Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ-કોંગ્રેસ આજે પાલિકા-પંચાયતના ઉમેદવાર જાહેર કરશે:BJP પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ, 3 દિવસમાં 10 હજાર ઉમેદવારની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે

    2 days ago

    પાલિકા-પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયાને આઠ દિવસ વિતી ચૂક્યા છે. 11 એપ્રિલ ઉમેદવારી કરવાની અંતિમ તારીખ છે. ત્યારે આજે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો બાકી રહેતા ઉમેદવાોરના નામની જાહેરાત કરે તેવી પૂરી શક્યતા છે. ઉમેદવારોની પસંદગી માટે ભાજપની ત્રણ દિવસીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે અંતિમ દિવસ છે. ઝોન વાઈઝ તમામ ઉમેદવારોના નામ પર ચર્ચા કરાયા બાદ આજે યાદીને અંતિમરૂપ અપાશે અને ત્યારબાદ જાહેરાત થઈ શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ તેની બીજી યાદી આજે જ જાહેર કરી શકે છે. ભાજપના 10,005 ઉમેદવારો જાહેર કરવાના બાકી રાજ્યમાં 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10005 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. તમામ બેઠક પર ઉમેદવારી કરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. ત્યારે ભાજપ આજે મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરી દે તેવી પૂરી શક્યતા છે. કોંગ્રેસે પણ અત્યાર સુધીમાં 7 મહાનગરપાલિકાના 243 ઉમેદવારોના નામની જ જાહેરાત કરી છે. જેથી બાકી રહેતા ઉમેદવારોમાંથી મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત આજે થઈ જશે. વિવાદ થવાની સંભાવના હોય તે બેઠક પર જાહેરાત બાકી રહી શકે ભાજપ અને કોંગ્રેસને જે બેઠકો પર નામની જાહેરાત કરાયા બાદ વિવાદ થવાની શક્યતા લાગતી હશે તે બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત અંતિમ ઘડીએ થઈ શકે અથવા નક્કી ઉમેદવારને ટેલિફોનિક જાણ કરાઈ શકે છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 7 મહાનગરપાલિાકના 243 ઉમેદવારો જાહેર થયા હતા પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ 2021 અને 2015ની ચૂંટણીમાં રાજ્યની જૂની 6 મહાનગરપાલિકાના પરિણામ
    Click here to Read More
    Previous Article
    ભારતમાં સ્માર્ટફોન 40% સુધી મોંઘા થયા:ઓપ્પો-વીવો અને સેમસંગે ₹4,000 સુધી ભાવ વધાર્યો; AI ચિપ્સની અછત અને અમેરિકા-ઈરાન યુદ્ધ જવાબદાર
    Next Article
    હનીમૂન પર પતિએ એ-સેક્સ્યુઅલ હોવાનો ખુલાસો કર્યો:લગ્ન બાદથી જ પત્નીથી દૂર રહેતો, સાસરિયાઓ 20 લાખ દહેજ માંગતા પરિણીતાની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment