Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણક ઉજવાયો:અજરામર એક્ટિવ અસોર્ટ દ્વારા હજારો ભાવિકો માટે લાડુનો મહાપ્રસાદ

    6 days ago

    સુરેન્દ્રનગરમાં જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણક મહોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે 'અજરામર એક્ટિવ અસોર્ટ' સંસ્થા દ્વારા શહેરના જવાહર ચોક વિસ્તારમાં ભવ્ય મહાપ્રસાદ વિતરણનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ પ.પૂ. ડૉ. નિરંજનમુનિ મ.સા. અને પ.પૂ. ચેતનમુનિ મ.સા.ના આશીર્વાદ તથા માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સવારે 10 કલાકે જવાહર ચોક સ્થિત 'કિંજલ બેગ' ખાતે બુંદીના લાડુના મહાપ્રસાદનું વિતરણ શરૂ કરાયું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. શહેરના અબાલ-વૃદ્ધ સૌ કોઈએ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે બુંદીના લાડુનો પ્રસાદ હોંશે-હોંશે ગ્રહણ કર્યો હતો. 'અજરામર એક્ટિવ અસોર્ટ'ના સ્વયંસેવકોએ ખંતપૂર્વક વ્યવસ્થા જાળવીને શિસ્તબદ્ધ રીતે પ્રસાદ વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જીવદયા અને સર્વધર્મ સમભાવનો સંદેશ આપવાનો હતો. ભગવાન મહાવીરના 'જીવો અને જીવવા દો'ના સિદ્ધાંતને લોકો સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ હતો. સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે ગુરુભગવંતોની પ્રેરણાથી દર વર્ષે આવા ધાર્મિક અને સામાજિક કાર્યોનું આયોજન કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    પદમલા ગામમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, VIDEO:સામસામે પથ્થરમારાથી અફરાતફરી મચી'તી, 4ને ઇજા; બાઈકને કટ મારી ઓવરટેક કરવા બાબતે ઝઘડો
    Next Article
    BJP કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસ બહાર તોડફોડ, CCTV:બાપુનગરમાં અસામાજિક તત્વોએ વૃદ્ધને ઘરે જઈ માર માર્યો, બાઈક સહિતના વાહનોમાં નુકસાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment