Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં માત્ર 2 લાખમાં ઘરનું ઘર મળશે:મહાનગરપાલિકા આધુનિક સુવિધા સાથેના 1,057 આવાસ આપશે, 7 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

    11 hours ago

    રાજકોટ શહેરના શ્રમિક અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘરનું ઘરનું સ્વપ્ન બે લાખ રુપિયામાં પૂર્ણ થશે. શહેરના વિવિધ વિસ્તારોમાં તૈયાર કરવામાં આવેલા વિવિધ કેટેગરીના 1,080 આવાસ માટે આગામી 7 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં મહાનગરપાલિકા દ્વારા "પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0" હેઠળ EWS-1 અને EWS-2 પ્રકારના કુલ 3,170 આવાસના નિર્માણ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે આવાસની કિંમત માત્ર રૂ.2 લાખ રાખવામાં આવી છે, જેથી મોંઘવારીના સમયમાં સામાન્ય માણસ પણ ઘરનું ઘર મેળવી શકશે. વિવિધ કેટેગરી અને આવાસની કિંમતો આવાસમાં મળનારી સુવિધાઓ EWS કેટેગરીના આવાસો માત્ર રૂ. 2 લાખ જેવી નજીવી કિંમતમાં મળતા હોવા છતાં, આ આવાસોમાં પાયાની તમામ આધુનિક સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ આવાસમાં સીસી રોડ, સ્ટ્રીટ લાઈટ, પીવાના શુદ્ધ પાણીની પાઈપલાઇન અને અદ્યતન ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત, બાળકો માટે રમતનું મેદાન અને ગ્રીન બેલ્ટ જેવી સુવિધાઓ પણ આયોજન હેઠળ છે, જેથી સામાન્ય પરિવારના બાળકોને પણ ઉત્તમ વાતાવરણ મળી રહેશે.અન્ય કેટેગરીના આવાસોમાં પણ જીવન જરૂરી તમામ સુવિધાઓ આપવામાં આવશે. કેવી રીતે અને ક્યારે અરજી કરવી? રાજકોટ મહાનગરપાલિકાએ સમગ્ર પ્રક્રિયાને અત્યંત પારદર્શક અને સરળ બનાવવા માટે ઓનલાઇન રાખ્યું છે. તારીખ 7 એપ્રિલના રોજ બપોરે 1 વાગ્યાથી લઈને 6 મેના રોજ સાંજે 05 વાગ્યા સુધી મનપાની અધિકૃત વેબસાઇટ www.rmc.gov.in પર જઈને ફોર્મ ભરી શકશે.એક મહિનાના સમયગાળા દરમિયાન અરજદારોએ પોતાની ડિપોઝિટની રકમ પણ ઓનલાઈન જ જમા કરાવવાની રહેશે. અરજદારોએ ફોર્મ ભરતી વખતે કેટલાક મહત્વના દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં સાથે રાખવા પડશે.આ તમામ દસ્તાવેજો JPG અથવા PDF ફોર્મેટમાં અને 01 MBથી ઓછી સાઈઝમાં હોવા જોઈએ.જરૂરી દસ્તાવેજો અને અપલોડ કરવા અંગે સૂચના પણ આપવામાં આવી છે. વહેલી તકે ઓનલાઇન ફોર્મ ભરી દેવા અપીલ આવાસ યોજના વિભાગ દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે કે અરજદારે 'સ્વ-પ્રમાણિત જાહેરનામું' (Self-attested Declaration) ડાઉનલોડ કરી, તેના દરેક પાના પર સહી કરી અને ફરી અપલોડ કરવાનું રહેશે. જો આ દસ્તાવેજ અધૂરો હશે અથવા અપલોડ કરવામાં નહીં આવ્યો હોય, તો અરજી ફોર્મ સીધું જ રદ કરવામાં આવશે.તો જાતિના પ્રમાણપત્ર જેવી વિગતોમાં અરજદારનું જ પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે. રાજકોટ મહાનગરપાલિકાની આ યોજનાથી હજારો પરિવારોને આર્થિક બોજ વગર પાકું મકાન મળશે. ખાસ કરીને શ્રમિકો માટે રૂ. 02 લાખમાં ઘરનું ઘર મળવું એ તેમની જીવનભરની મૂડી સમાન છે. મનપાના આવાસ યોજના વિભાગે લોકોને અપીલ કરી છે કે છેલ્લી ઘડીની ભીડ ટાળવા માટે વહેલી તકે ઓનલાઇન ફોર્મ ભરી દેવા. આ પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝડ ડ્રો દ્વારા કરવામાં આવશે, જેથી દરેક નાગરિકને સમાન તક પ્રાપ્ત થશે. PMAY 2.0 અંતર્ગત 3,170 આવાસનું નિર્માણ કરાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજેટ વર્ષ 2026-27 અંતર્ગત શહેરના આર્થિક રીતે નબળા વર્ગના અને ઘરવિહોણા પરિવારો માટે "પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0" હેઠળ EWS-1 અને EWS-2 પ્રકારના કુલ 3170 આવાસોના નિર્માણ માટેની ટેન્ડર પ્રક્રિયા આજે 31 માર્ચનાં રોજ પૂર્ણ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા મુજબ, આ ટેન્ડર 01-04-2026ના રોજ મહાનગરપાલિકાની વેબસાઈટ પર પ્રસિદ્ધ થશે, જેમાં આધુનિક માળખાકીય સુવિધાઓ જેવી કે શુદ્ધ પાણી, ગટર લાઈન, સ્ટ્રીટલાઈટ, પાર્કિંગ અને બાળકો માટે રમતગમતના સ્થળોનો સમાવેશ કરવામાં આવશે. રાજ્ય સરકારના 24-03-2025ના ઠરાવ મુજબ અમલી બનેલી યોજનામાં AHP, ARH, BLC અને ISS જેવા વિવિધ ઘટકો દ્વારા લાભાર્થીઓને પોષણક્ષમ ભાવે ગુણવત્તાસભર રહેઠાણ ઉપલબ્ધ કરાવી 'સર્વ માટે આવાસ'ના સંકલ્પને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવનાર છે.
    Click here to Read More
    Previous Article
    BJP કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસ બહાર તોડફોડ, CCTV:બાપુનગરમાં અસામાજિક તત્વોએ વૃદ્ધને ઘરે જઈ માર માર્યો, બાઈક સહિતના વાહનોમાં નુકસાન કર્યું
    Next Article
    "Come Close, We're Waiting": Iran As US Expands Mideast Military Footprint

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment