Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BJPનો સ્થાપના દિવસ, PM મોદીએ કહ્યું-ભાજપ દરેક પડકાર માટે તૈયાર:CM યોગીએ પાર્ટીના ઝંડા સાથે સેલ્ફી લીધી, MPમાં 17 નવી ઓફિસોનું ભૂમિપૂજન

    1 day ago

    ભારતની સૌથી મોટી રાજકીય પાર્ટી BJP આજે 2026માં પોતાનો 47મો સ્થાપના દિવસ મનાવી રહી છે. સ્થાપના દિવસ નિમિત્તે દેશભરમાં BJP કાર્યાલયોમાં અનેક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે PM મોદીએ કહ્યું, 'દેશ જાણે છે કે, દરેક પડકારનો સામનો કરવા માટે BJP ઇમાનદારીથી પ્રયાસ કરી રહી છે અને આગળ પણ કરશે. પહેલા પણ સકારાત્મક પરિણામો મળ્યા છે અને આગળ પણ મળશે.' તેમણે વીડિયો મેસેજમાં કહ્યું, ‘અંગ્રેજોના સમયના અનેક કાયદાઓનો અંત, લોકતંત્ર માટે નવા સંસદ ભવનનું નિર્માણ, સામાન્ય સમાજના ગરીબો માટે 10% અનામત, કાયદો બનાવીને ત્રણ તલાક પર રોક, CAA, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ. આવા કેટલાય કામો છે, જે ભાજપના ઇમાનદાર પ્રયાસોનું પરિણામ છે. અમારું મિશન હજુ પણ ચાલુ છે.’ ઉત્તર પ્રદેશમાં CM યોગી આદિત્યનાથે પાર્ટીના ઝંડા સાથે સેલ્ફી લીધી. મધ્યપ્રદેશમાં 17 નવા કાર્યાલયોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. શાહે કહ્યું- ભાજપનો મંત્ર નેશન ફર્સ્ટ અમિત શાહે લખ્યું- ભાજપનો મૂળ મંત્ર હંમેશા સ્પષ્ટ રહ્યો છે, નેશન ફર્સ્ટ, પાર્ટી નેક્સ્ટ, સેલ્ફ લાસ્ટ. આ જ મૂળ ભાવના સાથે ભાજપનો દરેક કાર્યકર દિવસ-રાત રાષ્ટ્ર-સેવામાં સમર્પિત છે. ભાજપે લોકશાહીના મૂળિયાંને મજબૂત કરવાની સાથે દેશને તુષ્ટિકરણથી મુક્ત, સુશાસન અને પારદર્શિતા સ્થાપિત કરવાનું કાર્ય કર્યું છે. આજે ભાજપ માત્ર એક પાર્ટી નથી, પરંતુ 140 કરોડ દેશવાસીઓના સપના અને આકાંક્ષાઓની પ્રતિનિધિ બની ચૂકી છે. અત્યાર સુધી ભાજપના 2 વડાપ્રધાન ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. પરંતુ તેનો પાયો 1951માં બનેલા ભારતીય જનસંઘ દરમિયાન નંખાયો હતો. તેની સ્થાપના શ્યામા પ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયે કરી હતી. 1975-77માં કટોકટી પછી, જનસંઘ સહિત અનેક પક્ષો જનતા પાર્ટીમાં ભળી ગયા, પરંતુ મતભેદોને કારણે 1980માં અલગ થઈ ગયા. ત્યારબાદ ભાજપની રચના થઈ. સ્થાપના પછીથી ભાજપના બે વડાપ્રધાન રહ્યા છે - નરેન્દ્ર મોદી અને અટલ બિહારી વાજપેયી. 1996, 1998 અને 1999ની લોકસભા ચૂંટણીમાં, પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી. 2019ની લોકસભા ચૂંટણીમાં, પાર્ટીએ 303 બેઠકો જીતી, જે પાર્ટીના ઇતિહાસમાં સૌથી વધુ છે. રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસના સમાચાર… ઉત્તર પ્રદેશ: ભાજપના ઝંડા સાથે CM યોગીએ લીધી સેલ્ફી CM યોગીએ ગોરખપુરમાં ગોરખનાથ મંદિર પરિસરના હિન્દુ સેવાશ્રમ ભવન પર ભાજપનો ઝંડો ફરકાવ્યો. ત્યારબાદ ભાજપના ઝંડા સાથે સેલ્ફી લીધી. તેમણે કહ્યું- ભાજપની વિકાસ યાત્રા સત્તાની નહીં, સંસ્કારની છે. વિસ્તારની નહીં, વિચારની છે. 'અંત્યોદયથી રાષ્ટ્રોદય'ના સંકલ્પની સિદ્ધિ કરી છે. મધ્યપ્રદેશ: 17 જિલ્લાઓમાં ભાજપ કાર્યાલયોનું ભૂમિપૂજન થશે સ્થાપના દિવસનો મુખ્ય કાર્યક્રમ ભોપાલમાં યોજાઈ રહ્યો છે, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ હેમંત ખંડેલવાલ અહીંથી વર્ચ્યુઅલી તમામ જિલ્લાના કાર્યક્રમો સાથે જોડાશે. રાજ્યના 17 જિલ્લામાં ભાજપ જિલ્લા કાર્યાલયોનું ભૂમિપૂજન થશે. આ જિલ્લાઓમાં જમીન પહેલાથી જ ખરીદવામાં આવી છે. હવે અહીં જિલ્લા કાર્યાલયોનું નિર્માણ કાર્ય આજથી ઔપચારિક રીતે શરૂ થશે. રાજસ્થાન: CM ભજનલાલ બોલ્યા-પાર્ટીને અજેય બનાવવી છે CM ભજનલાલ શર્માએ પ્રદેશ ભાજપ કાર્યાલય અને પોતાના નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો. આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓને અપીલ કરતા કહ્યું કે અમારો લક્ષ્ય પાર્ટીને અજેય બનાવવાનો છે. સ્થાપના દિવસ પર ભજનલાલને પાર્ટી ઓફિસમાં નવો રૂમ મળ્યો. કાર્યાલયમાં રૂમ નં.-5 હવેથી મુખ્યમંત્રી માટે રિઝર્વ રહેશે. તેની બહાર CM ભજનલાલ શર્માની નેમ પ્લેટ પણ લગાવવામાં આવી છે. છત્તીસગઢ: CM વિષ્ણુદેવ સાયે પ્રદેશ કાર્યાલયમાં ધ્વજારોહણ કર્યું, સપ્તાહભર કાર્યક્રમો ચાલશે રાજધાની રાયપુરમાં મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે ભાજપ પ્રદેશ કાર્યાલય કુશાભાઉ ઠાકરે પરિસરમાં સવારે 11 વાગ્યે ધ્વજારોહણ કર્યું. સાંજે 5 વાગ્યે એકાત્મ પરિસરમાં કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
    Click here to Read More
    Previous Article
    એક ચિતા પર બે સહેલીના અંતિમ સંસ્કાર:જેઠીબાઈની વિદાયના આઘાતમાં ભીખીબાઈએ 5 કલાકમાં પ્રાણ છોડ્યા; પહેલાં જે પણ જશે બીજીને સાથે લેતી જશેનું સાથે મરવાનું વચન પૂરું કર્યું
    Next Article
    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી: ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ:6 થી 11 એપ્રિલ સુધી નોંધણી, 15 એપ્રિલ સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment