Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BJP કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસ બહાર તોડફોડ, CCTV:બાપુનગરમાં અસામાજિક તત્વોએ વૃદ્ધને ઘરે જઈ માર માર્યો, બાઈક સહિતના વાહનોમાં નુકસાન કર્યું

    19 hours ago

    બાપુનગરના ભાજપના પૂર્વ કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની બાજુમાં રહેતા વૃદ્ધ પર જીગર પટેલ ઉર્ફે જીગર કાઠીયાવાડી નામના શખસ સહિત ચાર જેટલા લોકોએ હુમલો કર્યાની ઘટના બની છે. આ લોકોએ વૃદ્ધના ઘર તેમજ ભાજપના પૂર્વ કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની બહાર રહેલી લોખંડની તિજોરી, બોર્ડ અને શેડના પંખામાં અને બે વાહનમાં તોડફોડ કરી નુકસાન પણ કર્યું હતું. વૃદ્ધના દીકરા પાસે પેરોલ પરના આરોપીએ ખર્ચાના પૈસા માંગ્યા હતા, જેને લઈને વૃદ્ધને માર માર્યો હતો. બાપુનગર પોલીસે આ મામલે ગુનો નોંધી કોર્પોરેટરની ઓફિસની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. વૃદ્ધના દીકરાની જેલમાં આરોપી સાથે મુલાકાત થઈ હતી મળતી માહિતી મુજબ, બાપુનગર વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની પાસે નલીનભાઈ મિસ્ત્રી તેમના પરિવાર સાથે રહે છે. નલીનભાઈનો પુત્ર પાંચેક વર્ષ પહેલા આત્મહત્યાના દુષ્પ્રેરણના કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગયો હતો. જ્યાં જીગર પટેલ ઉર્ફે જીગર કાઠીયાવાડી નામના વ્યક્તિ સાથે તેની મુલાકાત થઈ હતી. જીગર જ્યારે પેરોલ ઉપર આવે ત્યારે વૃદ્ધના દીકરા દેવાંગને મળવા માટે આવતો હતો. વૃદ્ધના દીકરા પાસે આરોપીએ ખર્ચના પૈસા માગતા બબાલ 28 માર્ચના રોજ જીગરે દેવાંગને ફોન કરી શુકન ચાર રસ્તા નિકોલ ખાતે મળવા બોલાવ્યો હતો, જેથી દેવાંગ અને તેનો મિત્ર પ્રતિપાલ ઝાલા જીગરને મળવા માટે શુકન ચાર રસ્તા પાસે ગયા હતાં. જીગરે દેવાંગ પાસે ખર્ચના પૈસા માંગ્યા હતા, જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં પ્રતિપાલ ઝાલા વચ્ચે પડ્યો હતો, જેથી જીગરે પ્રતિપાલ સાથે પણ બોલાચાલી કરી હતી. રાતના મિત્ર સાથે પહોંચી આરોપીએ વૃદ્ધ સાથે મારામારી કરી આ બબાલમાં જીગરે દેવાંગને ધક્કો મારતા તે નીચે પડી ગયો હતો અને વધુ ઝઘડો ન થાય તેથી દેવાંગ ઘરે આવી ગયો હતો. બાદમાં 30 માર્ચે રાતના 12 વાગ્યાની આસપાસ જીગર અને તેનો ભાઈ સેવુલ પટેલ એક્ટિવા ઉપર આવ્યા હતા અને ઘરની બહાર સૂતેલા નલીનભાઈને કહ્યું હતું કે, તમારો દીકરો ક્યાં છે? મારે તેની પાસેથી ખર્ચના પૈસા લેવા છે, તેમ કહી જોરજોરથી બૂમો પાડી ગાળો બોલવા લાગ્યો હતો. તારો દીકરો દેવાંગ ક્યાં છે? મને મળશે એટલે હું તેને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. વૃદ્ધે શાંતિથી વાત કરવાનું કહેતા જીગરે તેની પાસે રહેલી લોખંડની પાઇપથી નલીનભાઈને થાપાના ભાગે ફટકો માર્યો હતો. ઘરની બહાર પાર્ક વાહનો અને કોર્પોરેટરની ઓફિસમાં તોડફોડ કરી નલીનભાઈએ બુમાબુમ કરતા આસપાસના સ્થાનિક લોકો અને પરિવારજનો આવી ગયા હતાં. સાથે જીગરના બીજા બે મિત્ર પણ બાઈક લઈને આવ્યા હતા, આ તમામે ભેગા મળીને નલીનભાઈના ભત્રીજા અને તેના મોટાભાઈના ઘરની બહાર પાર્ક કરેલા વાહનોમાં ડંડા મારીને તોડફોડ કરી હતી. નલીનભાઈના ઘરની બાજુમાં આવેલી ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની બહાર લોખંડની તિજોરીના કાચમાં પણ ડંડો મારીને તોડી નાખ્યો હતો. તેમનું બોર્ડ અને તેમના શેડ પર રહેલા પંખામાં પણ દંડા મારીને નુકસાન કર્યું હતું. પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા તમામ આરોપીઓ ભાગી ગયા હતાં. આ સમગ્ર બાબતની જાણ થતાં બાપુનગર પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પર ફરી સવાલો ઉઠ્યાં બાપુનગર વિસ્તારમાં ભાજપના જ કોર્પોરેટરની ઓફિસ બહાર તોડફોડ કરવામાં આવતા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. બાપુનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર મદદગાર પરિવાર નામની સંસ્થા પણ ચલાવે છે અને તેમની ઓફિસ પણ ત્યાં આવેલી છે. જો ભાજપના જ કોર્પોરેટરની ઓફિસ બહાર આ રીતે તોડફોડ કરવામાં આવતી હોય તો પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણક ઉજવાયો:અજરામર એક્ટિવ અસોર્ટ દ્વારા હજારો ભાવિકો માટે લાડુનો મહાપ્રસાદ
    Next Article
    રાજકોટમાં માત્ર 2 લાખમાં ઘરનું ઘર મળશે:મહાનગરપાલિકા આધુનિક સુવિધા સાથેના 1,057 આવાસ આપશે, 7 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment