Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલડીમાં પેસેન્જર લેવા ઊભેલી બસ ભડકે બળી, VIDEO:રૂફ સિલીંગ તેમજ આગળની 4 સીટો ખાક, કંડક્ટરે પેસેન્જર્સને સમયસર નીચે ઊતારી દેતા જાનહાનિ ટળી

    2 days ago

    શહેરના પાલડી વિસ્તારમાં AMTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી લાલ દરવાજાથી બાવળા તરફ જતી બસમાં પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે જ્યારે બસ પેસેન્જરને લેવા ઉભી રહી ત્યારે એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળ્યો હતો. તેથી ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. એન્જિનમાંથી આગ શરૂ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બસમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. બસના એન્જિન બોનેટમાંથી અચાનક ધુમાડો નીકળતા કંડક્ટરે બસના પ્રવાસીઓ ઊતારી દીધાં AMTS રુટ 35ની બસ લાલદરવાજાથી બાવળા તરફ જતી હતી. તે દરમિયાન પાલડીના જૈન મરચંટ બસ સ્ટેન્ડ પર પેસેન્જર લેવા ઊભી રાખવામાં આવી હતી. બસના એન્જિન બોનેટમાંથી અચાનક ધુમાડો આવવા લાગતા કંડક્ટરે બસના પ્રવાસીઓ ઊતારી દીધાં હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. બસ ડ્રાઈવરે ઇગ્નિશન સ્વીચ અને મેઈન સ્વીચ બંધ કરી પણ આગ ચાલુ થઈ ગઈ હતી. ફાયર એક્ષ્ટીંન્ગ્યુશરથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પાછળ આવતી બસોમાંથી પણ ફાયર એક્ષ્ટીંન્ગ્યુશર કાઢી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. બસમાં આગળની 4 સીટો સળગી ગઈ હતી ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને બુજાવી દીધી હતી. બસમાં આગળનો શો, એન્જિન, રૂફ સિલીંગ તેમજ આગળની 4 સીટો સળગી ગઈ હતી. બસમાં એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી. એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લેવામાં આવી નરોડા GIDCમાં પણ મોડી રાત્રે એક ટેલરના શેડમાં આગ લાગવાની ઘટના બની હતી. GIDCના પ્લોટમાં આવેલા કલ્પેશ ટેલરમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. બે જેટલી ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
    Click here to Read More
    Previous Article
    ગરમીનો પારો 41થી નીચો જતાં આજથી રાજ્યમાં ગરમી ઘટશે:પવનની દિશા બદલાતા 2-3 ડિગ્રી તાપમાન ગગડ્યું છતાં રાજકોટ સહિત 4 જિલ્લામાં હીટવેવનું યેલો એલર્ટ
    Next Article
    દિવ્યાંગો માટે મનપામાં નોકરીની સુવર્ણ તક:રાજકોટ મહાપાલિકામાં વિવિધ સંવર્ગની 41 જગ્યાઓ માટે 23 માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે, મેડિકલ ઓફિસરથી લઈ પર્યાવરણ ઈજનેર સહિતની પોસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment