Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકામાં ભાજપના ગઢમાં ગાબડું:એન્ટી ઇન્કમબન્સી વચ્ચે કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે ઉભરી, BJPની 24 અને INCએ 17 બેઠક જીતી

    12 hours ago

    પાટણ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોએ રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. સત્તાધારી ભાજપને આ વખતે આંતરિક કલહ અને જનતાની નારાજગીનો ભારે ફટકો પડ્યો છે. કુલ 44 બેઠકોમાંથી ભાજપને 24 બેઠકો મળી છે, જે પાછલી ચૂંટણીની 38 બેઠકોની સરખામણીએ 14 બેઠકોનો સીધો ઘટાડો દર્શાવે છે. બીજી તરફ, કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતા પોતાની બેઠકોની સંખ્યા 5થી વધારીને 17 પર પહોંચાડી છે. ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કેડી પોલિટેકનિક કોલેજ ખાતે હાથ ધરાયેલી મતગણતરીના અંતે ભાજપ બહુમતી મેળવવામાં સફળ રહી છે, પરંતુ તેની પકડ નબળી પડી છે. ભાજપને 24, કોંગ્રેસને 17 અને અપક્ષોને 3 બેઠકો મળી છે. આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં પણ ખાતું ખોલાવી શકી નથી, જે પાટણમાં ત્રીજા પક્ષની ગેરહાજરી સ્પષ્ટ કરે છે. ખાસ વાત એ છે કે, વોર્ડ નંબર 1 જેવા ભાજપના ગઢમાં પણ પક્ષને હારનો સામનો કરવો પડ્યો છે. દિગ્ગજોની હાર અને નવા સમીકરણો લાંબા સમયથી પાલિકામાં પ્રતિનિધિત્વ કરતા અને ગત ચૂંટણીમાં સૌથી વધુ માર્જિનથી જીતનાર નરેશ દવે આ વખતે અપક્ષ તરીકે ચૂંટણી હારી ગયા છે. ભાજપ દ્વારા હારના ડરથી અનેક નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ તે વ્યૂહરચના પણ નિષ્ફળ સાબિત થઈ છે. કોંગ્રેસની મજબૂતી પાછળ લાલેશ ઠક્કરની ઘરવાપસી અને ધારાસભ્ય કિરીટ પટેલ સાથેના તેમના સુધરેલા સંબંધો મુખ્ય કારણ માનવામાં આવે છે. વોર્ડ મુજબની સ્થિતિ ભાજપનો દબદબો: વોર્ડ નંબર 2, 4 અને 6 માં ભાજપે આખી પેનલ જીતીને વર્ચસ્વ જાળવી રાખ્યું છે. કોંગ્રેસની મજબૂતી: વોર્ડ નંબર 5 અને 10માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની છે. વોર્ડ નંબર 10માં વિપુલ દલપતરામ ઠક્કર અને તેમની પેનલ જંગી મતોથી વિજયી થઈ છે. અપક્ષોનું પ્રદર્શન: ભાજપના બળવાખોર ગોપાલસિંહ રાજપુત વોર્ડ નંબર 3માંથી અને ભરત ભાટિયા વોર્ડ નંબર 8માંથી અપક્ષ તરીકે જીત્યા છે. જ્યારે ચેતનાબેન પ્રજાપતિ પણ અપક્ષ ઉમેદવાર તરીકે સફળ રહ્યા છે. આ ત્રણેય વિજેતા અપક્ષો આગામી સમયમાં ભાજપને સમર્થન આપે તેવી શક્યતા છે. નેતાઓના પ્રતિભાવો ધારાસભ્ય કિરીટ પટેલે મતદારોનો આભાર માનતા જણાવ્યું કે કોંગ્રેસે મર્યાદિત સાધનો છતાં 17 બેઠકો જીતી છે અને 2 અપક્ષોનું સમર્થન મળ્યું છે. વધુમાં 4 બેઠકો પર હારનું અંતર 50 થી પણ ઓછું રહ્યું છે. તેમણે પાટણ તાલુકા પંચાયત અને સરસ્વતી તાલુકા પંચાયતમાં પણ પક્ષના સારા પ્રદર્શનની વાત કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવે જણાવ્યું કે પાટણ નગરપાલિકા સહિત જિલ્લાની 7 તાલુકા પંચાયતો અને સિદ્ધપુર-હારીજ નગરપાલિકામાં ભાજપે વિજય મેળવ્યો છે. જિલ્લા પંચાયતની 32માંથી 19 બેઠકો પર પક્ષનો વિજય થયો છે. પરિણામો જાહેર થતા જ શહેરમાં વિજય સરઘસો નીકળ્યા હતા. ભાજપમાં બહુમતી મળ્યા છતાં બેઠકો ઘટવાની ચિંતા જોવા મળી હતી, જ્યારે કોંગ્રેસમાં બેઠકોની સંખ્યામાં થયેલા ધરખમ વધારાને કારણે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં જીત બાદ વિજય ઉત્સવ
    Next Article
    સતત 7મી વાર મનપામાં ભાજપનો ભગવો લેહરાયો:પરાજિત ઉમેદવારોએ ક્યાંક પબ્લિકના નિર્ણયને તો ક્યાંક સામ-દામ-દંડ-ભેદની નીતિને હારનું કારણ ગણાવ્યું, જ્યારે વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર માની જનસેવાનો સંકલ્પ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment