Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં જીત બાદ વિજય ઉત્સવ

    13 hours ago

    પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી મેળવી વિજય હાંસલ કર્યો છે. આ જીતની ઉજવણી માટે આજે સાંજે પાટણના ઐતિહાસિક બગવાડા દરવાજા ખાતે વિજય ઉત્સવ અને આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપે જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી 19 બેઠકો પર વિજય મેળવ્યો છે. જિલ્લાની 9 તાલુકા પંચાયતો પૈકી 7 તાલુકા પંચાયતોમાં પણ ભાજપે બહુમતી હાંસલ કરી છે. આ ઉપરાંત, પાટણ અને સિદ્ધપુર નગરપાલિકામાં પણ ભાજપે સત્તા જાળવી રાખી છે. પાટણ નગરપાલિકાની 44 બેઠકોમાંથી 24 બેઠકો અને સિદ્ધપુર નગરપાલિકાની 36 બેઠકોમાંથી 24 બેઠકો જીતીને ભાજપે કબજો કર્યો છે. હારીજ નગરપાલિકામાં પણ ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે. ચૂંટણીના આ સકારાત્મક પરિણામોને વધાવવા માટે પાટણ જિલ્લા ભાજપ દ્વારા બગવાડા દરવાજા ખાતે આતશબાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ અને જિલ્લા પ્રભારી સત્યેન કુલાબકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિજય ઉત્સવમાં જિલ્લા અને શહેર ભાજપના પદાધિકારીઓ, મોરચાના સભ્યો, શક્તિ કેન્દ્રના સંયોજકો, નવનિયુક્ત નગરસેવકો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. સમગ્ર જીતનો શ્રેય કાર્યકરોની મહેનત અને જનતાના વિશ્વાસને આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની વ્યવસ્થા જિલ્લા ભાજપ મહામંત્રી સંજય પટેલે સંભાળી હતી.
    Click here to Read More
    Previous Article
    DB REELS: કોઈ રડ્યું, તો કોઈએ તરત બાધા પૂરી કરી:ભાજપે સાવરણા પર દાઝ કાઢી, કાર્યકરોએ કર્યો ઝૂમ બરાબર ઝૂમ ડાન્સ, જુઓ ટોપ રીલ
    Next Article
    પાટણ નગરપાલિકામાં ભાજપના ગઢમાં ગાબડું:એન્ટી ઇન્કમબન્સી વચ્ચે કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે ઉભરી, BJPની 24 અને INCએ 17 બેઠક જીતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment