્યુમનસિંહ જાડેજા હાજર રહ્યા હતા. તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશભાઈ રૂડાણી, શિક્ષણવિદો, સંસ્થાના પ્રતિનિધિઓ, આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સંચાલન ભૂમિબેન ચોકસીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ મહેશદાન ગઢવીએ કરી.
    Click here to Read More
    Previous Article
    મુંબઈમાં BMW ફ્લાયઓવર પરથી નીચે પડી:કારમાં સવાર 3 લોકોના મોત, 1 ઘાયલ; ફુલ સ્પીડના કારણે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો
    Next Article
    'Uncouth, Foul-Mouthed': BJP On Rahul Gandhi's "Maa" Remarks With Comic

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment